AUS vs ENG: ઓસ્ટ્રેલિયાના કેપ્ટન, ટિમ પેનના ગળામાં કરવામાં આવ્યુ મોટુ ઓપરેશન, એશિઝ સિરીઝ રમવાને લઇ સવાલ

સવાલ એ પણ કરવામાં આવી રહ્યા છે કે, જો ટિમ પેન (Tim Paine) નહી રમે તો, કેપ્ટનશીપ કોણ સંભાળશે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે વર્ષના અંતમાં એશિઝ સિરીઝ રમાનારી છે.

AUS vs ENG: ઓસ્ટ્રેલિયાના કેપ્ટન, ટિમ પેનના ગળામાં કરવામાં આવ્યુ મોટુ ઓપરેશન, એશિઝ સિરીઝ રમવાને લઇ સવાલ
Tim Penn
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 7:28 PM

એશિઝ શ્રેણી (Ashes Series) માં ઓસ્ટ્રેલિયાની કેપ્ટન્સીની જવાબદારી તેના નિયમિત ટેસ્ટ કેપ્ટન ટિમ પેન (Tim Paine) ના હાથમાં છે. પરંતુ, ગળાની સર્જરી (Neck Surgery) બાદ હવે તેના રમવામાં સસ્પેન્સ ઉભું થયું છે. સવાલ એ પણ ઉભો થાય છે કે જો ટિમ પેઇન નહીં રમે તો ટીમનું નેતૃત્વ કોણ કરશે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (Australia vs England) વચ્ચે એશિઝ શ્રેણી 8 ડિસેમ્બર થી શરૂ થઈ રહી છે.

ટિમ પેનની સર્જરી બાદ જો કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) એ આશા વ્યક્ત કરી છે કે, તે એશિઝ પહેલા સંપૂર્ણપણે ફિટ થઈ જશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે પેન આ મહિનાના અંત સુધીમાં ટ્રેનિંગમાં પરત ફરી શકે છે. જ્યારે નવેમ્બરથી તે રમવાનું પણ શરૂ કરશે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે આ નિવેદનોથી સ્પષ્ટ કરી દીધું છે કે, પેનની રમત અંગે વધારે સસ્પેન્સ નથી.

દુઃખાવાની ફરિયાદ બાદ ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું

ગરદન અને ડાબા હાથમાં દુખાવાની ફરિયાદોને કારણે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જારી કરેલા નિવેદનમાં ટિમ પેને કહ્યું કે, મારી સર્જરી કરવાનો નિર્ણય સ્પાઇનલ સર્જન અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની મેડિકલ ટીમનો હતો. મારી સર્જરી સફળ રહી. અને, હવે મને એશિઝની તૈયારી માટે પણ પૂરતો સમય મળશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

તેણે વધુમાં કહ્યું કે હું આ મહિનાના અંત સુધીમાં મારી ફિઝીકલ ટ્રેનીંગ શરૂ કરીશ. અને હું ઓક્ટોબરથી સંપૂર્ણ તાલીમ લેવાનું પણ શરૂ કરીશ. હું એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ પહેલા સંપૂર્ણ રીતે તૈયાર થઈ જઈશ. હું તે મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.

પહેલા પણ થઈ ચૂકી છે સર્જરી

આ પહેલી વાર નથી જ્યારે ટિમ પેનની સર્જરી કરી હોય. આ પહેલા તેના 7 ઓપરેશન થઈ ચૂક્યા છે. 2016 માં આંગળીની સર્જરીએ તેને ક્રિકેટમાંથી નિવૃત્તિ તરફ ધકેલી દીધો હતો. પરંતુ, પછી એક વર્ષ પછી, તે ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો. અને વર્ષ 2018 માં તેને ટીમના કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો.

ટિમ પેઇન અગાઉ બે વખત એશિઝમાં ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ રહી ચૂક્યો છે. પેન 2017-18માં એશિઝ શ્રેણી જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ રહ્યો છે. 2019 માં ઇંગ્લેન્ડ સામે એશિઝ શ્રેણી 2-2થી બરાબરી સાથે પરત ફરેલી ઓસ્ટ્રેલિયન ટીમનો પણ તે ભાગ હતો.

આ પણ વાંચોઃ ICC: જો રુટે હાંસલ કર્યુ આ મહત્વનું સન્માન, જસપ્રિત બુમરાહ પણ હતો સન્માનની રેસમાં, ટેસ્ટ સિરીઝમાં રન ખડકતા મળ્યો ફાયદો

આ પણ વાંચોઃ IPL 2021: એક ભારતીય ઓલરાઉન્ડર સહિત આ ખેલાડીઓ ફટકારી ચુક્યા છે, IPL ના ઇતિહાસની સૌથી ઝડપી ટોપ ફાઇવ સદી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">