Athiya Shetty : આથિયા શેટ્ટી (Athiya Shetty)અને કે.એલ રાહુલ તેના લગ્નને લઈ ફરી ચર્ચામાં છે. આ લગ્ન ઈન્ડસ્ટ્રીમાં ચર્ચિત લગ્નમાંથી એક છે. હાલમાં આવેલા રિપોર્ટસ અનુસાર આ કપલ જલ્દી લગ્નના સાત ફેરા ફરનાર છે. જાણકારી મુજબ બંન્નેના લગ્ન સુનીલ શેટ્ટીના બંગલા પર જ થશે. સુનીલ શેટ્ટી (Sunil Shetty)નો ખંડાલામાં એક શાનદાર બંગલો છે. જેનું નામ જેહાન છે. બંન્ને પોતાના પરિવાર અને સંગાસંબંધીઓની હાજરીમાં વૈભવી બંગલામાં લગ્નના બંધનમાં બંધાશે. હવે કે એલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નનું વેન્યુ તો ફાઈનલ થઈ ગયું છે.
આ પહેલા આથિયા પોતાના લૉન્ગ ટાઈમ બૉયફેન્ડની સાથે એક લગ્ઝરી હોટલમાં લગ્ન કરનાર છે. હવે એક રિપોર્ટસમાં જાણવા મળ્યું કે, કપલે હોટલને રિજેક્ટ કરી અભિનેત્રીના પપ્પા સુનીલ શેટ્ટીના બંગલામાં જ લગ્નનું વેન્યુ ફાઈનલ કર્યું છે.
View this post on Instagram
લગ્નની તારીખ કેએલ રાહુલના વર્ક શેડ્યૂલને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. લગ્નના એક પ્રખ્યાત આયોજકે ખંડાલાની મુલાકાત લીધી છે. આથિયા અને રાહુલના લગ્નની ચર્ચા પહેલીવાર નથી થઈ રહી. આ પહેલા પણ તેમના લગ્ન અને તારીખના સમાચાર સામે આવી ચૂક્યા છે. ગયા મહિને પણ અથિયાના પિતા સુનીલ શેટ્ટીએ તેમની પુત્રીના લગ્નની અફવાઓ પર પ્રતિક્રિયા આપી હતી.
View this post on Instagram
સુનીલનો ખંડાલામાં બંગલો છે, જેનું નામ ‘જહાન’ છે. તે 17 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. તે ખૂબ જ વિશાળ વિસ્તારમાં બનેલ છે અને ખૂબ જ વૈભવી છે. બંગલાની આજુબાજુ ઘણી હરિયાળી છે અને અંદર પણ તે ઘણા છોડથી સજાવવામાં આવેલ છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં સામેલ થનારા મહેમાનોને ટૂંક સમયમાં કહેવામાં આવશે કે તેઓ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધી પોતાનો ફ્રી સમય રાખે. તમને જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પછી આથિયા શેટ્ટી અને રાહુલ (KL રાહુલ) બોલિવૂડ-ક્રિકેટ જગતના બીજા મોટા લગ્ન કરશે.