
પાકિસ્તાનના ખેલાડીઓ પોતાની ઔકાત દેખાડવામાં કાંઈ બાકી રાખતા નથી. રવિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની ખેલાડીઓ કદાચ હારી રહ્યા હશે, પણ તેમનો એટીટ્યુડ હે ભગવાન. ભલે તે હરિસ રૌફ હોય કે શાહીન આફ્રિદી, ભારતીય ખેલાડીઓએ તેમને હરાવ્યા હતા. છતાં, બંને ખેલાડીઓ ઘમંડી દેખાતા હતા.
હારિસ રૌફ બાઉન્ડ્રી પર ઉભો હતો. ભારતીય ચાહકોની સામે અનોખો ઈશારો કરી રહ્યો હતો.આ દ્વારા હેરિસનો મતલબ એવો હતો કે પહેલગામ આતંકવાદી હુમલા પછી થયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને છ ભારતીય રાફેલ વિમાનોને તોડી પાડ્યા હતા, જ્યારે સત્ય એ હતું કે ભારતની દીકરીઓએ પાકિસ્તાની આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. જોકે, ચાલો મેચ પર પાછા ફરીએ અને તમને જણાવીએ કે દુબઈની પીચ પર હેરિસ રૌફને આ વર્તનનો કેવો જવાબ મળ્યો.
Haris Rauf never disappoints, specially with 6-0. pic.twitter.com/vsfKKt1SPZ
— Ihtisham Ul Haq (@iihtishamm) September 21, 2025
હરિસ રૌફના વિમાન નીચે પડવાના કૃત્યનો વીડિયો સામે આવ્યો તે જ સમયે, બીજી એક ઘટના બની. રૌફ, બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો, તેને સ્ટેડિયમમાં ભારતીય ચાહકો વિરાટ કોહલીની યાદ અપાવતા જોવા મળ્યો.
પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રૌફ જ્યારે બાઉન્ડ્રી પર ફીલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે ભારતીય ચાહકો તેને વિરાટ કોહલીનું નામ લઈ મજા લઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, વનડે વર્લ્ડકપ દરમિયાન અમદાવાદમાં જે થયું હતુ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાહકો કોહલીનું નામ લઈ હારિસ રૌફને ટ્રોલ કરી રહ્યો હતો.
Indians chanting KOHLI KOHLI after seeing Haris Rauf #INDvPAK #AsiaCup2025 pic.twitter.com/zL7cRbopQM
— Vinesh Prabhu (@vlp1994) September 21, 2025
ટી20 વર્લ્ડકપ 2022માં ભારતના વિરાટ કોહલીએ પાકિસ્તાનના મોંઢામાંથી મેચ છીનવી હતી. જ્યારે 8 બોલ પર 28 રનની ભારતને જરુર હતી. ત્યારે બોલિંગ હરિસ રૌફ કરી રહ્યો હતો અને વિરાટ કોહલી સ્ટ્રાઈક પર હતો. કોહલીએ સતત 2 બોલ પર 2 સિક્સ ફટકારી હતી. આ સિક્સ હારિસ રૌફ સપનામાં પણ નહી ભુલે, કોહલીએ 53 બોલ પર 82 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી.