પાકિસ્તાન પાસેથી છીનવાયો Asia Cup 2023, જય શાહની અધ્યક્ષતામાં ACCની બેઠકમાં લેવાયો નિર્ણય

પાકિસ્તા ક્રિકેટ બોર્ડના યજમાન પદે આગામી એશિયાલ કપ રમાનાર હતો. વનડે ફોર્મેટમાં રમાનાર આગામી ટૂર્નામેન્ટને લઈ સ્થળનો નિર્ણય હવે માર્ચ મહિનામાં કરવામાં આવશે.

પાકિસ્તાન પાસેથી છીનવાયો Asia Cup 2023,  જય શાહની અધ્યક્ષતામાં ACCની બેઠકમાં લેવાયો નિર્ણય
ACC to decide new venue in March
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 10:48 PM

એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક બહેરીનમાં યોજવામાં આવી હતી. જ્યાંથી હવે પાકિસ્તાન માટે નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હાથમાંથી એશિયા કપ 2023ની યજમાન પદની ભૂમિકા હાથમાંથી સરકી ગઈ છે. આ પહેલા જ BCCI એ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન પ્રવાસ ખેડવાને લઈ ના ભણી દેવામાં આવી હતી. ત્યારથી જ એશિયા કપના સ્થળને લઈ તટસ્થ સ્થળ માટે ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આ મામલે વિવાદાસ્પદ નિવેદનો કરવામાં આવી રહ્યા હતા. જોકે હવે ઈમર્જન્સી બેઠક ACC ની યોજવામાં આવી હતી અને જેમાં હવે વાત સ્પષ્ટ બની ચુકી છે.

ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ છે. જેમની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી. જેમાં મુખ્ય મુદ્દો એશિયા કપને લઈને હતો. આગામી એશિયા કપ વનડે ફોર્મેટમાં યોજવામાં આવનાર છે. જે આગામી વનડે વિશ્વકપ પહેલા મહત્વની ટૂર્નામેન્ટ માનવામાં આવી રહી છે.

માર્ચમાં નક્કી થશે સ્થળ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા પોતાની જ ધરતી પર ટૂર્નામેન્ટના આયોજનને લઈ વિવાદો સર્જવામાં આવ્યા હતા. બીસીસીઆઈ સામે પણ આક્ષેપો કરવા લાગ્યા હતા. જોકે ભારતીય ટીમને પાકિસ્તાન પ્રવાસે નહીં મોકલવા માટે બીસીસીઆઈએ પહેલાથી જ નિવેદન ગત વર્ષે કરી દીધુ હતુ. જે વાત પર બોર્ડ અડગ હતુ અને મામલો હવે ઈમર્જન્સી બેઠક પર પહોંચ્યો હતો.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

પીસીબીના અધ્યક્ષ નજમ શેઠી દ્વારા એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. જોકે હવે પાકિસ્તાનના હાથમાંથી એશિયા કપનુ યજમાન પદ સરકી ગયુ છે. હવે એશિયા કપ ટૂર્નામેન્ટ માટે વૈકલ્પિક સ્થળ અંગે આગામી માર્ચ મહિનામાં નિર્ણય કરવામાં આવશે. શેઠી આ માટે જય શાહ સાથે મુલાકાત યોજી હતી અને જેમાં વૈકલ્પિક સ્થળ પર જ પસંદગી ઉતારવામાં આવી હતી. હવે ટૂર્નામેન્ટ પાકિસ્તાનથી બહાર યુએઈ અને શારજાહમાં યોજાઈ શકે છે. જોકે આ નિર્ણય માટે હજુ એક મહિનો રાહ જોવી પડશે.

પાકિસ્તાને આ કારણ થી યજમાની ગુમાવી

ACCના એક આંતરિક સૂત્રએ જણાવ્યું હતું કે સેઠી તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બન્યા હતા અને જો તેઓ પહેલી જ બેઠકમાં પીછેહઠ કરે તો તેમના દેશમાં તેનું ખરાબ પ્રતિબિંબ પડત. પાકિસ્તાન હાલમાં આર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટનું આયોજન પીસીબી માટે ખોટનો સોદો સાબિત થશે, ભલે એસીસી તેના માટે અનુદાન આપે. તેથી, વ્યૂહાત્મક રીતે જો ટુર્નામેન્ટ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં યોજવામાં આવે છે, તો એવી સંભાવના છે કે તમામ સભ્ય દેશોને પ્રસારણની આવકમાંથી તેમનો હિસ્સો પણ મળે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">