Asia Cup 2022: ટીમ ઈન્ડિયાના વિજય અભિયાન બાદ પાકિસ્તાનમાં ફફડાટ, લાગી રહ્યો છે હારનો ડર

પાકિસ્તાન પ્રથમ મેચમાં ભારત સામે હારી ગયું હતું અને હવે શુક્રવારે હોંગકોંગ (Pakistan Vs Hong Kong) નો સામનો કરશે, જેણે ભારત સામેની પોતાની રમતથી સૌને પ્રભાવિત કર્યા છે.

Asia Cup 2022: ટીમ ઈન્ડિયાના વિજય અભિયાન બાદ પાકિસ્તાનમાં ફફડાટ, લાગી રહ્યો છે હારનો ડર
પાકિસ્તાને ભારત સામે હાર મેળવી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 7:25 PM

એશિયા કપ (Asia Cup 2022) માં ભારત સામે પાંચ વિકેટથી હારનો સામનો કરનાર પાકિસ્તાની ટીમની આગામી મેચ શુક્રવારે હોંગકોંગ સામે છે. પાકિસ્તાન (Pakistan Cricket Team) માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો અહીં કોઈ ભૂલ થશે તો તેને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડશે. એ વાત ચોક્કસ છે કે, હોંગકોંગ પર પાકિસ્તાનનો દબદબો છે, પરંતુ તેના ભૂતપૂર્વ કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હકે (Inzamam ul Haq) પોતાની ટીમને ચેતવણી આપી છે. ઈન્ઝમામે પાકિસ્તાની ટીવી ચેનલ પર વાત કરતા કહ્યું કે પાકિસ્તાને હોંગકોંગને બિલકુલ હળવાશથી ન લેવું જોઈએ.

પાકિસ્તાન હોંગકોંગથી ડરે છે!

ઈન્ઝમામ-ઉલ-હકે કહ્યું કે ટી-20 ફોર્મેટમાં કોઈપણ ટીમને હળવાશથી ન લેવી જોઈએ. ઈન્ઝમામની વાત 100% સાચી છે. હોંગકોંગને ટીમ ઈન્ડિયા સામે 40 રને હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેણે પોતાની રમતથી બધાને પ્રભાવિત કર્યા હતા. બાબર હયાતે સારી બેટિંગ કરી, જ્યારે આયુષ શુક્લા, એહસાન ખાને અદભૂત બોલિંગ કરી. શુક્રવારે રમાનારી મેચમાં જો હોંગકોંગ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરે છે તો પાકિસ્તાને તેને હાર માનવી પડી શકે છે.

પાકિસ્તાનને પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર માટે સલાહ

પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે પાકિસ્તાનને તેની પ્લેઈંગ ઈલેવન બદલવાની સલાહ આપી છે. તેણે કહ્યું કે હૈદર અલીને હોંગકોંગ સામેની મેચમાં તક મળવી જોઈએ. તેમજ પાકિસ્તાને ખુશદિલ શાહ અને આસિફ અલી પર જોખમ ઉઠાવવું જોઈએ. ઈન્ઝમામે કહ્યું કે પાકિસ્તાની ટીમ શોએબ મલિકને મિસ કરી રહી છે. પાકિસ્તાની ટીમમાં તેના જેવો કોઈ ખેલાડી નથી. ઈન્ઝમામે મોહમ્મદ અકરમ જુનિયરની ઈજા બાદ ટીમમાં સ્થાન મેળવનાર ઝડપી બોલર હસન અલીને તક આપવાની વાત પણ કરી હતી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ભારત સામે પાકિસ્તાનની બેટિંગ શોર્ટ બોલ સામે નબળી દેખાતી હતી. હોંગકોંગ આ જાણે છે અને શક્ય છે કે તે પાકિસ્તાનની આ નબળાઈ પર હુમલો કરે. પાકિસ્તાનનો મિડલ ઓર્ડર પણ ઘણો બિનઅનુભવી છે અને બોલિંગમાં શાહીન આફ્રિદીની ગેરહાજરીને કારણે બાબરની ટીમ પણ આ મોરચે નબળી છે. ભારતીય બોલરોએ પાકિસ્તાનની ટીમને ઓલ આઉટ કરી દીધુ હતુ. આમ હવે એ જ મુજબ હોંગ કોંગ પાકિસ્તાનને પરેશાન કરવા માટે દાવ અજમાવી શકે છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">