બુમરાહ બાદ એશિયા કપમાંથી બહાર વધુ એક ખેલાડી, હાથની આંગળીમાં થયુ ફેક્ચર

આ ખેલાડી 31 જુલાઈએ રમાયેલી બીજી T20 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે ઈજા બાદ તેને ટી-20 સિરીઝમાંથી ખસી જવું પડ્યું હતું, હવે સર્જરીથી રિકવરીમાં લાગેલા સમયને કારણે તેણે એશિયા કપમાંથી પણ બહાર થવું પડશે.

બુમરાહ બાદ એશિયા કપમાંથી બહાર વધુ એક ખેલાડી, હાથની આંગળીમાં થયુ ફેક્ચર
બુમરાહ બાદ એશિયા કપમાંથી બહાર વધુ એક ખેલાડીImage Credit source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 4:54 PM

ASIA CUP 2022 : ભારતના જસપ્રીત બુમરાહ  (Jasprit Bumrah)બાદ એશિયા કપ (ASIA CUP )માંથી બહાર થનાર ખેલાડીઓની યાદીમાં વધુ એક નામ નોંધાયું છે. આ નામ છે બાંગ્લાદેશના નુરુલ હસનનું. નુરુલ હસન (Nurul Hasan)ની આંગળીમાં ફ્રેક્ચર છે, જેની સર્જરી સોમવારે સિંગાપોરમાં કરવામાં આવી હતી. આ સર્જરી બાદ નુરુલ હસનને ઈજામાંથી સાજા થવામાં 4 સપ્તાહનો સમય લાગી શકે છે અને આ સ્થિતિમાં તે એશિયા કપનો ભાગ નહીં બની શકે. આ જ કારણ છે કે તેને આ ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું.

ભારતને આ ખરાબ સમાચાર મળ્યા

UAEમાં 27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં ભારત (Indian Cricket Team) પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે છે. આ મેચના 20 દિવસ પહેલા ભારતને આ ખરાબ સમાચાર મળ્યા છે. ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની હજુ સુધી પસંદગી કરવામાં આવી નથી, પરંતુ મળતી માહિતી અનુસાર, બુમરાહ પીઠની ઈજાથી પરેશાન છે, જેના કારણે પસંદગીકારોને ટેન્શન વધી ગયું છે.31 જુલાઈએ ઝિમ્બાબ્વે સામે રમાયેલી બીજી T20 દરમિયાન નુરુલ હસનને આ ઈજા થઈ હતી. તે ઈજા બાદ નુરુલ ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો, હવે તેને એશિયા કપમાંથી પણ બહાર થવું પડશે. ઈજાના કારણે બાંગ્લાદેશે હજુ સુધી પોતાની ટીમની જાહેરાત કરી નથી. કદાચ તે ગુરુવારે એશિયા કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી શકે છે.

બુમરાહ બાદ નુરુલ હસન એશિયા કપમાંથી બહાર

ભારતના જસપ્રિત બુમરાહ અને બાંગ્લાદેશના નુરુલ હસન એશિયા કપમાંથી બહાર થઈ જવાની વચ્ચે એક વસ્તુ સમાન છે. આ બંનેના એશિયા કપમાંથી બહાર હોવાના સમાચાર તેમના દેશની ટીમ સિલેક્શન પહેલા આવ્યા છે. વેલ, બુમરાહનું બહાર નીકળવું ટીમ ઈન્ડિયા માટે જેટલો મોટો આંચકો છે, તેટલો જ મોટો ફટકો નુરુલ હસનની ગેરહાજરીને કારણે બાંગ્લાદેશ માટે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

એશિયા કપનું શિડ્યુલ જાહેર

એશિયા કપની પ્રથમ મેચ 27 ઓગસ્ટે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ પછી 28 ઓગસ્ટ રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની ટીમ પણ ભાગ લેશે તેમજ ક્વોલિફાયર ટીમ પણ એશિયા કપમાં રમતી જોવા મળશે. ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં ભારત-પાકિસ્તાન અને ક્વોલિફાયર ટીમનો સમાવેશ થાય છે. બી ગ્રુપમાં શ્રીલંકા-અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">