Aisa Cup 2022: ભારત થી ભલે હાર્યા પણ ગર્લ ફ્રેન્ડનુ જીતી લીધુ દિલ, હોંગ કોંગના ખેલાડીએ ઘૂંટણભર બેસીને પ્રપોઝ કર્યુ-VIDEO

એશિયા કપ 2022 (Aisa Cup 2022) માં ભારતના હાથે હાર મળી છતાં હોંગકોંગના કિંચિત શાહ (Kinchit Shah) માટે બુધવારનો દિવસ ખાસ બની ગયો હતો

Aisa Cup 2022: ભારત થી ભલે હાર્યા પણ ગર્લ ફ્રેન્ડનુ જીતી લીધુ દિલ, હોંગ કોંગના ખેલાડીએ ઘૂંટણભર બેસીને પ્રપોઝ કર્યુ-VIDEO
Kinchit Shah એ ગર્લ ફ્રેન્ડને રીંગ પહેરાવતી તસ્વીર વાયરલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 9:19 AM

સતત બીજી વખત એશિયા કપ (Aisa Cup) રમી રહેલી હોંગકોંગની ટીમ (Hong Kong Criket Team) ને પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે (Indian Cricket Team) તેમને 40 રનથી હરાવીને સુપર 4માં જગ્યા બનાવી લીધી છે. હોંગકોંગ ભલે તેની મેચ હારી ગયું હોય પરંતુ રમત અને ક્રિકેટ પ્રત્યેના તેમના જુસ્સાએ ચાહકોના દિલ જીતી લીધા. ટીમના ખેલાડી કિંચિત શાહ (Kinchit Shah) માટે આ પ્રસંગ ખાસ બની ગયો હતો કારણ કે તેણે મેચ પછી ભરેલા મેદાન પર તેની ગર્લફ્રેન્ડ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

સ્ટેડિયમમાં ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું

કિંચિતની ગર્લફ્રેન્ડ પણ મેચ જોવા આવી હતી. કિંચિત મેચ પછી, તે તેની જર્સીમાં જ સ્ટેન્ડની વચ્ચે પહોંચ્યો હતો. સ્ટેન્ડમાં બેઠેલા લોકો સમજી શક્યા નહીં કે શું થઈ રહ્યું છે. સફેદ ડ્રેસ પહેરેલી યુવતી પાસે આવીને ઉભો રહી ગયો. જે તેની ગર્લફ્રેન્ડ હતી. હોંગકોંગનો આ ખેલાડી એક ઘૂંટણ ભર બેઠો કે તરત જ ચાહકો સમજી ગયા કે મામલો શું છે અને તાળીઓ પાડવા લાગ્યા. તેણે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું અને જવાબમાં હા સાંભળીને તેણે વીંટી પહેરાવી. કોમેન્ટ્રી કરી રહેલા ગૌતમ ગંભીર, જતીન સપ્રુ અને સંજય બાંગર પણ આ પ્રપોઝ થી ખૂબ જ ખુશ દેખાતા હતા.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

મુંબઈમાં જન્મ્યો હતો કિંચિત શાહ

આ મેચમાં કિંચિત શાહે પણ મહત્વની ઇનિંગ રમી હતી. તેણે 28 બોલમાં 30 રન બનાવ્યા જેમાં 2 ફોર અને 1 સિક્સ સામેલ હતી. હોંગકોંગ તરફથી બાબર હયાતે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. જોકે, આ રન ભારતીય ટીમના 192 રનના લક્ષ્યાંક માટે પૂરતા ન હતા. હોંગકોંગની ટીમનો 40 રને પરાજય થયો હતો. કિંચિતનો જન્મ મુંબઈમાં થયો હતો અને પછી તે હોંગકોંગમાં સ્થાયી થયો હતો. તેની ગર્લફ્રેન્ડ જોઈને જ વિદેશી લાગી રહી હતી.

ભારતીય ટીમે મેચ જીતી હતી

બેટિંગ માટે આમંત્રિત કર્યા બાદ ભારતે બે વિકેટે 192 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં હોંગકોંગની ટીમે આખી ઓવર રમીને પાંચ વિકેટના નુકસાને 152 રન બનાવ્યા હતા. પ્લેયર ઓફ ધ મેચ સૂર્યકુમાર અને કોહલીએ ત્રીજી વિકેટ માટે 98 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. આ બંનેમાં, સૂર્યકુમારે ખૂબ જ આક્રમક બેટિંગ કરી, તેણે 26 બોલમાં છ છગ્ગા અને એટલા જ ચોગ્ગા ફટકાર્યા. ટીમે છેલ્લી ત્રણ ઓવરમાં 54 રન ઉમેર્યા હતા. હોંગકોંગ માટે આ વિશાળ લક્ષ્ય સુધી પહોંચવું અશક્ય હતું, પરંતુ તેના બેટ્સમેનોએ જોરદાર જુસ્સો બતાવ્યો અને માત્ર પાંચ વિકેટ ગુમાવી દીધી. ટીમે છેલ્લી બે ઓવરમાં 33 રન ઉમેર્યા હતા. ભારત માટે અવેશ ખાન સૌથી મોંઘો સાબિત થયો, જેણે ચાર ઓવરમાં 53 રન આપીને એક વિકેટ લીધી. અર્શદીપ સિંહે પણ ચાર ઓવરમાં 44 રન આપ્યા અને એક વિકેટ લીધી.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">