Asia Cup 2022: ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે મોટુ પરિવર્તન, આ ખેલાડીના સ્થાન પર ખતરો

એશિયા કપ (Asia Cup 2022) માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. એવા અહેવાલો છે કે સ્ટેન્ડબાય પર રાખવામાં આવેલા દીપક ચહર (Deepak Chahar) ને ટીમમાં જગ્યા મળી શકે છે.

Asia Cup 2022: ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે મોટુ પરિવર્તન, આ ખેલાડીના સ્થાન પર ખતરો
Deepak Chahar ને મળી શકે છે તક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2022 | 3:45 PM

એશિયા કપ 2022 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારત (Indian Cricket Team) ની આ ટીમમાં જસપ્રિત બુમરાહ, હર્ષલ પટેલ જેવા કોઈ બોલર નથી કારણ કે બંને ઈજાગ્રસ્ત છે. સારી વાત એ છે કે કેએલ રાહુલ પાછો ફર્યો છે અને આરામ બાદ વિરાટ કોહલી પણ ટીમ સાથે જોડાયો છે. જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીમ ઈન્ડિયામાં હજુ પણ ફેરફાર થઈ શકે છે. માનવામાં આવે છે કે સ્ટેન્ડબાય પર રાખવામાં આવેલા દીપક ચહર (Deepak Chahar) ને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી શકે છે. આ બધું કેવી રીતે થશે? ઈજાના કારણે 6 મહિના સુધી ક્રિકેટ ન રમી શકનાર દીપક ચહર હવે એશિયા કપ (Asia Cup 2022) કેવી રીતે રમશે?

શું દીપક ચહર એશિયા કપ રમશે?

દીપક ચહરને ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણી માટે ટીમમાં જગ્યા મળી છે. જો કે એવા અહેવાલો છે કે આ ખેલાડી હજુ પણ એશિયા કપની ટીમમાં જગ્યા મેળવી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, જો દીપક ચહર ઝિમ્બાબ્વે પ્રવાસમાં સારું પ્રદર્શન કરશે તો આ ખેલાડી એશિયા કપમાં પણ રમી શકે છે. હાલમાં આ ખેલાડીને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે પરંતુ જો ઝિમ્બાબ્વેમાં સારું પુનરાગમન થશે તો અવેશ ખાનના સ્થાને દીપકને ટીમમાં રાખવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે પાવરપ્લેમાં સારી બોલિંગ કરવા સિવાય દીપક ચહર સારી બેટિંગ પણ કરે છે. જેનો ફાયદો ટીમ ઈન્ડિયાને થઈ શકે છે.

બુમરાહની ગેરહાજરીમાં ચહર સારો વિકલ્પ હશે

જસપ્રીત બુમરાહ એશિયા કપમાં ન રમી રહ્યો હોવાથી જો દીપક ચહર ભારતીય ટીમમાં રહેશે તો તે તેને મજબૂત બનાવશે. પસંદગી સમિતિના એક સભ્યએ અહેવાલમાં જણાવ્યું હતું કે, એ વાત બિલકુલ સાચી છે કે દીપક ચહર ઇજામાંથી પરત ફરી રહ્યો હોવાથી તેની સીધી એશિયા કપ માટે પસંદગી થઇ શકી ન હતી. અમારી પાસે ટુર્નામેન્ટ પહેલા ફેરફાર કરવાનો વિકલ્પ પણ છે. દીપકને ઝિમ્બાબ્વેમાં તક મળશે. જો તેણે સારું કર્યું અને તે સૂરમાં દેખાય, તો અમે ચોક્કસપણે તેના વિશે વિચારીશું.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સારી વાત એ છે કે દીપક ચહર હવે સંપૂર્ણ રીતે ફિટ છે. તાજેતરમાં દીપક ચહરે કહ્યું હતું કે તે ફિટ છે. જો તે ઇચ્છતો હોત તો 2-3 અઠવાડિયા પહેલા પુનરાગમન કરી શક્યો હોત અને વેસ્ટ ઇન્ડિઝ સામે પણ રમી શક્યો હોત પરંતુ તેણે તેની ફિટનેસને 110 ટકા સુધી સુધારવાનું વિચાર્યું હતું અને હવે તે તૈયાર છે. તમને જણાવી દઈએ કે દીપક ચહરે અત્યાર સુધી 20 T20 મેચમાં 26 વિકેટ લીધી છે. 8મા નંબર પર તેની બેટિંગમાં પણ ગુણવત્તા છે.

એશિયા કપ માટેની ભારતીય ટીમ

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને અવેશ ખાન,

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">