Ashes Series: ઓસ્ટ્રેલિયામાં એશિઝ જંગની હલચલ શરુ, જો રુટ, બેન સ્ટોક્સ સહિતના ખેલાડીઓ બ્રિસબેન પહોંચતા જ તસ્વીરો Viral

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા (England vs Australia) વચ્ચે એશિઝ શ્રેણી (Ashes Series) ની પ્રથમ ટેસ્ટ 8 ડિસેમ્બરથી રમાશે. ઈંગ્લેન્ડ માટે ઓસ્ટ્રેલિયાની ધરતી પર આ એશિઝની લડાઈ મહત્વપૂર્ણ છે.

Ashes Series: ઓસ્ટ્રેલિયામાં એશિઝ જંગની હલચલ શરુ, જો રુટ, બેન સ્ટોક્સ સહિતના ખેલાડીઓ બ્રિસબેન પહોંચતા જ તસ્વીરો Viral
Joe Root
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 9:57 AM

એશિઝ શ્રેણી (Ashes Series) શરૂ થવામાં હજુ એક મહિનો બાકી છે. પરંતુ આ અંગે હલચલ મચી છે. ઈંગ્લેન્ડ (England) ના ટેસ્ટ નિષ્ણાત ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં એકઠા થવા લાગ્યા છે. આ તમામ ખેલાડીઓ શનિવારે વહેલી સવારે બ્રિસબેન પહોંચી ગયા હતા. ઈંગ્લેન્ડ પહોંચેલા ખેલાડીઓમાં કેપ્ટન જો રૂટ (Joe Root), ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) જેવા દિગ્ગજ ખેલાડીઓ સામેલ હતા.

મતલબ જે ખેલાડીઓ હાલમાં UAEમાં T20 વર્લ્ડ કપ (T20 World Cup) રમી રહેલી ઈંગ્લેન્ડની ટીમનો હિસ્સો છે, તેમના સિવાય તમામ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા (Australia) પહોંચી ગયા છે. આંગળીની ઈજામાંથી સાજા થયા બાદ બેન સ્ટોક્સને છેલ્લી ઘડીએ એશિઝ માટેની ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

બ્રિસ્બેન પહોંચેલી ઈંગ્લેન્ડની ટીમે ફાઈવ સ્ટાર રિસોર્ટમાં 3 દિવસ આકરા ક્વોરેન્ટાઈનમાં વિતાવવા પડશે. આ પછી, તે મેટ્રિકોન સ્ટેડિયમમાં તેની પ્રેક્ટિસ શરૂ કરશે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 8 ડિસેમ્બરથી રમાશે. ઈંગ્લેન્ડ માટે ઓસ્ટ્રેલિયાની ધરતી પર આ એશિઝની લડાઈ મહત્વપૂર્ણ છે. તેમના માટે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી છેલ્લી 2 એશિઝ ઘણી ખરાબ રહી હતી. તે તેમાં રમાયેલી 10 ટેસ્ટમાંથી એક પણ જીતવામાં નિષ્ફળ રહ્યો હતો.

ભારતના અંદાજથી ઓસ્ટ્રેલિયાને હરાવવાના મૂડમાં રૂટ

જો કે આ વખતે જો રૂટ ઓસ્ટ્રેલિયાને ભારતની સ્ટાઈલમાં હરાવવા મક્કમ છે. બ્રિસ્બેન રવાના થતા પહેલા તેણે કહ્યું હતું કે જે રીતે ટીમ ઈન્ડિયા એડિલેડમાં 36 રનમાં પડી ગયા બાદ સીરિઝ 2-1થી જીતવામાં સફળ રહી. તેવી જ રીતે તેની ટીમ ઓસ્ટ્રેલિયાને પણ હરાવશે.

ભારતીય ફોર્મ્યુલાને અનુસરશે

રૂટે કહ્યું હતું કે, ભારતે ઓસ્ટ્રેલિયાના ઘરમાં જે કર્યું, અમે તેનાથી પ્રેરિત થઈશું. અમે પણ એ જ આત્મવિશ્વાસ સાથે ઉતરીશું. જેમ ભારત પોતાની તાકાતથી રમ્યું અને તેના કદમને ડગમગવા ન દીધા, અમે ઓસ્ટ્રેલિયામાં પણ એ જ હિંમત બતાવીશું.

સ્ટોક્સ ઓસ્ટ્રેલિયા માટે તૈયાર છે

ઈંગ્લેન્ડ માટે પ્લસ પોઈન્ટ એ છે કે બેન સ્ટોક્સ ફિટ છે. તેણે આંગળીની ઈજામાંથી સાજા થતા બ્રિસ્બેન પહોંચતા પહેલા ઘરે પ્રેક્ટિસ પણ કરી હતી. જે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યા બાદ જરૂરી હતી. તેણે તેની પ્રેક્ટિસમાં બોલિંગ અને બેટિંગ બંને પર ધ્યાન આપ્યું. સ્ટોક્સે તેની તૈયારીઓનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: સ્કોટલેન્ડને રગદોળી ભારતની સેમિફાઇનલની આશા જીવંત, 8 વિકેટે ટીમ ઇન્ડિયાની શાનદાર જીત

આ પણ વાંચોઃ T20 World Cup 2021: ટીમ ઇન્ડિયાના નસિબનો ફેંસલો શનિવારે થશે, જીત બાદ સમિફાઇનલની આવી છે ફોર્મ્યૂલા

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">