Krunal Pandya સાથે ઘર્ષણને લઈ આ ઓલરાઉન્ડરે છોડી દીધી ક્રિકેટ ટીમ, ઈરફાન પઠાણે ઠાલવ્યો રોષ

હાલમાં કૃણાલ પંડ્યા (Krunal Pandya) ભારતીય ટીમ સાથે શ્રીલંકા પ્રવાસે (Sri Lanka Tour) છે. જ્યાં તે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી વન ડે અને T20 શ્રેણી માટે હિસ્સો લઈ રહ્યો છે. આ દરમ્યાન જ હવે જૂના વિવાદે ફરી ચર્ચા જગાવી છે.

Krunal Pandya સાથે ઘર્ષણને લઈ આ ઓલરાઉન્ડરે છોડી દીધી ક્રિકેટ ટીમ, ઈરફાન પઠાણે ઠાલવ્યો રોષ
Krunal Pandya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 5:10 PM

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે 18 જૂલાઈથી વન ડે શ્રેણી રમાનારી છે. જ્યારે આગામી સપ્ટેમ્બર મહિનાથી ઘરેલુ ક્રિકેટની શરુઆત થનારી છે. આ પહેલા જ વડોદરા ક્રિકેટ ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા (Krunal Pandya) સાથે ઘર્ષણને લઈ એક ખેલાડીએ ટીમ છોડી દીધી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઓલરાઉન્ડર દિપક હુડ્ડા (Deepak Hooda) ઘરેલુ ક્રિકેટમાં ટીમ બરોડા (Baroda Cricket Team) સાથે જોડાયેલો હતો. આ વર્ષે કેપ્ટન પંડ્યા સાથે થયેલા ઘર્ષણને લઈને દિપક બાયોબબલ છોડીને ચાલ્યો ગયો હતો. જેને લઈ બરોડા ક્રિકેટ એસોસિએશને (BCA) તેને સસ્પેન્ડ કરી દીધો હતો.

26 વર્ષીય આક્રમક બેટ્સમેન અને સ્પિનર દિપક હુડ્ડા 2013થી બરોડા ટીમનો હિસ્સો રહ્યો હતો. તે 2021ની શરુઆતમાં જ વિવાદોમાં આવ્યો હતો. ટીમ બરોડાના કેપ્ટન અને ભારતીય ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા સાથે ટીમ કેમ્પમાં ઝઘડો થઈ ગયો હતો. જાન્યુઆરીમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટૂર્નામેન્ટ શરુ થવા પહેલા પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો.

ઓલરાઉન્ડર દિપક હુડ્ડાએ બાદમાં આરોપ લગાવ્યો હતો કે કૃણાલ પંડ્યાએ તેની સાથે ગેરવર્તૂણક કરી હતી. સાથે જ તેણે ગંદી ગાળો આપી હતી. જેને લઈને તેણે ટૂર્નામેન્ટ છોડી દઈને તે ઘરે પરત ફરી ગયો હતો. ત્યારબાદ બરોડા ક્રિકેટ એસોશિએશને તેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો.

હવે રાજસ્થાન માટે રમશે

વિવાદો બાદ હવે દિપક હુડ્ડાએ ટીમ બરોડાથી છુટા થવાનો નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટસ મુજબ હુડ્ડાને બીસીએ તરફથી એનઓસી મળી ચુકી છે. હુડ્ડાએ કહ્યું હતુ કે આ તેના માટે દુ:ખદ છે. કારણ કે અત્યાર સુધી તેને કરિયરમાં આ ટીમ માટે જ રમત રમી છે.

તેણે કહ્યુ કે, કોચ અને પોતાના શુભચિંતકો સાથે વાતચીત કરી હતી અને તેમને આ જ યોગ્ય નિર્ણય લાગ્યો હતો. તે હવે આ ટીમને છોડીને રાજસ્થાન તરફ જઈ રહ્યો છે. જ્યાંથી તે આ સિઝનમાં રણજી ટ્રોફી, સૈયદ મુશ્તાકઅલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં પોતાનું સ્થાન બનાવવા માટે કોશીષ કરશે.

ઈરફાન પઠાણે ઠાલવ્યો રોષ

દિપક હુડ્ડાના બરોડા ટીમને છોડવાના નિર્ણયને લઈને ઈરફાન પઠાણમાં (Irfan Pathan) રોષ જોવા મળ્યો હતો. ઈરફાન પઠાણ પણ ટીમ બરોડા તરફથી રમી ચુક્યો છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે આગળના 10 વર્ષ સુધી હુડ્ડા ટીમ માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકતો હતો.

પઠાણે લખ્યુ, કેટલા ક્રિકેટ એસોશિએશન આવા ખેલાડીઓને છોડશે, જે ભારતીય ટીમના સંભવિતોની યાદીમાં હોય. દિપક હુડ્ડાનું બરોડા ક્રિકેટને છોડવુ મોટુ નુકશાન છે. તે હજુ યુવાન છે અને તે આસાનીથી આગળના 10 વર્ષ સુધી પોતાની સેવાઓ આપી શક્યો હોત. બરોડાના હોવાના નાતે, આ ખૂબ જ ખરાબ છે.

હુડ્ડાએ 2013માં T20 ટૂર્નામેન્ટથી બરોડા માટે ડેબ્યુ કર્યુ હતુ. 2014માં તેને આ ટીમ માટે રણજી ટ્રોફીમાં પોતાની કરિયર શરુ કરી હતી. ત્યારબાદથી તે ટીમનો હિસ્સો રહ્યો હતો. તેણે બરોડા માટે 46 ફર્સ્ટ ક્લાસ મેચમાં અત્યાર સુધીમાં 42થી વધુની સરેરાશથી 2,908 રન બનાવ્યા છે. જેમાં 9 શતક સામેલ છે. જ્યારે 68 વન ડે મેચમાં 3 શતકની મદદથી 2 હજાર કરતા વધુ રન બનાવ્યા છે. હુડ્ડા આઈપીએલમાં પંજાબ કિંગ્સનો હિસ્સો છે.

આ પણ વાંચોઃ IND vs SL: શ્રીલંકા સામે શ્રેણીની શરુઆત પહેલા કેપ્ટન શિખર ધવને દિલ ખોલ્યુ, કહી હ્રદયસ્પર્શી વાતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">