ICC Rankings: હાર્દિક પંડ્યાનો વધુ એક ધડાકો, T20માં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર રેન્કિંગ મેળવ્યુ

ICC T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં તે 8 સ્થાનથી આગળ જઈ 5માં નંબરે છે. એશિયા કપની પ્રથમ મેચમાં હાર્દિકે તેની શાનદાર બોલિંગ અને બેટિંગના દમ પર ભારતને જીત અપાવી હતી.

ICC Rankings: હાર્દિક પંડ્યાનો વધુ એક ધડાકો, T20માં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર રેન્કિંગ મેળવ્યુ
હાર્દિક પંડ્યાનો વધુ એક ધડાકો, T20માં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર રેન્કિંગ મેળવીImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 11:45 AM

ICC Rankings: દર અઠવાડિયે આવતા રેન્કિંગની જાહેરાત ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને કરી છે. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Indian all-rounder Hardik Pandya)એ તાજેતરની જાહેર કરેલી રેન્કિંગમાં જબરદસ્ત છલાંગ લગાવી .જેમાં હાર્દિક (Hardik Pandya ) ટી20 ઓલરાઉન્ડરોની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે. આ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર રેન્કિંગ ( t20 ranking ) છે. ગયા અઠવાડિયે હાર્દિક આ યાદીમાં 13મા ક્રમે હતો અને હવે તે 8 સ્થાન સુધરીને 5મા સ્થાને પહોંચ્યો છે. પાકિસ્તાન સામેના પ્રદર્શન બાદ તેને 24 પોઈન્ટનો ફાયદો થયો છે. 143 પોઈન્ટથી તે સીધા 167 પોઈન્ટ પર પહોંચી ગયો છે.

 ભારતના હાર્દિક પંડ્યાએ પાંચમું સ્થાન મેળવ્યું

આ યાદીમાં અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબી 257 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન 245 પોઈન્ટ સાથે T20 ઓલરાઉન્ડરોની યાદીમાં બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડનો મોઈન અલી 221 પોઈન્ટ સાથે ત્રીજા જ્યારે ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ 183 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. ભારતના હાર્દિક પંડ્યાએ પાંચમું સ્થાન મેળવ્યું છે.હાર્દિક પંડ્યાએ એશિયા કપમાં પાકિસ્તાન સામે બોલિંગ કરતી વખતે ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બેટિંગમાં અણનમ 33 રન બનાવીને ભારતને જીત અપાવી હતી. 4 ઓવરમાં હાર્દિકે 25 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, જેમાં ઓપનર મોહમ્મદ રિઝવાનની મહત્વની વિકેટ સામેલ હતી, જેણે 43 રન બનાવ્યા હતા.

ભારતે પાકિસ્તાન બાદ હોંગકોંગ સામે પણ મેળવ્યો વિજય

ભારતીય ટીમે (Indian Cricket Team) એશિયા કપ 2022માં વિજય અભિયાન ચાલુ રાખ્યુ છે. પહેલા પાકિસ્તાન અને હવે હોંગકોંગને પરાજય આપ્યો છે. આમ બંને શરુઆતની બંને મેચ જીતીને ભારતે સુપર-4 માં સ્થાન મેળવી લીધુ છે. વિરાટ કોહલી (Virat Kohli) અને સૂર્ય કુમાર યાદવે (Suryakumar Yadav) મેચમાં જબરદસ્ત બેટીંગ ઈનીંગ રમી હતી. બંનેએ અણનમ અડધી સદી નોંધાવી હતી. ભારતીય ટીમે બંનેની બેટીંગ વડે વિશાળ સ્કોર હોંગ કોંગ સામે ખડક્યો હતો. જવાબમાં ધીમી રમત હોંગકોંગે રમીને વિશાળ સ્કોરનો પિછો કર્યો હતો, જોકે ભારતીય બોલરો સામે તેઓએ મક્કમતાથી બેટીંગ કરીને ક્રિઝ પર ટકી રહેવા માટે પ્રયાસ કર્યો હતો. બાબર લડાયક રમત રમી હતી. ભારતે 40 રનથી હોંગ કોંગને હાર આપી હતી. 193 રનના લક્ષ્યાંકના જવાબમાં હોંગકોંગે 5 વિકેટે 152 રન બનાવ્યા હતા.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">