IND vs SA: આફ્રિકાને માત્ર 55માં ઓલઆઉટ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ બનાવ્યો શરમજનક રેકોર્ડ
દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ ઈનિંગમાં કોઈ રન ઉમેર્યા વિના છેલ્લી 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પહેલા તેણે માત્ર 55ના સ્કોર પર સાઉથ આફ્રિકાને ઓલઆઉટ કર્યું હતું. કેપટાઉન ટેસ્ટના પ્રથમ દિવસે કુલ 23 વિકેટ પડી હતી.

દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં જ્યારે બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ ત્યારે ટીમ ઈન્ડિયાના ચાહકોને આશા હતી કે કદાચ આજે કોઈ ચમત્કાર થશે અને એવું જ થયું. મોહમ્મદ સિરાજ સહિત ભારતીય બોલરોના તરખાટ સામે આફ્રિકન બેટ્સમેનોએ જાણે હાર જ સ્વીકારી લીધી અને આખી ટીમ માત્ર 55 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ, જોકે ત્યારબાદ ભારતીય ટીમ સાથે જે થયું તેની કોઈને અપેક્ષા ન હતી.
દક્ષિણ આફ્રિકા 55 રને આઉટ થયું
ભારતીય ટીમે શરૂઆતથી જ દક્ષિણ આફ્રિકાને આંચકા આપવાનું શરૂ કરી દીધું હતું. મોહમ્મદ સિરાજે જે રીતે સ્પેલ શરૂ કર્યો, બેટ્સમેનો ઘૂંટણિયે પડી ગયા. દક્ષિણ આફ્રિકાના દાવમાં ચોથી ઓવરથી શરૂ થયેલી વિકેટ પડવાની પ્રક્રિયા છેલ્લી વિકેટ સુધી ચાલુ રહી, માત્ર 23 ઓવરમાં દક્ષિણ આફ્રિકાનો દાવ 55ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયો. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 6, મુકેશ કુમારે 2 અને જસપ્રીત બુમરાહે 2 વિકેટ ઝડપી હતી.
ભારત વિરૂદ્ધ કોઈપણ ટીમનો સૌથી નાનો સ્કોર
સેન્ચુરિયન જેવા મેદાન પર દક્ષિણ આફ્રિકાની આટલી ખરાબ સ્થિતિ ક્યારેય ન હતી. ભારત વિરૂદ્ધ કોઈપણ ટીમનો આ સૌથી નાનો સ્કોર હતો. આફ્રિકા માટે આ મેદાન કોઈ કિલ્લાથી ઓછો નથી, પરંતુ તેમણે ભાગ્યે જ વિચાર્યું હશે કે આ મેદાન પર તેમની સ્થિતિ આટલી ખરાબ થશે.
દક્ષિણ આફ્રિકા- 55/10, 62/3
ટીમ ઈન્ડિયા- 153/10
ભારતીય ટીમે પણ શરમજનક રેકોર્ડ બનાવ્યો
સાઉથ આફ્રિકાને 55 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ અજાયબી બતાવી, કેપ્ટન રોહિત શર્માએ પણ ટીમને ઝડપી શરૂઆત અપાવી. પરંતુ આ સારી ક્ષણ ટીમ સાથે થોડો સમય જ રહી, ટીમ ઈન્ડિયાએ 153ના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી. એટલે કે સાઉથ આફ્રિકા પાસે 98 રનની લીડ હતી, પરંતુ આ પછી જે બન્યું તે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પણ ક્યારેય થઈ શક્યું નથી.
153ના સ્કોર પર ટીમ ઈન્ડિયાએ છ વિકેટ ગુમાવી
153ના સ્કોર પર ટીમ ઈન્ડિયાની પાંચમી વિકેટ પડતાની સાથે જ ટીમ ઈન્ડિયા એક રનથી પણ આગળ વધી શકી ન હતી અને આખી ટીમ 153ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. એટલે કે, ટીમની 6 વિકેટ એક પણ રન ઉમેર્યા વિના પડી ગઈ, ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલાં ક્યારેય એવું બન્યું નથી કે જ્યારે કોઈ ટીમ સ્કોર બોર્ડ પર એક પણ રન ન ઉમેરે અને 6 વિકેટ પડી હોય.
આ રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ-
1-17, યશસ્વી જયસ્વાલ 2.1 ઓવર 2-72, રોહિત શર્મા 14.2 ઓવર 3-105, શુભમન ગિલ 20.6 ઓવર 4-110, શ્રેયસ અય્યર 22.2 ઓવર 5-153, કેએલ રાહુલ 33.1 ઓવર 6-153, રવીન્દ્ર જાડેજા 33.3 ઓવર 7-153, જસપ્રીત બુમરાહ 33.5 ઓવર 8-153, વિરાટ કોહલી 34.2 ઓવર 9-153, મોહમ્મદ સિરાજ 34.4 ઓવર 10-153, પ્રસિદ્ધ કૃષ્ણા 34.5 ઓવર
આ પણ વાંચો : 122 વર્ષ પછી ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચમાં બની આ ઘટના, ફેન્સ થઈ ગયા હેરાન
