T20 World Cup 2021: આફ્રિકન સ્ટાર બોલરે કહ્યુ, ટીમ ઇન્ડિયા એ પાંચ પ્રકારના બોલ ફેંકનારા બોલરને કેમ બહાર રાખી દીધો?

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમની ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) ટીમ પર સવાલો ઉઠી રહ્યા છે.

T20 World Cup 2021: આફ્રિકન સ્ટાર બોલરે કહ્યુ, ટીમ ઇન્ડિયા એ પાંચ પ્રકારના બોલ ફેંકનારા બોલરને કેમ બહાર રાખી દીધો?
India Cricket team Practice Session
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 9:00 AM

દક્ષિણ આફ્રિકાના અનુભવી સ્પિનર ​​ઇમરાન તાહિરે (Imran Tahir) T20 વર્લ્ડ કપ 2021ની ટીમમાંથી યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ને બાકાત રાખવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ઈમરાન તાહિરે કહ્યું કે, આ લેગ સ્પિનર ​​પોતાની બોલિંગથી થોડીવારમાં જ મેચનુ પાસુ પલટી શકે છે. સતત બે હાર સાથે T20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માં વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાની હેઠળની ટીમનું અભિયાન સારું રહ્યું નથી અને આ માટે ટીમની પસંદગી પર આંગળીઓ ઉઠાવવામાં આવી રહી છે. જેમાં ચહલને પસંદ ન કરવાની બાબત પણ સામેલ છે.

તાહિરે વર્ચ્યુઅલ મીડિયા વાતચીતમાં કહ્યું, ચહલ એક શાનદાર બોલર છે. હું અંગત રીતે તેને T20 વર્લ્ડ કપમાં જોવા માંગતો હતો. પરંતુ કમનસીબે તેને પસંદ કરવામાં આવ્યો ન હતો. માત્ર ગુગલિંગ કે લેગ બ્રેક જ નહીં, તે ટોપ સ્પિનર, ફ્લિપર અને સ્લાઈડર પણ કરે છે. લેગ સ્પિનરો મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. બેટ્સમેન હવે 10 વર્ષ પહેલા જે રીતે રમતા હતા તે રીતે રમી શકતા નથી. આનો શ્રેય તમામ સ્પિનરો અને ફિલ્ડિંગની સજાવટને જાય છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

લેગ સ્પિનરો જીત નક્કી કરે છે-ઈમરાન તાહિર

ન્યુઝીલેન્ડના લેગ સ્પિનર ​​ઈશ સોઢીએ રવિવારે ભારત સામે 17 રન આપીને રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિકેટ લીધી હતી. જેના માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તાહિરે કહ્યું, ભૂતકાળમાં અને લીગ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા માટે લેગ-સ્પિનર ​​તરીકે રમ્યા બાદ, હું માનું છું કે લેગ-સ્પિનર ​​2-3 વિકેટ વહેલી તકે મેળવીને મેચનુ પાસુ પલટી શકે છે.

ચહલ કરતાં રાહુલ ચાહરને પસંદ કરાયો હતો

લેગ સ્પિનર ​​રાહુલ ચાહરને યુઝવેન્દ્ર ચહલ ના સ્થાને પસંદગી આપવામાં આવી હતી. પરંતુ તેને પણ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે રમવાની તક મળી ન હતી. આ ટીમમાં સારું પ્રદર્શન કરનાર દરેક ટીમ લેગ સ્પિનર ​​સાથે મેદાનમાં ઉતરી રહી છે. પરંતુ ટીમ ઈન્ડિયાએ બંને મેચમાં લેગ સ્પિનરને બહાર કર્યા હતા. પાકિસ્તાન પાસે શાદાબ ખાન છે જે સારું પ્રદર્શન કરી રહ્યો છે. શ્રીલંકા પાસે વાનેન્દુ હસરંગા છે, ઈંગ્લેન્ડ પાસે આદિલ રાશિદ છે.

રાશિદ ખાન અફઘાનિસ્તાન માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે. T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ લેગ સ્પિનર ​​પર ઘણું ધ્યાન આપી રહી હતી. પરંતુ ટૂર્નામેન્ટ શરૂ થતાની સાથે જ તેની રણનીતિ અચાનક બદલાઈ ગઈ અને ટીમ હવે તેનો ફટકો સહન કરી રહી છે.

આ પણ વાંચોઃ T20 World Cup: વિરાટ કોહલીએ જેના પર ભરોસો ના મૂક્યો એ ખેલાડી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપી નંબર-1 બન્યો

આ પણ વાંચોઃ IPL 2022: મહેન્દ્રસિંહ ધોની નથી ઇચ્છતો કે ચેન્નાઇ સુપર કિંગ્સ તેને રિટેઇન કરે, કહ્યુ હતુ મારી પર પૈસા બરબાદ ના કરો

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">