AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG T20 સિરીઝને લઈ મોટી અપડેટ, હાર્દિક-સૂર્યા બાદ આ ખેલાડીઓ પણ સીરિઝમાંથી બહાર

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 11 જાન્યુઆરીથી ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ T20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ આંગળીમાં ઈજાના કારણે અફઘાનિસ્તાન સામેની શ્રેણીનો ભાગ નહીં હોય.

IND vs AFG T20 સિરીઝને લઈ મોટી અપડેટ, હાર્દિક-સૂર્યા બાદ આ ખેલાડીઓ પણ સીરિઝમાંથી બહાર
જો જોવામાં આવે તો આ વર્ષે જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા આ મેચ ભારતની છેલ્લી મેચ છે. આ પછી ટીમ ઈન્ડિયા કોઈ ટી-20 સિરીઝ નહીં રમે. તેથી, આ મેચ પર ઘણું નિર્ભર છે અને આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ આ મેચમાં કેટલાક પ્રયોગો કરી શકે છે.
| Updated on: Jan 07, 2024 | 7:36 PM
Share

દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ખતમ થયા બાદ ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે ટી-20 શ્રેણી રમવાની છે. આ T20 સિરીઝ પહેલા ભારતીય ટીમ માટે ચિંતાનું કારણ ખેલાડીઓની ઇજાઓ છે. મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે આ શ્રેણીમાં પસંદગી માટે પહેલાથી જ ઉપલબ્ધ નહોતા.

આ સ્ટાર ખેલાડી પણ બહાર છે

હવે ભારતીય ટીમને વધુ એક આંચકો લાગ્યો છે. એક અહેવાલ મુજબ સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ પણ ઈજાના કારણે અફઘાનિસ્તાન સામેની સીરીઝમાં નહીં રમે. આ ઉપરાંત તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની શરૂઆતની મેચોમાંથી પણ બહાર રહે તેવી શક્યતા છે.

બીજી વનડે દરમિયાન આંગળીમાં થઈ હતી ઈજા

રુતુરાજને 19 ડિસેમ્બરે પોર્ટ એલિઝાબેથમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે દરમિયાન આંગળીમાં ઈજા થઈ હતી. તે આ ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શક્યો નથી. રુતુરાજ ગાયકવાડ ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી પણ બહાર હતો.

તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન સામેની T20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત રવિવાર (7 જાન્યુઆરી)ની મોડી સાંજ સુધીમાં થઈ શકે છે. ટીમ સિલેક્શન માટે અજીત અગરકરના નેતૃત્વમાં પસંદગીકારોની એક બેઠક મુંબઈમાં યોજાવાની છે, જેમાં BCCI સેક્રેટરી જય શાહ પણ હાજર રહી શકે છે. આ T20 સિરીઝને લઈને ચાહકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે ભારતીય ટીમની કેપ્ટનશીપ કોણ કરશે.

વિરાટ કોહલીએ એક વર્ષથી કોઈ ટી-20 મેચ રમી નથી

હાર્દિક-સૂર્યાની બહાર થયા બાદ હવે રોહિત શર્માને આ T20 સિરીઝ માટે કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ વિરાટ કોહલી પણ T20 ટીમમાં વાપસી કરી શકે છે. કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ BCCIને જાણ કરી છે કે તેઓ T20માં રમવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે રોહિત ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો ઓફિશિયલ કેપ્ટન છે, એ અલગ વાત છે કે તેણે અને વિરાટ કોહલીએ એક વર્ષથી કોઈ ટી-20 મેચ રમી નથી.

મોહાલીમાં રમાશે અફઘાનિસ્તાન સામેની પ્રથમ મેચ

  • પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે.
  • બંને ટીમો વચ્ચે બીજી T20 મેચ 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે.
  • બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ T20 શ્રેણીની છેલ્લી મેચની યજમાની કરશે.

ભારત અફઘાનિસ્તાન સીરિઝનું શેડ્યૂલ

  • પહેલી T20: 11 જાન્યુઆરી, મોહાલી, સાંજે 7 વાગ્યાથી
  • બીજી T20: 14 જાન્યુઆરી, ઈન્દોર, સાંજે 7 વાગ્યાથી
  • ત્રીજી T20: 17 જાન્યુઆરી, બેંગલુરુ, સાંજે 7 વાગ્યાથી

g clip-path="url(#clip0_868_265)">