AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટેક્સી ડ્રાઈવર બન્યો ઓસ્ટ્રેલિયાની તબાહીનું કારણ, જાણો આ પાકિસ્તાની ક્રિકેટરની કહાની

જમાલે લગભગ 6 વર્ષ પહેલા ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. 2014માં પાકિસ્તાનની અંડર 19 ટીમ તરફથી ડેબ્યૂ કર્યા બાદ તેણે ક્રિકેટર બનવાનું સ્વપ્ન છોડવુ પડયુ. પરિવાર માટે તેણે ઓસ્ટ્રેલિયામાં ટેક્સી ડ્રાઈવરની નોકરી કરવી પડી.

ટેક્સી ડ્રાઈવર બન્યો ઓસ્ટ્રેલિયાની તબાહીનું કારણ, જાણો આ પાકિસ્તાની ક્રિકેટરની કહાની
Aamer jamalImage Credit source: PTI
| Updated on: Jan 07, 2024 | 4:40 PM
Share

સિડનીમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પાકિસ્તાનની ટીમે 82 રનની લીડ મેળવી છે. પાકિસ્તાનની ટીમે બીજી ઈનિંગમાં 26 ઓવરમાં 68 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી છે. પાકિસ્તાની બોલર જમાલે પોતાની બોલિંગથી ત્રીજા દિવસે 299 રનના સ્કોર પર ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કરી હતી.

પોતાની ડેબ્યૂ સિરીઝ રમી રહેલા જમાલે 69 રનમાં 6 વિકેટ લીધી હતી. તેણે ઉસ્માન ખ્વાજા. ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, કેપ્ટન પેટ કમિંસ, નાથન લાયન અને જોશ હેઝલવુડની વિકેટ ઝડપી હતી. એક સમય હતો જ્યારે ઓસ્ટ્રેલિયામાં જમાલ ટેક્સી ચલાવતો હતો, આજે એ જ દેશમાં તે હીરો બની ગયો છે.

જમાલે લગભગ 6 વર્ષ પહેલા ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. 2014માં પાકિસ્તાનની અંડર 19 ટીમ તરફથી ડેબ્યૂ કર્યા બાદ તેણે ક્રિકેટર બનવાનું સ્વપ્ન છોડવુ પડયુ. પરિવાર માટે તેણે ઓસ્ટ્રેલિયામાં ટેક્સી ડ્રાઈવરની નોકરી કરવી પડી.તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે સવારે 5 થી 10 વાગ્યાની પહેલી શિફ્ટમાં કામ કરવાનો સંઘર્ષ તેને આજે પણ યાદ છે.

ચાર વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહ્યા બાદ તેણે પાકિસ્તાન પરત ફરીને પાકિસ્તાન ટીવી સાથે ફસ્ટ ક્લાસ અને લિસ્ટ એ કરાર કર્યો. જમાલે પોતાની રમતથી દરેકને પ્રભાવિત કર્યા. નેશનલ ટી20 કપમાં પર તેનું શાનદાર પ્રદર્શન રહ્યું.વર્ષ 2022ના સપ્ટેમ્બરમાં તેણે પાકિસ્તાન માટે ઘરેલૂ ટી20 સિરીઝમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ. પાકિસ્તાન સુપર લીગમાં પણ તેને 6 મેચમાં 9 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : રોડ અકસ્માતમાં પિતાનું મોત, હવે ક્રિકેટના મેદાનમાં આવીને બાળકોએ જીત્યા દિલ, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">