RR vs RCB, IPL 2021 : જબરદસ્ત શરુઆત છતાં રાજસ્થાન 9 વિકેટે 149 સ્કોર પર અટક્યુ, લેવિસ ની ફીફટી, હર્ષલ પટેલની 3 વિકેટ

વિરાટ કોહલી (Virat Kohli) ની ટોસ જીતીને રાજસ્થાનની ટીમને પહેલા બેટીંગ માટે મેદાને ઉતારવાનો દાવ ખેલ્યો હતો. જોકે રાજસ્થાને શરુઆત આક્રમક કરી દીધી હતી.

RR vs RCB, IPL 2021 : જબરદસ્ત શરુઆત છતાં રાજસ્થાન 9 વિકેટે 149 સ્કોર પર અટક્યુ, લેવિસ ની ફીફટી, હર્ષલ પટેલની 3 વિકેટ
યશસ્વી જયવાલઃ યશસ્વી જયસ્વાલ હાલના સૌથી યુવા ક્રિકેટરોમાંથી એક છે. જોકે, તેનું પ્રદર્શન એક અનુભવી સ્ટાર જેટલું સારું રહ્યું છે. લીગની 14મી સિઝનમાં દરેકને તેની ક્ષમતાની ઝલક જોવા મળી. રાજસ્થાન રોયલ્સના ઓપનરે 10 મેચમાં 249 રન બનાવ્યા હતા. તેની બેટિંગ એવરેજ અને સ્ટ્રાઈક રેટ અનુક્રમે 24.90 અને 148.21 હતો. જેમાં એક અડધી સદીનો પણ સમાવેશ થાય છે. તેણે પ્રદર્શિત કરેલા શોટ્સની શ્રેણી પ્રશંસનીય હતી. આવી સ્થિતિમાં મેગા ઓક્શનમાં તેના પર ભારે બોલી લગાવવામાં આવી રહી છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 10:33 PM

IPL 2021 ની 43 મી મેચ દુબઇ ના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ પર રમાઇ હતી. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે આ મેચ રમાઇ રહી છે. બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. આમ રાજસ્થાન રોયલ્સ બેટીંગ કરવા માટે મેદાને ઉતરતા જ આક્રમક રમત અપનાવી હતી. એવિન લેવિસે (Evin Lewis) અર્ધશતક લગાવ્યુ હતુ. રાજસ્થાને 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવીને 149 રન કર્યા હતા.

રાજસ્થાન રોયલ્સ બેટીંગ

સેમસનની ટીમે ટોસ હારીને મેદાને બેટીંગ કરવા માટે મેદાને ઉતરી હતી. આ દરમ્યાન બંને ઓપનરોએ શરુઆત આક્રમક અપનાવી હતી. બંને ઓપનરોએ પાવર પ્લેમાં 56 રન કર્યા હતા. ખાસ કરીને એવિન લેવિસની બેટીંગ જબરદસ્ત રહી હતી. તેણે મેક્સવેલ અને ગાર્ટનની બોલીંગને ધોઇ નાંખી હતી. જયસ્વાલ ક્રિશ્વનના બોલ પર પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે સિરાજના હાથમાં કેચ આપ્યો હતો. જયસ્વાલે 22 બોલમાં 31 રનની રમત રમી હતી. જે દરમ્યાન 2 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા.

એવિન લેવિસની બેટીંગે રમતનો રોમાંચ વધારી દીધો હતો. તેણે 37 બોલમાં 58 રનની ઇનીંગ રમી હતી. જે દરમ્યાન 3 છગ્ગા અને 5 ચોગ્ગા લગાવ્યા હતા. કેપ્ટન સંજૂ સેમસને 15 બોલમાં 19 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા લગાવ્યા હતા. ત્યાર બાદ એજ ઓવરમાં રાહુલ તેવટીયા પણ 2 જ રન કરીને આઉટ થયો હતો. આમ રાજસ્થાનની સારી શરુઆત બાદ મોટા સ્કોરની યોજના પડી ભાંગી હતી. રિયાન પરાગ 19 બોલમાં 9 રન કરીને આઉટ થયો હતો. ક્રિસ મોરીસે 11 બોલમાં 14 રન કર્યા હતા.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલીંગ

વિરાટ કોહલીના બોલરો વિકેટ શોધવા કરતા રન બચાવવા માટેના પ્રયાસમાં વ્યસ્ત થઇ ગયા હતા. રાજસ્થાનના ઓપનરોએ બેટ ખોલીને આરસીબીના બોલરો સામે રમવાની શરુઆત કરતા મુશ્કેલી સર્જાઇ હતી. પરંતુ ક્રિશ્વને આખરે પ્રથમ વિકેટ અપાવીને ઓપનીંગ જોડી તોડીને બેંગ્લોરને રાહત અપાવી હતી. ત્યાર બાદ બીજી વિકેટ ગાર્ટને લિવેસની વિકેટ ઝડપીને અપાવી હતી.

શાહબાઝે આરસીબીને મેચમાં પરત લાવી દીધી હતી. તેણે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. સેમસન અને તેવટીયાની વિકેટ તેણે ઝડપી હતી. યુઝવન્દ્ર ચહલે 4 ઓવર કરીને 2 વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલે અંતિમ 20મી ઓવરમાં એક બાદ એક બે સળંગ વિકેટ સહિત 3 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ Team India: ટીમ ઇન્ડીયામાં ફૂટ પડી, વિરાટ કોહલી સામે રહાણે અને પુજારા ઉતર્યા, BCCI ને કરાઇ ફરીયાદ, જાણો શુ છે પૂરો મામલો?

આ પણ વાંચોઃ BCCI: અનિલ કુંબલે નહી બની શકે ટીમ ઇન્ડીયાના નવા હેડ કોચ, સૌરવ ગાંગુલી પક્ષ લેવામાં એકલો પડ્યો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">