IND vs NZ: વરસાદને કારણે મેચ રદ્દ, ન્યૂઝીલેન્ડ સિરીઝમાં 1-0થી આગળ

India Vs New Zealand: ન્યૂઝીલેન્ડની ટીમ સિરીઝમાં 1-0થી આગળ છે. હેમિલ્ટનમાં ભારત પાસે સિરીઝ બરોબરી કરવાની તક હતી. ન્યૂઝીલેન્ડે ઓકલેન્ડમાં રમાયેલી સિરીઝની પ્રથમ મેચ 7 વિકેટે જીતી લીધી હતી.

IND vs NZ: વરસાદને કારણે મેચ રદ્દ, ન્યૂઝીલેન્ડ સિરીઝમાં 1-0થી આગળ
વરસાદને કારણે મેચ રદ્દImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 1:18 PM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ વરસાદના કારણે રદ્દ થઈ છે. હેમિલ્ટનના હવામાનના કારણે મેચ 12.5 ઓવરથી આગળ વધી શકી નહિ. ટોસ હારી ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. જ્યાં ભારતે મેચ રદ્દ થતા પહેલા 1 વિકેટનું નુકસાને 89 રન બનાવ્યા હતા. વરસાદના કારણે મેચની ઓવર પણ ઘટાડવામાં આવી હતી. શિખર ધવન અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ 4.5 ઓવરમાં 22 રન બનાવ્યા હતા, પરંતુ વરસાદે રમત બગાડી હતી. આ પછી મેચ ફરી શરૂ થઈ અને રમતને 29-29 ઓવરની કરી દેવામાં આવી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

બીજી વખત મેચ શરૂ થયા બાદ ધવન 3 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ગિલ અને સૂર્યકુમાર યાદવે ભારતીય દાવને આગળ ધપાવ્યો હતો. ગિલ 45 રન અને સૂર્યા 34 રન બનાવીને અણનમ રહ્યા હતા. બંનેએ શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ ફરી વરસાદ પડ્યો અને લાંબી રાહ જોયા બાદ મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

સિરીઝમાં બરાબરી કરવાની તક હતી

ન્યૂઝીલેન્ડે ઓકલેન્ડમાં રમાયેલી સિરીઝની પ્રથમ મેચ 7 વિકેટે જીતી લીધી હતી અને સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી હતી. હેમિલ્ટનમાં ભારત પાસે સિરીઝ બરોબરી કરવાની તક હતી, પરંતુ વરસાદે તેમની રાહ લંબાવી હતી. મધ્યમાં થોડીવાર માટે વરસાદ બંધ થઈ ગયો હતો, ત્યારબાદ મેચને 29-29 ઓવરની કરી દેવામાં આવી હતી, પરંતુ ગિલ અને ધવન તેમની ઈનિંગ ચાલુ રાખે તે પહેલા જ વરસાદ ફરી શરૂ થઈ ગયો હતો.

ભારતનું સિરીઝ જીતવાનું સપનું તૂટી ગયું

આ મેચથી સ્પષ્ટ થઈ ગયું છે કે શિખર ધવનની આગેવાની હેઠળની ટીમ પાસે સિરીઝ જીતવાની કોઈ તક નથી, પરંતુ તેની પાસે હજુ પણ સિરીઝમાં હાર ટાળવાની તક છે, પરંતુ આ મેચ હારવાની અસર ટીમ પર પડશે.

ભારતે 2 ફેરફાર કર્યા

બીજી વનડેમાં ભારતે તેની પ્લેઈંગ ઈલેવનમાં 2 ફેરફાર કર્યા છે. શાર્દુલ ઠાકુરની જગ્યાએ દીપક ચહર અને સંજુ સેમસનની જગ્યાએ દીપક હુડ્ડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. છેલ્લી મેચમાં ઠાકુર ઘણો મોંઘો સાબિત થયો હતો જ્યારે સેમસને 38 બોલમાં 36 રન ફટકાર્યા હતા. હેમિલ્ટનમાં ગિલે 21 બોલમાં 19 રન બનાવ્યા હતા, જેમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ધવને 8 બોલનો સામનો કરીને 2 રન બનાવ્યા હતા. બંનેએ છેલ્લી મેચમાં અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">