AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2023માં માત્ર ચાહકો જ નહીં આ બે દિગ્ગજોના પણ દિલ તૂટ્યા, હવે 2024 પર છે નજર

વર્ષ 2023 ક્યારેય ભૂલાશે નહીં કારણ કે આ વર્ષમાં કરોડો ક્રિકેટ ચાહકોના દિલ તૂટી ગયા હતા. 19 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ ફાઈનલમાં મળેલી હાર ચાહકોની સાથે ખેલાડીઓ માટે પણ ક્યારેય ન ભુલાવનારી તક સમાન રહી હતી, જોકે વરસ 2024માં ફરી એકવાર વર્લ્ડ કપ જીતવા તક આવી રહી છે, પણ શું તેના માટે ચાહકોની સાથે ટીમ તૈયાર છે?

2023માં માત્ર ચાહકો જ નહીં આ બે દિગ્ગજોના પણ દિલ તૂટ્યા, હવે 2024 પર છે નજર
Virat & Rohit
| Updated on: Jan 01, 2024 | 10:08 AM
Share

જ્યારે 90ના દાયકાના બાળકોએ 2003ની ફાઈનલનો આઘાત સહન કર્યો હતો, ત્યારે તેમાંથી બહાર આવતા ચાર વર્ષ લાગ્યા હતા. 2003થી 2007 વચ્ચે ભારતીય ક્રિકેટમાં ઘણા પરિવર્તન જોવા મળ્યા હતા. આ એ જ સમયગાળો હતો જ્યારે ગ્રેગ ચેપલ ટીમમાં આવ્યા અને સૌરવ ગાંગુલી સહિત અન્ય ખેલાડીઓના કરિયરને ખતમ કરી રહ્યા હતા. દરમિયાન 2007ના ODI વર્લ્ડ કપમાં ભારતના પ્રદર્શને આગમાં ઘી નાખવાનું કામ કર્યું, 2007નો વર્લ્ડ કપ ભારતીય ટીમ માટે દુઃસ્વપ્ન સાબિત થયું, જેમાં ભારત પહેલા જ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગયું.

વર્લ્ડ કપની હાર 6 મહિનામાં ભુલાઈ જશે?

2007 ODI વર્લ્ડ કપ બાદ 2007માં T20 વર્લ્ડ કપે સારી યાદો આપી હતી. મહેન્દ્ર સિંહ ધોનીના યુવા ધુરંધરોએ દેશને ખુશ થવાની તક આપી હતી. સાથે જ 2003 અને 2007 વર્લ્ડ કપની હારના દુ:ખને ભુલાવી દીધું. જોકે આ વખતે ODI વર્લ્ડ કપની હાર ભુલાવવા ચાર વર્ષની રાહ નહીં જોવી પડે, કારણ કે T20 વર્લ્ડ કપ માત્ર 6 મહિનામાં આવી રહ્યો છે. પ્રશ્ન એ છે કે શું 2007ની જેમ T20 વર્લ્ડ કપ પણ બધા દુ:ખ ભુલાવી દેશે?

વર્લ્ડ કપ હારના ‘ઘા’ હજી તાજા છે

પરંતુ આ વખતે વાતાવરણ થોડું અલગ છે, કારણ કે 2023 ODI વર્લ્ડ કપ હારના ‘ઘા’ હજી તાજા છે. 19 નવેમ્બરના રોજ ફાઈનલ બાદ મોટી હિંમત સાથે ચાહકો ફરી ક્રિકેટ તરફ વળ્યા છે અને નવી આશા સાથે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી નિહાળી. પરંતુ ટીમ ઈન્ડિયામાં કોઈ ફેરફાર ન થયો. કેપ્ટન રોહિત શર્માએ જે રીતે આફ્રિકા સામે આત્મસમર્પણ કર્યું તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે ચાહકોમાં ટેસ્ટમાં આ ટીમને વધુ પડતી જોવાની હિંમત નથી.

2024માં શું સપનું થશે પૂર્ણ?

પણ સવાલ એ છે કે 2023 એ ઘણા બધા દિલ તોડી નાખ્યા છે તો 2024 શું થશે? શું આ વર્ષે ટીમ ઈન્ડિયા ક્રિકેટ ચાહકોના દુ:ખને દૂર કરવા સક્ષમ છે? શું આ શક્ય લાગે છે, અત્યારે એવું બિલકુલ લાગતું નથી. એક પછી એક વાત કરીએ તો T20 વર્લ્ડ કપને હવે માત્ર 5-6 મહિના જ બાકી છે અને એવું લાગે છે કે ભારતીય ટીમ તેના માટે તૈયાર નથી અને ડર એ છે કે અંતે બધું જ ઉતાવળમાં થઈ જશે અને સપનું ફરી સપનું જ બનીને ના રહી જાય.

શું T20 વર્લ્ડ કપ માટે ટીમ છે તૈયાર?

અત્યારે BCCI એ પણ નથી જાણતું કે T20 વર્લ્ડ કપમાં કેપ્ટન કોણ હશે, ક્યારેક હાર્દિક પંડ્યાને લઈને ચર્ચાઓ થાય છે તો ક્યારેક એવું માનવામાં આવે છે કે રોહિત શર્મા અત્યારે કેપ્ટન રહેશે. સ્થિતિ એવી છે કે વિરાટ કોહલી પણ T20 વર્લ્ડ કપનો ભાગ નહીં બને તેવી ચર્ચાઓ ચાલી રહી છે. સતત રમતા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળશે કે નહીં? શું આપણે આ રીતે T-20 ક્રિકેટ રમીશું? હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી.

દિગ્ગજ ખેલાડીઓની થશે વિદાય!

આ જ કારણ છે કે નવું વર્ષ પહેલેથી જ ક્રિકેટ ચાહકોને ડરાવી રહ્યું છે. આટલું જ નહીં, વર્ષ 2024માં અનેક દિગ્ગજ ખેલાડીઓ વિદાય પણ લઈ શકે છે. મહેન્દ્ર સિંહ ધોની છેલ્લી વખત IPL રમી શકે છે. આ સિવાય કદાચ વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ છેલ્લી વખત ટીમ ઈન્ડિયા માટે મેદાનમાં ઉતરશે, રવિચંદ્રન અશ્વિન આ વર્ષ પછી કદાચ ફરી ટીમ ઈન્ડિયાની જર્સીમાં નહીં જોવા મળે.

આ પણ વાંચો : બ્રેકિંગ ન્યૂઝ: 22 વર્ષના ક્રિકેટ ખેલાડીનું હાર્ટ એટેકથી મોત, LIVE ક્રિકેટ મેચમાં બની ઘટના

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">