
ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન ખેલાડી હરજસ સિંહે ન્યૂ સાઉથ વેલ્સ પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટમાં સનસનાટી મચાવી દીધી છે. હરજસે વિસ્ફોટક બેટિંગ કરીને 50 ઓવરની મેચમાં ત્રેવડી સદી ફટકારી છે.
હરજસે મેચમાં 141 બોલનો સામનો કર્યો, જેમાં કુલ 35 છગ્ગાનો સમાવેશ થાય છે. હરજસ સિંહે શનિવારે બીજા રાઉન્ડની મેચમાં વેસ્ટર્ન સબર્બ્સ તરફથી રમતી વખતે સિડની સામે આ સિદ્ધિ મેળવી હતી. 20 વર્ષીય હરજસ સિંહ પહેલા થોડા બોલ રમીને સેટલ થયો અને પછી ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો.
35 sixes on the way to a 144-ball 314
An incredible feat in a 50-over Sydney grade cricket game from 20-year-old Harjas Singh!
Read more: https://t.co/gbtUJ5Gbk6 pic.twitter.com/OXK5YAqhQe
— ESPNcricinfo (@ESPNcricinfo) October 4, 2025
હરજસે પહેલા 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અડધી સદી ફટકાર્યા પછી તે ધીમો પડી ગયો પરંતુ 74 બોલમાં સદી પૂરી કરી દીધી હતી. હરજસ સિંહે 314 રનની ઇનિંગમાં 35 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા. પરિણામે, તેણે ફક્ત બાઉન્ડ્રીથી જ 252 રન બનાવ્યા.
હરજસની વિસ્ફોટક બેટિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેની બીજી સદી માત્ર 29 બોલમાં આવી હતી, જ્યારે તેની ત્રીજી સદી 32 બોલમાં આવી હતી. હરજસની તોફાની બેટિંગની મદદથી, વેસ્ટર્ન સબર્બ્સે 5 વિકેટે 483 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.
હરજસ સિંહનો ભારત સાથે ખાસ સંબંધ છે. તેના માતા-પિતા 24 વર્ષ પહેલા ચંદીગઢમાં રહેતા હતા પરંતુ પછી નોકરી માટે ઓસ્ટ્રેલિયા ગયા હતા. હરજસ છેલ્લે વર્ષ 2015 માં ભારત આવ્યો હતો.
વર્ષ 2024 માં, ઓસ્ટ્રેલિયન ટીમે ICC અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. હરજસ સિંહ કાંગારૂ ટીમનો ભાગ હતો. ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા અને ટીમ ઇન્ડિયા એકબીજા સામે ટકરાયા હતા. ફાઇનલમાં હરજસે (55) અડધી સદી ફટકારી હતી.