AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Record Breaking: ઓસ્ટ્રેલિયાની ધરતી પર 20 વર્ષીય ભારતીય બેટ્સમેનનો દબદબો! તોફાની બેટિંગ કરીને ફટકારી ત્રેવડી સદી

ભારતીય મૂળના ખેલાડી હરજસ સિંહે એક ક્રિકેટ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. હરજસે 141 બોલમાં 314 રનની ઇનિંગ રમી, જેમાં 35 છગ્ગા ફટકાર્યા.

Record Breaking: ઓસ્ટ્રેલિયાની ધરતી પર 20 વર્ષીય ભારતીય બેટ્સમેનનો દબદબો! તોફાની બેટિંગ કરીને ફટકારી ત્રેવડી સદી
| Updated on: Oct 05, 2025 | 7:09 PM
Share

ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન ખેલાડી હરજસ સિંહે ન્યૂ સાઉથ વેલ્સ પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટમાં સનસનાટી મચાવી દીધી છે. હરજસે વિસ્ફોટક બેટિંગ કરીને 50 ઓવરની મેચમાં ત્રેવડી સદી ફટકારી છે.

કુલ 35 છગ્ગા ફટકાર્યા

હરજસે મેચમાં 141 બોલનો સામનો કર્યો, જેમાં કુલ 35 છગ્ગાનો સમાવેશ થાય છે. હરજસ સિંહે શનિવારે બીજા રાઉન્ડની મેચમાં વેસ્ટર્ન સબર્બ્સ તરફથી રમતી વખતે સિડની સામે આ સિદ્ધિ મેળવી હતી. 20 વર્ષીય હરજસ સિંહ પહેલા થોડા બોલ રમીને સેટલ થયો અને પછી ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો.

હરજસે પહેલા 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અડધી સદી ફટકાર્યા પછી તે ધીમો પડી ગયો પરંતુ 74 બોલમાં સદી પૂરી કરી દીધી હતી. હરજસ સિંહે 314 રનની ઇનિંગમાં 35 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા. પરિણામે, તેણે ફક્ત બાઉન્ડ્રીથી જ 252 રન બનાવ્યા.

29 બોલમાં સદી મારી

હરજસની વિસ્ફોટક બેટિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેની બીજી સદી માત્ર 29 બોલમાં આવી હતી, જ્યારે તેની ત્રીજી સદી 32 બોલમાં આવી હતી. હરજસની તોફાની બેટિંગની મદદથી, વેસ્ટર્ન સબર્બ્સે 5 વિકેટે 483 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.

હરજસ સિંહનો ભારત સાથે ખાસ સંબંધ છે. તેના માતા-પિતા 24 વર્ષ પહેલા ચંદીગઢમાં રહેતા હતા પરંતુ પછી નોકરી માટે ઓસ્ટ્રેલિયા ગયા હતા. હરજસ છેલ્લે વર્ષ 2015 માં ભારત આવ્યો હતો.

હરજસે ભારત સામેની ફાઇનલમાં 55 રન બનાવ્યા હતા

વર્ષ 2024 માં, ઓસ્ટ્રેલિયન ટીમે ICC અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. હરજસ સિંહ કાંગારૂ ટીમનો ભાગ હતો. ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા અને ટીમ ઇન્ડિયા એકબીજા સામે ટકરાયા હતા. ફાઇનલમાં હરજસે (55) અડધી સદી ફટકારી હતી.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
g clip-path="url(#clip0_868_265)">