ઈરફાન પઠાણના પેલેસ્ટાઈનને લઈને કરાયેલા ટ્વીટર પર ભડકી કંગના રનૌત, બંને આવ્યા આમને સામને

ઈઝરાયલ (Israel) અને પેલેસ્ટાઈન (Palestine) વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે, પેલેસ્ટાઈનમાં ખૂબ હિંસા પણ જારી છે. આ મુદ્દા પર વિશ્વભરના લોકો પેલેસ્ટાઈનનો સાથ આપી રહ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે (Irfan Pathan) જેને લઈને પેલેસ્ટાઈનના સમર્થનમાં એક ટ્વીટ કર્યુ હતુ.

ઈરફાન પઠાણના પેલેસ્ટાઈનને લઈને કરાયેલા ટ્વીટર પર ભડકી કંગના રનૌત, બંને આવ્યા આમને સામને
Irfan Pathan-Kangana Rannuat

ઈઝરાયલ (Israel) અને પેલેસ્ટાઈન (Palestine) વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે, પેલેસ્ટાઈનમાં ખૂબ હિંસા પણ જારી છે. આ મુદ્દા પર વિશ્વભરના લોકો પેલેસ્ટાઈનનો સાથ આપી રહ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે (Irfan Pathan) જેને લઈને પેલેસ્ટાઈનના સમર્થનમાં એક ટ્વીટ કર્યુ હતુ.

જોકે ઈરફાન પઠાણના પેલેસ્ટાઈનને સમર્થન કરવાનું બોલીવુડ એકટ્રેસ કંગના રનૌત (Kangana Rannuat)ને ભાવ્યુ નથી. તેણે ઈરફાન પઠાણના ટ્વીટ પર પ્રતિક્રિયા તો આપી, પરંતુ વળતો જવાબ પણ ભારે મળ્યો હતો. પેલેસ્ટાઈનમાં જારી રહેલા આ જંગમાં કેટલાક બાળકો અને લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે.

મંગળવારે ઈઝરાયલે હમાસના પોલિટીકલ વિંકના ઓફિસર પર હુમલો કરીને 13 માળની બિલ્ડીંગ ધ્વસ્ત કરી હતી. માનવામાં આવી રહ્યુ છે કે, બંને દેશો વચ્ચેના જંગની શરુઆત રવિવારે 9 મેના રોજ 2021એ શરુ થઈ હતી. બંને તરફથી રોકેટ હુમલો જારી છે. વર્ષ 1966 બાદ લોદ શહેરમાં પ્રથમ વખત પુર્ણ રીતે ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે.

ઈરફાન પઠાણના ટ્વીટથી ભડકી ગઈ કંગના

ઈરફાન પઠાણે મંગળવારે ટ્વીટ કરીને પેલેસ્ટાઈનનું સમર્થન કર્યુ હતુ. તેણે ટ્વીટ કરી લખ્યુ હતુ કે, જો તમારામાં થોડીક પણ માનવતા હોય તો જે પેલેસ્ટાઈનમાં થઈ રહ્યુ છે, તેનુ સમર્થન નહીં કરો.

કંગના રનૌતે પોતાના અધિકારીક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર એક પોસ્ટ જારી કરીને ઈરફાન પઠાણ પર નિશાન સાધ્યુ હતુ. કંગના રનૌતે પોતાની પોસ્ટમાં લખ્યુ હતુ કે, ઈરફાન પઠાણને બીજા દેશથી આટલી લાગણી છે, જોકે પોતાના દેશમાં બંગાળ પર ટ્વીટ નથી કર્યુ.

Cricket: Irfan Pathan's outburst on Twitter about Palestine, Both face this

kangna Post

ઈરફાન પઠાણને કંગનાનો આ જવાબ પસંદ ના આવ્યો. તેણે કંગનાને યાદ અપાવ્યુ કે, તેના આવા જ નિવેદનોને લઇને તેનુ ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યુ છે.

ઈરફાન પઠાણે જવાબ લખ્યો હતો કે, મારા તમામ ટ્વીટ માનવતા અને દેશવાસિયો માટે હોય છે. જેમાં તે વ્યક્તિની દૃષ્ટી હોય છે કે, જેણે દેશના સર્વોચ્ચ સ્તર પર પ્રતિનિધિત્વ કર્યુ છે. બીજી તરફ કંગના, જેનુ એકાઉન્ટ જ નફરત ફેલાવવાને કારણે જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યુ છે. અને હવે કેટલાક એવા લોકો જેમના પેઇડ એકાઉન્ટ થી ફક્ત નફરત ફેલાવવામાં આવે છે. સાંભળવુ પડે છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati