ક્રિકેટમાંથી નિવૃતી લીધા બાદ ઈરફાન પઠાણે કર્યો આ મોટો ખુલાસો

ક્રિકેટમાંથી નિવૃતી લીધા બાદ ઈરફાન પઠાણે કર્યો આ મોટો ખુલાસો

પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે કહ્યું કે તેમનું સ્વિંગ પર હંમેશા પ્રભુત્વ હતું અને તેમના પ્રભાવમાં થયેલા ઘટાડા માટે તત્કાલીન કોચ ગ્રેગ ચેપલેને દોષ આપવો, અન્ય મુદ્દાઓથી ભટકાવવા માત્ર હતો. 35 વર્ષીય ક્રિકેટર ઈરાફાન પઠાણે શનિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

Image result for irfan pathan

ઈરફાન પઠાણ જ્યારે 27 વર્ષના હતા, ત્યારે તેમને 2012માં પોતાની છેલ્લી મેચ રમી હતી. એવો પણ સમય હતો કે જ્યારે આ ક્રિકેટરને ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમવાને લઈ સવાલો ઉઠાવવામાં આવ્યા. તેમને કહ્યું કે લોકો મારા પ્રદર્શનને લઈ વાત કરે છે પણ મારૂ કામ અન્ય પ્રકારનું હતું. મને રન પર અંકુશ લગાવવાનું કામ આપવામાં આવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કારણ કે પહેલા બદલાવના રૂપે હું આવતો હતો. મને યાદ છે કે શ્રીલંકામાં 2008માં મેચ જીત્યા પછી મને બહાર કરી દેવામાં આવ્યો હતો. દેશ માટે મેચ જીત્યા પછી કોઈ કારણ વગર કોઈને બહાર કરવામાં આવે છે?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઘણા પૂર્વ ખેલાડીઓનું માનવું છે કે પઠાણ લાંબા સમય સુધી રમી શકતો હતો પણ ઈજાના કારણે પણ તે તેમની ક્ષમતાને ખુલ્લીને પ્રદર્શન ના કરી શકયો. IPL 2008 પછી પઠાણને ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમવાની ઈચ્છા પર સવાલ ઉઠાવવામાં આવ્યા પણ આ ઓલરાઉન્ડર ક્રિકેટરે કહ્યું કે એવી કોઈ વાત નહતી, તમામ પડકારો હોવા છતાં તેમની તરફથી તમામ પ્રયત્નો કરવામાં આવ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પઠાણે વધુમાં કહ્યું કે હા હું ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમવા ઈચ્છતો હતો. હું 2009-10માં કમરના દર્દથી પરેશાન હતો. મારે તમામ પ્રકારના સ્કેન કરાવવા પડ્યા જે શરીર માટે યોગ્ય નથી હોતા પણ મેં એટલા માટે કર્યુ કારણ કે જાણી શકાય કે મારી કમરના દર્દનું વાસ્તવિક કારણ શું છે. દુર્ભાગ્યથી ત્યારે આપણી પાસે એવા મશીનો નહતા, જેનાથી સ્પષ્ટ જાણી શકાય કે મારી કમરના દર્દનું કારણ શું છે. મેં 2 વર્ષ સુધી કમરનું દર્દ સહન કર્યુ અને સ્થિતિ બગડતી રહી પણ મેં રણજી ટ્રોફીમાં રમવાનું ના છોડયું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati