Cricket: વિરાટ કોહલીને માટે મુંઝવણની સ્થિતી, મિત્રતા નિભાવવી કે સંકટમોચકને સ્થાન આપવુ

જો કોઇ કેપ્ટન કોઇ પણ ટીમની સામે ટેસ્ટ, T20 અને વન ડે સિરીઝમાં જીત મેળવે એનાથી વધારે ખુશી કઇ હોઇ શકે છે. જોકે ભારતીય ટીમ (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પર એ વાત લાગુ નથી પડતી.

  • Avnish Goswami
  • Published On - 21:42 PM, 1 Apr 2021
Cricket: વિરાટ કોહલીને માટે મુંઝવણની સ્થિતી, મિત્રતા નિભાવવી કે સંકટમોચકને સ્થાન આપવુ
Virat Kohli

જો કોઇ કેપ્ટન કોઇ પણ ટીમની સામે ટેસ્ટ, T20 અને વન ડે સિરીઝમાં જીત મેળવે એનાથી વધારે ખુશી કઇ હોઇ શકે છે. જોકે ભારતીય ટીમ (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પર એ વાત લાગુ નથી પડતી. તેને જીતની ખુશી તો છે જ પણ એ જીત સાથે તેની જીતમાં પણ ગમ સમાયેલો છે. આપને આ વાત પર આશ્વર્ય થવુ એ સ્વાભાવિક છે. વિરાટ કોહલી માટે વન ડે સિરીઝ (One Day Series) ની જીત બાદ બે સવાલ પેદા થયા હતા. એક સવાલમાં તેનો મિત્ર કેએલ રાહુલ (KL Rahul) અને બીજી બાજુ તેનો સંકટમોચન ઋષભ પંત (Rishabh Pant) સમાયેલો છે. સવાલ પણ જરુર મુંઝવી રહ્યો છે, પરંતુ તેનો જવાબ થોડાક મહિના બાદ મળી શકશે. આવો જાણીએ કેવી રીતે.

ઋષભ પંત વન ડે ટીમનો લાંબા સમયથી હિસ્સો નથી. એટલે સુધી કે ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર તેને માત્ર ટેસ્ટ સિરીઝમાં જ રમાડવામાં આવ્યો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આવુ પગલુ એટલા માટે ભર્યુ હતુ કે, મર્યાદિત ઓવરમાં કેએલ રાહુલને વિકેટકીપીંગની જવાબદારી સોંપી હતી. જેનાથી ટીમની બેટીંગ લાઇનમાં એક બેટ્સમેન અને બોલરને સમાવવા માટે પણ જગ્યા ઉભી થઇ હતી. વન ડે મેચમાં શિખર ધવન અને રોહિત શર્માની ઓપનિંગ જોડી બાદ ત્રીજા સ્થાન પર વિરાટ કોહલીનો નંબર રહેતો હોય છે. ત્યાર બાદ ચોથા ક્રમે શ્રેયસ ઐયર અને પાંચમા સ્થાન પર કેએલ રાહુલ રહેતો હોય છે. તો છઠ્ઠા નંબર પર હાર્દિક પંડ્યા અને સાતમા નંબર પર રવિન્દ્ર
જાડેજા રહે છે. બાકી રહેલા ચાર સ્થાન પર બોલર રહેતા હોય છે.

 

કોઇ પણ ફોર્મેટમાં પંતને બહાર રાખવો મુશ્કેલ

ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ટેસ્ટ સિરીઝમાં ધમાલ મચાવી હતી. ત્યાર બાદ ઋષભ પંતએ ઇંગ્લેંડની સામે ટેસ્ટ ઉપરાંત પણ T20 અને વન ડે સિરીઝમાં પણ પોતાના બેટને ખૂબ ચલાવ્યુ હતુ. હવે તેને કોઇ પણ ફોર્મેટમાંથી બહાર રાખવો પોષાય એમ નથી, એવુ સ્થાન તેણે પોતાનુ જમાવી લીધુ છે. તો કેએલ રાહુલે પણ ઇંગ્લેંડ સામેની વન ડે સિરીઝમાં શતક સાથે જોરદાર રમત રમી હતી. પંતએ ત્રણ મેચોની સિરીઝમાં બે મેચ રમી હતી. બીજી વન ડેમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 40 બોલમાં 77 રનની ઇનીંગ રમી હતી. તો ત્રીજી વન ડેમાં 62 બોલ પર 78 રન બનાવ્યા હતા. જેમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા.

પંતના સ્થાન માટે કોણ આપશે બલીદાન

આવામાં હવે વિરાટ કોહલી સામે સૌથી મોટો સવાલ એ છે કે, આખરે ઋષભ પંતને કયા ખેલાડીના સ્થાને પ્લેયીંગ ઇલેવનમાં મોકો આપવામાં આવે. સાથે જ પોતાના મિત્ર કેએલ રાહુલની નવી ભૂમિકા નક્કિ કરવામાં આવે. હવે પંતને રમાડવા માટે કોઇ પણ બેટ્સમેનને પોતાનુ બલીદાન આપવુ પડશે અથવા કોઇ બોલરે. જો કોઇ બોલરના સ્થાન પર પંતને સામેલ કરવામાં આવે તો, તેનો મતલબ એ થઇ શકે છે કે, ટીમ ઇન્ડીયા ત્રણ વિશેષજ્ઞ બોલરની સાથે જાડેજા અને હાર્દિક પંડ્યાના રુપમાં બે ઓલરાઉન્ડર સાથે રમવા ઉતરતી જોવા મળે. જેની સંભાવના ઘણી જ ઓછી લાગી રહી છે. હવે તેનો જવાબ તો ત્યારે જ મળી શકે છે, જ્યારે ટીમ બે મહિનાની આઇપીએલની બાદ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ અને બાદમાં ઇંગ્લેંડ માં તેની સામે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ અને અને બાદમાં મર્યાદીત ઓવરોની શ્રેણીમાં રમવા માટે ઉતરશે. જોઇએ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાસે આ સવાલનો શુ જવાબ રહે છે.