Cricket: રમત રમતમાં જ ક્રિકેટ રમતુ 9 વર્ષનુ ટાબરીયું લીટલ સ્ટાર થઇ ગયો, IPL ટીમે કર્યો સ્પોન્સર

ક્રિકેટમાં ભારતનુ ભવિષ્ય ઉજળુ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો એક વિડીયો તેની સાબીતી પુરે છે. એક નવ વર્ષનો નાનકડો બેટ્સમેન, જેની ટેકનીક કોઇ આંતરરાષ્ટ્રીય ખેલાડીથી ઓછી નથી.

Cricket: રમત રમતમાં જ ક્રિકેટ રમતુ 9 વર્ષનુ ટાબરીયું લીટલ સ્ટાર થઇ ગયો, IPL ટીમે કર્યો સ્પોન્સર
9-year-old little star playing cricket
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 11, 2021 | 4:06 PM

ક્રિકેટમાં ભારતનુ ભવિષ્ય ઉજળુ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો એક વિડીયો તેની સાબીતી પુરે છે. એક નવ વર્ષનો નાનકડો બેટ્સમેન, જેની ટેકનીક કોઇ આંતરરાષ્ટ્રીય ખેલાડીથી ઓછી નથી. સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલા આ નાનકડા બેટ્સમેનને કેરલનો હોવાનો માનવામાં આવી રહ્યો છે. જેની બેટીંગની ચર્ચા ક્રિકેટ જગતમાં ખૂબ લોકપ્રિય બની રહી છે. કારણ કે IPL ટીમ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) એ હવે તેને સ્પોન્સર કરવા આગળ આવ્યુ છે.

સોશિયલ મીડિયા દ્રારા ચર્ચામાં આવેલા વિડીયોમાં કેરળના 9 વર્ષનો બેટ્સમેન સ્ટંપ વડે પ્રેકટીશન કરતો જોવામાં આવી રહ્યો છે. તે મિડલ સ્ટંપ વડે બોલને હિટ કરી રહ્યો છે. તે સ્ટ્રેઇટ ડ્રાઇવ લગાવી રહ્યો છે. ફોરવર્ડ ડિફેન્સ કરી રહ્યો છે. સ્ક્વેર કટ ફટકારી રહ્યો છે. આ બધુ જોઇને લાગી નથી રહ્યુ કે, તેની ઉમર લગભગ 9 વર્ષની છે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

ઇંગ્લેંડના પૂર્વ ધુંઆધાર ક્રિકેટર કેવિન પિટરસને (Kevin Pietersen) પણ આ બાળકને એક દમ મજબૂત માન્યો છે. તેણે સોશિયલ મીડિયા પર આ નાનકડા બેટ્સમેનનો વિડીયો શેર કરીને તેના વિશે પુછ્યુ હતુ. તેણે પુછ્યુ હતુ કે, આ કોણ છે લીટલ સ્ટાર ? તે જે રીતે શોટ્સ લગાવી રહ્યો છે, તેવા અનેક આંતર રાષ્ટ્રીય ખેલાડી પણ નથી લગાવી શકતા !

જે વિડીયોમાં લીટલ સ્ટાર બેટના બદલે સ્ટંપ વડે પ્રેકટીશ કરી રહ્યો છે, તેના વિશે પણ એક કારણ છે. આ વાયરલ થઇ રહેલો વિડીયો કેરળમાં લાગેલા લોકડાઉન દરમ્યાન નો છે. આ બેટ્સમેનનુ બેટ લોકડાઉનમાં તુટી ગયુ હતુ. બેટ નહી હોવાને લઇ તેણે પોતાની પ્રેકટીશ અટકવા ના દીધી. તેણે મિડલ સ્ટંપ વડે જ પોતાની રમતને જારી રાખી હતી.

પોતાના રાજ્ય કેરળ ના આ નાનકડા બેટ્સમેનનો વિડીયો જ્યારે રાજસ્થાન રોયલ્સ ના કેપ્ટન સંજૂ સેમસન (Sanju Samson) ની નજર પડી તો તેણે ટીમ મેનેજમેન્ટને મોકલ્યો હતો. રાજસ્થાન ટીમ મેનેજમેન્ટ એ આ 9 વર્ષના બાળકના બેટીંગ ટેલેન્ટ અને ઝૂનુનને જોઇને દંગ રહી ગયા હતા. તે હવે આ બેટ્સમેનને સ્પોન્સર કરનારા છ. એટલે કે તેની ક્રિકેટનો ખર્ચ હવે આઇપીએલ ફેન્ચાઇઝી ટીમ રાજસ્થાન રોયલ્સ ઉઠાવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">