Corona: ફ્લાંઈગ શિખ મિલ્ખા સિંહ કોરોના સંક્રમિત, એક સમયે તેની ઝડપ જોવા મહિલાઓએ નકાબ ખોલી નાખ્યા હતા

હવે 'ફ્લાઈંગ શિખ' (Flying Sikh) તરીકે જાણીતા મિલ્ખા સિંહ (Milkha Singh) પણ કોરોના સંક્રમિત જણાયા છે. મિલ્ખા સિંહ હાલમાં 91 વર્ષની વય ધરાવે છે. તેઓને બુધવારે રાત્રે 101 ડીગ્રી તાવની ફરીયાદ હતી

Corona: ફ્લાંઈગ શિખ મિલ્ખા સિંહ કોરોના સંક્રમિત, એક સમયે તેની ઝડપ જોવા મહિલાઓએ નકાબ ખોલી નાખ્યા હતા
Milkha Singh
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 20, 2021 | 6:11 PM

કોરોના વાયરસે (Corona Virus) ભારતના સ્ટાર ખેલાડીઓને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યાના સમાચાર એક બાદ એક સામે આવતા જ રહે છે. હવે ‘ફ્લાઈંગ શિખ’ (Flying Sikh) તરીકે જાણીતા મિલ્ખા સિંહ (Milkha Singh) પણ કોરોના સંક્રમિત જણાયા છે. મિલ્ખા સિંહ હાલમાં 91 વર્ષની વય ધરાવે છે. તેઓને બુધવારે રાત્રે 101 ડીગ્રી તાવની ફરીયાદ હતી અને તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં તેઓ હોમ ક્વોરન્ટાઈન (Home quarantine) છે.

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

મિલ્ખા સિંહ કોરોના સંક્રમિત જણાતા તેમના પુરા પરિવારનું કોરોના પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ, જેમાં તેમના પત્ની નિર્મલા સિંહ, પુત્રવધુ અને પૌત્ર કોરોના નેગેટીવ જણાયા હતા. જોકે તેમના બે નોકર કોરોના સંક્રમિત જણાયા હતા. મિલ્ખા સિંહ હાલમાં ચંદીગઢમાં પોતાના ઘરે જ રહીને સારવાર લઈ રહ્યા છે અને તેઓની તબિયત સ્થિર છે.

મિલ્ખા સિંહ બાળપણમાં દેશના ભાગલા વખતે પોતાના માતાપિતાથી વિખૂટા પડ્યા હતા, તેઓ શરણાર્થી ટ્રેન દ્વારા પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. તેઓએ 200 અને 400 મીટરની દોડમાં સફળતા હાંસલ કરી હતી. 1958માં કોમનવેલ્થ રમતોમાં સુવર્ણ પદક જીત્યો હતો. પાકિસ્તાનમાં એક દોડ દરમ્યાન બુરખામાં રહેલી મહિલાઓએ તેની ઝડપને નિહાળવા બુરખા ખોલી નાખ્યા હતા, ત્યારથી તે ફ્લાંઈગ શિખ તરીકે જાણીતા બન્યા હતા.

ચંદીગઢમાં કોરોના સંક્રમણમાં હવે ધીરે ધીરે ઘટાડો નોંધાઈ રહ્યો છે. પાછળના દશેક દિવસ દરમ્યાન કોરોના સંક્રમણનો આંક અડધાથી નીચે પહોંચ્યો છે. 9 મેએ ચંદીગઢમાં 895 સંક્રમિતો જણાયા હતા. જ્યારે બુધવાર સુધીમાં તે આંક ઘટીને 414 દર્દીઓ પર પહોંચ્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad: ક્રાઇમ બ્રાંચે મ્યુકોરમાઇકોસિસ ઇન્જેકશનની કાળાબજારીનો કર્યો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">