CORONA : સચિન, યુસુફ, બદ્રીનાથ બાદ હવે ઈરફાન પઠાણ પણ કોરોના પોઝીટીવ, T20 લીગ રમ્યા હતા સાથે

CORONA : ઈરફાન પઠાણે ટ્વિટ કરીને લખ્યું, "હું કોઈ લક્ષણો વગર કોરોના પોઝિટિવ આવ્યો છું."

CORONA : સચિન, યુસુફ, બદ્રીનાથ બાદ હવે ઈરફાન પઠાણ પણ કોરોના પોઝીટીવ, T20 લીગ રમ્યા હતા સાથે
યુસુફ પઠાણ બાદ ઈરફાન પઠાણ કોરોના સંક્રમિત થયા
Follow Us:
| Updated on: Mar 30, 2021 | 12:00 AM

CORONA : હાલમાં જ શ્રીલંકા લેજન્ડસને હરાવીને રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝનો ખિતાબ જીતનાર ઈન્ડિયા લેજન્ડસ ટીમના ખેલાડીઓ અકે બાદ એક કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. અત્યાર સુધીમાં ટીમના કેપ્ટન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, ઓલરાઉન્ડર યુસુફ પઠાણ અને બેટ્સમેન એસ બદ્રીનાથને કોરોના સંક્રમણ થયું છે અને હવે આ યાદીમાં નવું નામ યુસુફ પઠાણના નાના ભાઈ ઇરફાન પઠાણનું જોડાઈ ગયું છે.

ઇરફાન પઠાણ કોરોના પોઝીટીવ ભાઈ યુસુફ પઠાણ કોરોના પોઝીટીવ થયા બાદ હવે ઇરફાન પઠાણ પણ કોરોના પોઝીટીવ થયા છે. ઈરફાન પઠાણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.તેમણે ટ્વિટ કરીને લખ્યું છે , “હું કોઈ લક્ષણો વગર કોરોના પોઝિટિવ આવ્યો છું. હું ઘર પર જ આઈસોલેટ થયો છું. હું વિનંતી કરવા માંગુ છું કે તાજેતરમાં જ જેઓ મારા સંપર્કમાં આવ્યા છે તેઓ કોરોના ટેસ્ટ કરાવે. હું દરેકને માસ્ક પહેરવા અને સામાજિક અંતરની જાળવી રાખવા કહેવા માંગુ છું. તમારા બધાનું સ્વાસ્થ્ય સારું રહે.”

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

અગાઉ સચિન, યુસુફ અને બદ્રીનાથ થયા સંક્રમિત સચિન તેંડુલકરે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેંડલ દ્રારા લખ્યુ હતુ કે, હળવા લક્ષણો બાદ આજે કોરોના સંક્રમિત જણાયો છું. મેં પોતાને હોમ ક્વોરન્ટાઇન કરી દીધો છે. હું આ મહામારીના સંબંધિત તમામ જરુરી પ્રોટોકોલનુ પાલન કરુ છુ. હું તમામ હેલ્થ કેયર પ્રોફેશનલ્સ ને ધન્યવાદ કરુ છું, જે મને પૂરા દેશમાં થી સપોર્ટ કરી રહ્યા છે. બધા જ પોત પોતાનુ ધ્યાન રાખે. દેશમાં ફરી એકવાર કોરોના વાયરસે પગ પ્રસરાવવા શરુ કર્યા છે.પહેલા ઈન્ડિયા લેજન્ડસ ટીમના કેપ્ટન સચિન તેંડુલકર (Sachin Tendulkar) કોરોના પોઝિટીવ જણાયા બાદ, યૂસુફ પઠાણ (Yusuf Pathan) અને એસ. બદ્રીનાથ પણ કોરોના સંક્રમિત થયા હતા. આ બધા જ ખેલાડીઓ આ T20 લીગમાં સાથે રમ્યા હતા. સાથે રમનારા ચાર ખેલાડીઓ પોઝીટીવ આવ્યાં બાદ વધુ ખેલાડીઓમાં સંક્રમણ ફેલાવાની પૂરી શક્યતા રહેલી છે.

ઈન્ડીયા લિજેન્ડ ટીમે વર્લ્ડ રોડ સેફ્ટી સિરીઝની ફાઈનલમાં શ્રીલંકા લીજેન્ડને હરાવીને ટાઈટલ પોતાને નામે કર્યુ હતુ. ઈન્ડીયા લિજેન્ડ ટીમમાં સચિન સાથે રમત રમનાર ઓલરાઉન્ડર યૂસુફ પઠાણ પણ કોરોના પોઝિટીવ જણાઈ આવ્યા છે. સિરીઝમાં વિરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ, બ્રાયન લારા, કેવિન પિટરસન, સનથ જયસૂર્યા, તિલકરત્ને દિલશાન અને જોન્ટી રોડ્ઝ સહિત મહાન ખેલાડીઓએ ભાગ લીધો હતો. સચિને જે સિરીઝમાં 7 મેચ રમીને 223 રન બનાવ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">