Commonwealth Games 2022 : પ્રિયંકાએ 10,000 મીટર વોકમાં સિલ્વર મેડલ જીત્યો, રચ્યો ઇતિહાસ

પ્રિયંકાએ (Priyanka Goswami) મહિલાઓની 10,000 મીટર વોકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે પોતાની રેસ 43.38 મિનિટમાં પૂરી કરી.

Commonwealth Games 2022 : પ્રિયંકાએ 10,000 મીટર વોકમાં સિલ્વર મેડલ જીત્યો, રચ્યો ઇતિહાસ
Priyanka-Goswami-wins-Silver-medal-in-Womens-10000m-Race-Walk
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 4:40 PM

પ્રિયંકાએ (Priyanka Goswami) મહિલાઓની 10,000 મીટર વોકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે પોતાની રેસ 43.38 મિનિટમાં પૂરી કરી. ભારતીય એથ્લેટ પ્રિયંકા ગોસ્વામીએ મહિલાઓની 10 હજાર મીટર રેસ વોકમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો છે. આ ખેલાડીએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા દેશને મેડલ અપાવ્યો છે. પ્રિયંકાએ 43:38.82માં રેસ પૂરી કરી. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગોસ્વામીએ આ જીત સાથે ઈતિહાસ રચ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games 2022) મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. પ્રિયંકા ગોસ્વામીએ ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું પરંતુ તે 17માં સ્થાને રહી હતી. પરંતુ કોમનવેલ્થ ગેમ્સમાં આ ખેલાડીએ શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો હતો.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગોસ્વામી પહેલા જિમ્નાસ્ટ બનવા માંગતી હતી. પરંતુ તે એથ્લેટિક્સમાં મળેલા પુરસ્કારો તરફ આકર્ષાઈ અને તેણે આ રમત અપનાવી. વર્ષ 2021 ફેબ્રુઆરીમાં પ્રિયંકાએ 20 કિમીની રેસ રેકોર્ડ ટાઇમિંગ સાથે જીતી હતી. પ્રિયંકા ગોસ્વામીએ 1:28.45ના રેકોર્ડ સમય સાથે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું. મુઝફ્ફરનગરના આ ખેલાડીએ પહેલી વખત કોઈ મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર મેડલ જીત્યો છે.

પ્રિયંકાનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

પ્રિયંકાએ સિલ્વર જીતીને વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ કર્યું હતું. તેણે પોતાની રેસ 43.38 મિનિટમાં પૂરી કરી. તે જ સમયે ઓસ્ટ્રેલિયાની જેમિમા મોન્ટાગે 42:34ના સમય સાથે ગોલ્ડ જીત્યો હતો. કેન્યાની એમિલી વામુસી એનજીએ 43:50 સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

એથ્લેટિક્સ ઇવેન્ટમાં ત્રીજો મેડલ

એથ્લેટિક્સ ઈવેન્ટમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. પ્રિયંકા પહેલા, તેજસ્વિન શંકર (ઉંચી કૂદમાં બ્રોન્ઝ) અને એમ શ્રીશંકર (લાંબી કૂદમાં સિલવર) એ કોમનવેલ્થ ગેમ્સમાં 2022 એથ્લેટિક્સમાં મેડલ જીત્યા હતા.

ભારતે અત્યાર સુધીમાં 27 મેડલ જીત્યા

કોમનવેલ્થ ગેમ્સ 2022ની મેડલ ટેલીમાં ભારત હાલમાં પાંચમા સ્થાને છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 27 મેડલ જીત્યા છે, જેમાં 9 ગોલ્ડ, 9 સિલ્વર અને 9 બ્રોન્ઝ છે. વેઈટલિફ્ટિંગમાં ભારતે અત્યાર સુધીમાં સૌથી વધુ મેડલ જીત્યા છે. ભારતે વેઈટલિફ્ટિંગ સ્પર્ધાઓમાં ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ સહિત 10 મેડલ મેળવ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">