જન્મદિવસ પહેલા કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળ્યા, જુઓ ફોટો

મહિનાઓ પહેલા એવું કહેવામાં આવતું હતું કે બંને વચ્ચે તિરાડ પડી છે, પરંતુ તે પછી તરત જ બંને પાર્ટીઓમાં અને ફિલ્મના સ્ક્રીનિંગમાં સાથે જોવા મળ્યા હતા જેણે બંને રિલેશનમાં હોવાના પૂરતા કારણો આપ્યા હતા.

જન્મદિવસ પહેલા કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળ્યા, જુઓ ફોટો
દુબઈમાં ચાહકો સાથે સ્પૉર્ટ થયા કિયારા અડવાણી-સિદ્ધાર્થ Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 9:53 AM

Happy Birthday Kiara Advani: સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani)ને લઈ ખુબ ચર્ચાઓ થઈ રહી હતી. ક્યારેક તો બંન્ને સાથે પણ જોવા મળતા હતા પરંતુ જ્યારે તેના સંબંધને લઈને પુછવામાં આવે તો બંન્ને આ સવાલનો જવાબ આપતા ન હતા. હવે બંન્ને ફરી એક વખત સાથે સ્પોર્ટ થયા હતા એ પણ કિયારાના જન્મદિવસના એક દિવસ પહેલા દુબઈમાં, બંન્ને સાથે ચાહકોએ   સેલ્ફી પણ લીધી હતી.

દુબઈમાં ચાહકો સાથે સ્પૉર્ટ થયા કિયારાઅડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
View this post on Instagram

A post shared by SidKiara (@siara_vogue)

હાલમાં કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. હાલમાં બંન્ને દુબઈમા પહોંચ્યા છે. જ્યાં કિયારા પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી શકે છે. હંમેશા બંન્ને તેના રિલેશનવિશે કાંઈ પણ બોલતા નથી. તેવા સમયે તેના આ ફોટો ધણુ બંધુ બોલી જાય છે. વેકેશન દરમિયાન એકબીજા સાથે , પાર્ટીઓમાં પણ સાથે જોવા મળે છે. દુબઈમાં બંન્ને ચાહકો સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.

બંને એકબીજાના કમ્ફર્ટેબલ લુક સાથે જોવા મળ્યા

દુબઈમાં તેમના ફેન્સ સાથે પોઝ આપતા બંનેના ધણા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ દરમિયાન કિયારાએ બ્લેક આઉટફિટ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાએ બ્લેક જીન્સ સાથે ડેનિમ શર્ટ પહેર્યો હતો અને તે તેમાં ખૂબ જ મસ્ત દેખાતો હતો. અન્ય એક ફોટોમાં કિયારાએ સફેદ ટી-શર્ટ પહેરી છે જ્યારે સિદ્ધાર્થ લાલ ટી-શર્ટ અને ગ્રે કલરના ટ્રાઉઝરમાં જોવા મળી રહ્યો છે.

અનન્યા પાંડેએ એક ટોક શોમાં તેમના સંબંધોની પુષ્ટિ કરી

તાજેતરમાં અનન્યા પાંડેએ એક ટોક શોમાં બંને વચ્ચેના સંબંધોની પુષ્ટિ કરી હતી. કરણ જોહરે અનન્યા પાંડેને કિયારા અડવાણીના સંબંધો વિશે સવાલ કર્યો હતો, આના પર અનન્યાએ પુષ્ટિ કરી અને ઈશારો કર્યો.

બંન્ને ફિલ્મ શેરશાહમાં કામ કર્યું

બોલિવુડ ન્યુઝ અનુસાર મહિનો પહેલા આ વિશે કહેવામાં આવ્યું હતુ કે, બંન્ને વચ્ચે એવી કોઈ વાત નથી પરંતુ તેના થોડા સમય પછી બંન્ને પાર્ટી અને ફિલ્મની સ્ક્રિનિંગમાં જોવા મળ્યા હતા. જેને બંન્નેના સંબંધનોને લઈ ચર્ચાઓ શરુ થઈ હતી. બંન્ને સાથે ફિલ્મ શેરશાહમાં કામ કર્યું હતુ. જે ઓટીટીમાં એક હિટ ફિલ્મ સાબિત થઈ હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">