Harmanpreet Kaur એ તોડ્યો કોહલીનો રેકોર્ડ, ભારતીય કેપ્ટન તરીકે T20માં સૌથી વધુ રન બનાવનાર નંબર વન બની

ભારતની મહિલા ટી20 ક્રિકેટ (T20 Cricket) ફાઈનલ મેચમાં 9 રનથી હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના હાથે આ નજીકની હાર બાદ ભારતે ગોલ્ડ ગુમાવ્યો અને આ ટીમને સિલ્વર મેડલ મળ્યો.

Harmanpreet Kaur એ તોડ્યો કોહલીનો રેકોર્ડ, ભારતીય કેપ્ટન તરીકે T20માં સૌથી વધુ રન બનાવનાર નંબર વન બની
Harmanpreet Kaur (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 9:40 AM

હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) ની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) ની મહિલા ટી20 ક્રિકેટ (T20 Cricket) ની ફાઈનલ મેચમાં 9 રનથી હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના હાથે આ નજીકની હાર બાદ ભારતે ગોલ્ડ ગુમાવ્યો અને આ ટીમને સિલ્વર મેડલ મળ્યો. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં 20 ઓવરમાં 161 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય મહિલા ટીમ 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય મહિલા ટીમે આ મેચમાં 34 રનમાં પોતાની 7 વિકેટ ગુમાવી દીધી હતી અને તેનો પરાજય થયો હતો. એક સમય એવો હતો જ્યારે ટીમનો સ્કોર 3 વિકેટે 118 રન હતો, પરંતુ તે પછી ટીમ માત્ર 152ના સ્કોર સુધી ઓલઆઉટ થઈ ગઈ હતી.

હરમનપ્રીત કૌરે તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં ટીમની સુકાની હરમનપ્રીત કૌરે (Harmanpreet Kaur) કેપ્ટનશીપની ઇનિંગ રમતા 65 રન બનાવ્યા હતા. તેણે આ રન 43 બોલમાં 2 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી બનાવ્યા હતા. હરમનપ્રીત કૌરે પોતાની ઇનિંગના આધારે મોટો રેકોર્ડ બનાવ્યો અને વિરાટ કોહલી (Virat Kohli) ને પણ પાછળ છોડી દીધો. હરમનપ્રીત કૌર હવે તેની 65 રનની ઈનિંગ બાદ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સુકાની તરીકે ભારત માટે સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઈ છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) ના નામે હવે ટી20માં સુકાની તરીકે 1618 રન છે. જે તેણે 74 મેચમાં બનાવ્યા છે. જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) એ સુકાની તરીકે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1570 રન બનાવ્યા છે. વિરાટ કોહલીનો આ રેકોર્ડ હવે તૂટી ગયો છે અને તે બીજા નંબર પર સરકી ગયો છે. તો હિટમેન એટલે કે રોહિત શર્મા (Rohit Sharma) 1161 રન સાથે ત્રીજા નંબર પર હાજર છે.

ટી20 માં ભારતીય સુકાની તરીકે સૌથી વધુ રનઃ

1618 રનઃ હરમનપ્રીત કૌર 1579 રનઃ વિરાટ કોહલી 1161 રનઃ રોહિત શર્મા 1112 રનઃ મહેન્દ્ર સિંહ ધોની

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">