CWG 2022 Medal Tally: ભારતના ખાતામાં 9 મેડલ, ઓસ્ટ્રેલિયા ટોચના સ્થાન પર

Commonwealth Games 2022 માં અત્યાર સુધી ભારતના ખાતામાં કુલ 3 ગોલ્ડ મેડલ આવી ગયા છે. જે હાલમાં મેડલ ટેબલમાં ભારતને છઠ્ઠા સ્થાને રાખે છે.

CWG 2022 Medal Tally: ભારતના ખાતામાં 9 મેડલ, ઓસ્ટ્રેલિયા ટોચના સ્થાન પર
India Medal Telly in Commonwealth Games 2022 (PC: TV9)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 6:57 AM

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 (CWG 2022) ને ચાર દિવસ થઇ ગયા છે. ઘણી ઇવેન્ટ્સ પુરી થઇ ગઇ છે અને ડઝનેક મેડલ પણ ખેલાડીઓએ પોતાના નામે કરી લીધા છે. હજુ પણ મેડલ ટેબલમાં બહુ ફેરફાર થયો નથી. પ્રથમ દિવસની જેમ ચોથા દિવસે પણ ઓસ્ટ્રેલિયા ટોચ પર છે અને મેડલની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સાથે જ ચોથો દિવસ પણ ભારત માટે મેડલ લઈને આવ્યો. જો કે ઘણા મેડલ નથી આવ્યા. પરંતુ બીજા કેટલાક મેડલ પર ભારતનું નામ ચોક્કસથી પાક્કું થયું. ચોથા દિવસ બાદ પણ ભારત છઠ્ઠા સ્થાને યથાવત છે. ઓગસ્ટ સોમવારની 1 તારીખે કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) નો ચોથો દિવસ હતો. પરંતુ મેડલની બાબતમાં ભારત માટે તે સતત ત્રીજો દિવસ હતો જ્યારે મેડલ પર ભારતનું નામ લખવામાં આવ્યું હતું. છેલ્લા બે દિવસની જેમ આ વખતે પણ વેટલિફ્ટિંગમાંથી મેડલ આવ્યો હતો. હરજિન્દર કૌરે મહિલાઓની 71 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રીતે ભારતે વેઈટલિફ્ટિંગમાં બીજો બ્રોન્ઝ અને ઓવરઓલ 7મો મેડલ જીત્યો હતો.

જુડોએ ભારતના મેડલની સંખ્યા વધારી

ભારતની મેડલ ટેલીમાં સોમવારે પહેલીવાર વિવિધતા જોવા મળી હતી અને તેનું કારણ જુડો હતું. આવી રમતમાં જેમાં ભારતની ઓળખ નજીવી છે અને જેમાં ભારતને વધુ સફળતા મળી નથી. ભારતે એક જ દિવસમાં બે મેડલ જીત્યા. 2014માં ભારત માટે પહેલીવાર જુડો સિલ્વર જીતનાર સુશીલા દેવીએ ફરી પોતાની કુશળતા બતાવી અને વધુ એક સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

તેના સિવાય વિજય કુમાર યાદવે રેપચેજ દ્વારા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રીતે ભારત 3 ગોલ્ડ, 3 સિલ્વર, 3 બ્રોન્ઝ સાથે કુલ 9 મેડલ મેળવી છઠ્ઠા સ્થાને બીરાજમાન છે.

ભારત મંગળવારે લૉન બોલ, બેડમિન્ટન મિક્સ ટીમ અને ટેબલ ટેનિસની પુરૂષ ટીમની ફાઇનલમાં ગોલ્ડ મેળવવાની આશા રાખશે. તો બીજી તરફ વેટલિફ્ટિંગ સહિત અન્ય ઇવેન્ટમાં મેડલની સંભાવના છે. જેથી પરિસ્થિતિમાં વધુ સુધારો થઈ શકે.

ઓસ્ટ્રેલિયાના સ્વિમરોનો જલવો કાયમ રહ્યો

જો આખા ટેબલની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા ટોપ પર વર્ચસ્વ જાળવી રાખે છે. ઓસ્ટ્રેલિયાએ 31 ગોલ્ડ સાથે કુલ 71 મેડલ જીત્યા છે. સ્વિમિંગમાં ફરી એકવાર ઓસ્ટ્રેલિયાની ટીમે સૌથી વધુ 7 મેડલ જીત્યા છે. અત્યાર સુધીમાં તરવૈયાઓએ ઓસ્ટ્રેલિયા માટે 16 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ જીત્યા છે. 1 ઓગસ્ટ સુધી કુલ 26 દેશોએ મેડલ જીત્યા છે. તો અત્યાર સુધીમાં કુલ 276 મેડલ આપવામાં આવ્યા છે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">