CWG 2022 Hockey: ગોલ્ડ માટે ગોલ્ડન ચાન્સ, ભારતીય ટીમ પહોંચી ફાઈનલમાં

ભારતે ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ હોકીની ફાઇનલમાં જગ્યા બનાવી છે અને ફાઇનલમાં ફરી એકવાર ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

CWG 2022 Hockey: ગોલ્ડ માટે ગોલ્ડન ચાન્સ, ભારતીય ટીમ પહોંચી ફાઈનલમાં
Hockey India (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 8:21 AM

ભારતીય પુરૂષ હોકી ટીમે તેની આઠ વર્ષની રાહનો અંત થયો છે. ભારતીય હોકી ટીમે (Hockey India) બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 (CWG 2022) ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મનપ્રીત સિંહની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ સેમિ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 3-2 થી હરાવીને ફાઈનલની ટિકિટ બુક કરી લીધી હતી. આ રીતે ભારતીય ટીમ 2014 બાદ પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફાઇનલમાં ભારત ફરી એકવાર 6 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. જેણે બીજી સેમિ ફાઇનલમાં યજમાન ઇંગ્લેન્ડને હરાવ્યું હતું.

સાઉથ આફ્રિકાએ આપી મજબુત ટક્કર

ભારત કરતા ઘણા નીચે રેન્કિંગ ધરાવતી સાઉથ આફ્રિકાની ટીમે આ વખતે સેમિ ફાઈનલમાં પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને પણ આ ફાઈનલમાં જોરદાર ટક્કર મળવાની આશા હતી અને એવું જ થયું. ભારતીય ટીમે પણ પોતાનું ખાતું ખોલાવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમે દરેક વખતે પાછળ રહીને પણ અંત સુધી હાર માની ન હતી અને અંતિમ સમયે ગોલ કરીને ભારત પાસેથી જીત છીનવી લેવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો.

ખાતુ ખોલવા માટે રાહ જોવી પડી

FIH રેન્કિંગમાં પાંચમા ક્રમે રહેલા ભારતને તેની ત્રીજી ફાઈનલમાં પહોંચવાનો કોઈ સરળ રસ્તો નથી મળ્યો. ટીમને પ્રથમ ગોલ માટે 20 મિનિટ રાહ જોવી પડી હતી. આખરે બીજા ક્વાર્ટરમાં અભિષેકે ભારતનું ખાતું ખોલાવ્યું. ત્યાર બાદ આ જ ક્વાર્ટરમાં ભારતને વધુ એક ગોલ મળ્યો હતો. આ વખતે 28મી મિનિટે મનદીપે ભારતની લીડ બમણી કરી દીધી.અહીંથી એવું લાગી રહ્યું હતું કે હવે ટીમ ઈન્ડિયા ગોલ પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ મેળવશે. પરંતુ દક્ષિણ આફ્રિકાએ આવું થવા દીધું નહીં.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

તેનાથી વિપરિત દક્ષિણ આફ્રિકાએ લીડ ઘટાડવા માટે 33મી મિનિટમાં રેયાન જુલિયસની મદદથી ભારતના હુમલાને નિષ્ફળ બનાવ્યો અને ભારતની ચિંતામાં વધારો કર્યો.

અંતિમ મિનિટોમાં જીત પાક્કી કરી

અંતે બરોબરી કરવાના પ્રયાસમાં દક્ષિણ આફ્રિકાએ ગોલકીપરની જગ્યાએ આઉટફિલ્ડ ખેલાડીને સામેલ કર્યો અને તેને નુકસાન થયું. જુગરાજ સિંહે 58મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી જીત સુનિશ્ચિત કરી હતી. જો કે 1 મિનિટ પછી દક્ષિણ આફ્રિકાએ બીજો ગોલ કર્યો. પરંતુ ભારતે મેચને પોતાના પક્ષમાં ખેંચી લીધી.

ઓસ્ટ્કરેલિયાની રોમાંચક જીત

બીજી સેમિ ફાઈનલમાં 6 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ યજમાન ઈંગ્લેન્ડને 3-2થી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ આ મેચમાં ઘણા સમયથી પાછળ રહી હતી. ઈંગ્લેન્ડે પહેલા અને બીજા ક્વાર્ટરમાં બે ગોલ કરીને બધાને ચોંકાવી દીધા હતા અને લીડ મેળવી લીધી હતી. 1998માં હોકીનો સમાવેશ થયા બાદથી દરેક વખતે ચેમ્પિયન બનેલી ઓસ્ટ્રેલિયન ટીમ આટલી સરળતાથી હાર માની રહી ન હતી. તેણે જબરદસ્ત પુનરાગમન કર્યું અને પછી 3 ગોલ કર્યા અને એટલું જ નહીં પણ જીત પણ મેળવી. મેચમાં ઈંગ્લેન્ડને 14 પેનલ્ટી કોર્નર મળ્યા હતા. પરંતુ ટીમ એક પણ ગોલમાં રૂપાંતર કરી શકી ન હતી અને તેનો માર સહન કરવો પડ્યો હતો. આ રીતે ઈંગ્લેન્ડનું પ્રથમ વખત ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.

ત્રીજીવારમાં જીતશે ભારત?

આ રીતે ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રીજી વખત ફાઇનલમાં ટકરાશે. અગાઉ 2010 અને 2014 ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાએ સતત બે વખત ભારતને ખિતાબથી રોક્યું હતું. આ વખતે ભારતીય ટીમ તે બંને હારને પૂર્ણ કરીને ઓસ્ટ્રેલિયાના રથને રોકવાની આશા રાખશે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">