CWG 2022 Badminton: ભારત મિક્સ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં, મેડલ પાક્કો કર્યો, સતત બીજા ગોલ્ડ પર નજર

ભારતે 2018ની ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને આ વખતે ભારતીય ટીમ પોતાનું ટાઇટલ બચાવવા ઉતરશે.

CWG 2022 Badminton: ભારત મિક્સ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં, મેડલ પાક્કો કર્યો, સતત બીજા ગોલ્ડ પર નજર
Badminton India (PC: TV9)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 7:28 AM

ભારતીય શટલરોએ બર્મિંગહામ પર પ્રભુત્વ જાળવી રાખ્યું છે અને ચાર વર્ષ પછી ભારત ફરીથી બેડમિન્ટનમાં પોતાનું ટાઇટલ બચાવવા માટે મેદાન પર ઉતરશે. કોમનવેલ્થ ગેમ્સ 2022 (CWG 2022) ની મિશ્ર ટીમ ઈવેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન, ભારતીય ટીમે તેની સેમિ ફાઈનલ મેચમાં સિંગાપોરને હરાવી સતત બીજી ગેમ્સ માટે આ ઈવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પાંચ મેચની મેચમાં ભારતે પ્રથમ ત્રણ મેચ (3-0) જીતીને પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ રીતે ભારતના ખાતામાં વધુ એક મેડલ આવ્યો છે. હવે મંગળવારે ભારતીય ટીમ આ મેડલનો રંગ નક્કી કરશે જ્યાં તેનો મુકાબલો મલેશિયા સાથે થશે.

લક્ષ્ય સેને ભારતને ફાઇનલમાં મોકલ્યું

સોમવાર 1 ઓગસ્ટના રોજ રમાયેલી સેમિ ફાઇનલમાં ભારતને સિંગાપોર તરફથી પડકાર હતો. વર્તમાન મેન્સ વર્લ્ડ ચેમ્પિયન લોહ કીન યૂ પણ આ સિંગાપોરની ટીમમાં સામેલ છે. તેની સાથેની મેચથી જ ભારતે ફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત કર્યો હતો. આ વર્ષે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં લોહ સામે હારી ગયેલા યુવા ભારતીય ખેલાડી લક્ષ્ય સેન (Lakshya Sen) એ એક પણ ગેમ ગુમાવ્યા વગર લોહને 21-18, 21-15 થી હરાવી ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું હતું.

સાત્વિક-ચિરાગ અને પીવી સિંધુની દમદાર શરૂઆત

અગાઉ ભારતની પુરુષોની નંબર વન જોડી, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ મેચની શરૂઆત કરી હતી. ભારતીય જોડીએ પ્રથમ મેચમાં યોંગ કી ટેરી હી અને એન્ડુ જુન કિયાન વેકને 21-11, 21-12થી હરાવી ભારતને લીડ અપાવી હતી. આ જોરદાર શરૂઆતે ભારત માટે ફાઈનલનો પાયો નાખ્યો હતો. આ પછી આગામી મેચમાં ટોચની શટલર પીવી સિંધુ (PV Sindhu) એ ભારત માટે પોતાનું શાનદાર પ્રદર્શન બતાવ્યું. પીવી સિંધુએ 19મી ક્રમાંકિત સિંગાપોરની જિયા મીન યેઓને બિલકુલ તક આપી ન હતી અને 21-11, 21-12થી પરાજય આપ્યો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

લક્ષ્ય સેને ત્યાર બાદ ધીમી શરૂઆત બાદ વિશ્વ ચેમ્પિયન લોહ કીન સામે જોરદાર વાપસી કરી અને જૂના સ્કોરથી આગળ વધીને ભારતને જીત અપાવી હતી. જીત બાદ લક્ષ્ય સેને કહ્યું કે, આ એક સારી મેચ હતી. હું જાણતો હતો કે કેવી રીતે રમવું અને મારી વ્યૂહરચના યોગ્ય હતી. હું ખુશ છું કે ભારત ફરીથી ફાઇનલમાં છે.

ફાઇનલમાં ફરી એક્શન રિપ્લે

ભારતે 2018 ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં પ્રથમ વખત મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે પોતાનું ટાઈટલ બચાવવા માટે ભારતે મંગળવારે મલેશિયાના પડકારને પાર કરવો પડશે. આ 2018ની ફાઈનલનો રિપ્લે હશે. ચાર વર્ષ પહેલા પણ ભારતે સેમિ ફાઈનલમાં સિંગાપોરને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જ્યાં તેણે મલેશિયાને 3-1 થી હરાવીને ટાઈટલ જીત્યું હતું. ટીમ ઈન્ડિયા એ સફળતાનું પુનરાવર્તન કરવા ઈચ્છશે. ભારતીય ટીમ ખિતાબની પ્રબળ દાવેદાર છે અને ગ્રૂપ સ્ટેજથી સેમિ ફાઇનલ સુધી એક પણ ગેમ હારી નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">