સિડની પિંક ટેસ્ટમાં ક્લેયર પોલોસાક રચ્યો ઇતિહાસ, ટેસ્ટ મેચમાં પ્રથમ મહિલા અંમ્પાયર તરીકે ભૂમિકા નિભાવી

આજ થી શરુ થયેલી ભારત અને ઓસ્ટ્રેલીયા (India Australia Series) વચ્ચે સિડની (Sydney Test) ત્રીજી મેચ ખુબ જ ખાસ  છે. 4 મેચોની ટેસ્ટ સીરીઝ હાલમાં 1-1 થી બરાબરી પર છે, જેને લઇને ત્રીજી ટેસ્ટ હવે સીરીઝનુ પરીણામ નક્કિ કરવામાં મહત્વની બની રહેશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલીયામાં દરેક નવા વર્ષ પર પારંપરિક રુપે આયોજીત થયેલી પિંક ટેસ્ટ (Pink Test) છે.

  • Avnish Goswami
  • Published On - 10:30 AM, 7 Jan 2021
Claire Polosak made history in the Sydney Pink Test, playing the role of the first female umpire in a Test match
ક્લેયર પોલોસાક (Claire Polosak) ને સિડની ટેસ્ટના માટે અંમ્પાયર પેનલનો હિસ્સો બનાવવામાં આવી છે.

આજ થી શરુ થયેલી ભારત અને ઓસ્ટ્રેલીયા (India Australia Series) વચ્ચે સિડની (Sydney Test) ત્રીજી મેચ ખુબ જ ખાસ  છે. 4 મેચોની ટેસ્ટ સીરીઝ હાલમાં 1-1 થી બરાબરી પર છે, જેને લઇને ત્રીજી ટેસ્ટ હવે સીરીઝનુ પરીણામ નક્કિ કરવામાં મહત્વની બની રહેશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલીયામાં દરેક નવા વર્ષ પર પારંપરિક રુપે આયોજીત થયેલી પિંક ટેસ્ટ (Pink Test) છે. જે બ્રેસ્ટ કેન્સર (Breast Cancer) ની સામેની લડાઇને સમર્થન માટે આયોજીત કરવામાં આવે છે. આ ઉપરાંત સિડની ટેસ્ટને ખાસ બનાવવા વાળી સૌથી મોટી બાબત ક્લેયર પોલોસાક (Claire Polosak) છે.

ઓસ્ટ્રેલીયાની પોલોસાક ને સિડની ટેસ્ટના માટે અંમ્પાયર પેનલનો હિસ્સો બનાવવામાં આવી છે. આમ પુરુષોની ટેસ્ટ મેચમાં તૈનાત થનારી તે પ્રથમ મહિલા મેચ અધીકારી બની જશે. ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ ગુરુવારે 7 જાન્યુઆરી થી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરુ થઇ છે. આ મેચના માટે જેમ બંને ટીમો પોતાની પુરી તૈયારીઓ સાથે મેદાનમાં ઉતરી છે, તેમ ઓસ્ટ્રેલીયાઇ અંમ્પાયર ક્લેયર પોલોસાકે પણ પોતાને તૈયાર કરી ફરજ સંભાળી છે.

સમાચાર એજન્સી પીટીઆઇના રિપોર્ટ મુજબ 32 વર્ષીય પોલોસાકઆ મેચમાં ચોથા અંપાયર તરીકે ભૂમિકમા માટે પસંદ કરાઇ છે. તે આ પહેલા વન ડે મેચમાં પણ અંપાયરીંગ કરી ચુકી છે. ઓસ્ટ્રેલીયાના ન્યૂ સાઉથ વેલ્સમાં રહેનારી પોલોસાકએ 2019 નામીબીયા અને ઓમાન વચ્ચે વિશ્વ ક્રિકેટ લીગ ડીવીઝનની બે મેચમાં અંમ્પાયરીંગ કરી હતી. આ રીતે તે પુરુષોની આંતરરાષ્ટ્રીય મેચમાં અંપાયરીંગ કરવા વાળી પ્રથમ મહિલા અંમ્પાયર બનવાની ઉપલબ્ધી હાંસલ કરી હતી.

ચોથા અંમ્પાયર તરીકેના રોલમાં પોલોસાક મેચ થી જોડાયેલા નિર્ણય લેવામાં સામેલ નહી રહે. આ કામ મેદાની અંમ્પાયરો અને થર્ડ અમ્પાયરનુ કાર્ય હોય છે. ચોથા અમ્પાયરના સ્વરુપમાં પોલોસાકનો મુખ્ય રોલ મેદાનમાં નવા બોલને લાવવા અને બ્રેકના દરમ્યાન પિચની દેખભાળ રાખવાની છે. આ ઉપરાંત ચોથા અમ્પાયરે મેદાનમા રહેલા અમ્પાયરો માટે ડ્રિંક પહોંચાડવા અને લાઇટ મીટર થી પ્રકાશની તપાસ કરવા જેવુ કાર્ય કરવાનુ હોય છે. કોઇક ખાસ સ્થિતીમાં મેદાની અંમ્પાયરના હટવાની સ્થિતીમાં ત્રીજા અમ્પાયરે મેદાનમાં ઉતરવાનુ હોય છે. આવી સ્થીતીમાં ચોથા અમ્પાયરને ટીવી અંમ્પાયર તરીકેનો કાર્યભાર સોંપવામાં આવે છે.

સિડનીમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં મેદાની અંમ્પાયરોના રુપમાં બે પૂર્વ ઝડપી બોલરો પોલ રાયફલ અને પોલ વિલ્સન ફરજ નિભાવી રહ્યા છે. આ ઉપરાંત ત્રીજા અંમ્પાયરના રીતે બ્રુસ ઓક્સનફોર્ડ પોતાની સેવા આપી રહ્યા છે. જ્યારે પૂર્વ ઓસ્ટ્રેલીયાઇ બેટ્સમેન અને મશહૂર મેચ રેફરી ડેવિડ બૂન એકવાર ફરી મેચ રેફરી તરીકે ફરજ નિભાવી રહ્યા છે.