ઓસ્ટ્રેલિયામાં ચેતેશ્વર પુજારાની બેટીંગે સૌરવ ગાંગુલીની જહોનિસબર્ગ રમતની યાદ અપાવી

ઓસ્ટ્રલીયા (Australia) માં મળેલી ઐતિહાસિક જીતના અલગ અલગ પાસાઓની હવે ચર્ચાઓ થવા લાગી છે. શુભમન ગીલ (Shubman Gill) ની બેટીંગની ચર્ચા થઇ. ઋષભ પંત (Rishabh Pant) ના સાહસ પર વાત થઇ. ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ના સંઘર્ષ પર ચર્ચા થઇ.

ઓસ્ટ્રેલિયામાં ચેતેશ્વર પુજારાની બેટીંગે સૌરવ ગાંગુલીની જહોનિસબર્ગ રમતની યાદ અપાવી
'આઉટ થઇ જવા કરતા ઇજાઓ સહન કરવી વધારે બહેતર હોય છે' - સૌરવ ગાંગુલી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 24, 2021 | 3:20 PM

ઓસ્ટ્રલીયા (Australia) માં મળેલી ઐતિહાસિક જીતના અલગ અલગ પાસાઓની હવે ચર્ચાઓ થવા લાગી છે. શુભમન ગીલ (Shubman Gill) ની બેટીંગની ચર્ચા થઇ. ઋષભ પંત (Rishabh Pant) ના સાહસ પર વાત થઇ. ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ના સંઘર્ષ પર ચર્ચા થઇ. બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) માં જીતનો પાયા અને ઇમારત વચ્ચેની કડી ચેતેશ્વર પુજારા હતો. પુજારા જ હતા જેમણે શુભમન ગીલ સાથે મળીને શતકીય ભાગીદારી કરી હતી. આ ઉપરાંત એક છેડો સાચવી રાખતા અજીંક્ય રહાણે અને ઋષભ પંત સાથે પણ ભાગીદારી રમત કરીને 211 બોલમાં 56 રન બનાવ્યા હતા. તેણે પાંચ કલાક અને ચૌદ મીનીટ બેટીંગ કરી હતી. જોકે આંકડાઓ કરતા તેણે દર્દ વધારે સહન કર્યુ હતુ એ મોટી વાત છે. એટલે જ તેમે સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ની પણ યાદ અપાવી દીધી છે.

ઓસ્ટ્રેલીયાના બેટ્સમેનોએ એક બાદ એક તેના શરીરને નિશાન બનાવતા રહ્યા હતા. પરંતુ પુજારા પોતા શરીર પર ઇજાઓ ખાતો રહ્યો હતો. પરંતુ તે હિંમત હાર્યો નહોતો. જેનુ પરિણામ એ આવ્યુ કે, તે ટીમને જીતની નજીક લઇ ગયો હતો. બ્રિસબેન ટેસ્ટમાં ચેતેશ્વર પુજારાની બેટીંગ 2006માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમ્યાન સૌરવ ગાંગુલીએ કરેલી બેટીંગ કરાવી દીધી હતી. તે વખતે સૌરવ ગાંગુલી પણ ઇજાઓ ભોગવતો રહ્યો હતો પરંતુ રન બનાવતો રહ્યો હતો. પરિણામ ભારતને જહોનિસબર્ગ ટેસ્ટ (Johannesburg Test) મેચમાં એક ઐતિહાસિક જીત મળી હતી.

ગ્રેગ ચેપલ થી વિવાદ બાદ સૌરવ ગાંગુલી ટીમની બહાર થઇ ગયા હતા. તેમણે ટીમમાં પાછા ફરવા માટે ખુબ સંઘર્ષ કર્યો હતો. દિલીપ વેંગસકર ચીફ સિલેક્ટર હતા, તેમણે ગાંગુલીનો ટીમમાં પરત ફરવા માટેનો રસ્તો કરી આપ્યો હતો. ભારતીય ટીમના દક્ષિણ આફ્રિકા (South Africa) પ્રવાસ માટે ગાંગુલી પસંદ થયો હતો. ડિસેમ્બર 2006માં પ્રથમ ટેસ્ટ મેચ જહોનિસબર્ગમાં રમાઇ હતી. મખાયા એન્ટીની, શોન પોલોક, ડેલ સ્ટેન, આંદ્રે નિલ અને જેક કાલિસ સાથે આફ્રિકા મેદાનમાં ઉતર્યુ હતુ. પાંચ ઝડપી બોલરો સાથે ઝડપી પિચ પર ભારતીય ટીમ સામે મેદાનમાં ઉતરવાનો આફ્રિકાનો મતલબ, ભારતીય બેટ્સમેનો પર ભારે પડવા સમાન લાગી રહ્યો હતો. થયુ પણ એમ હતુ.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

જે મેચમાં 100 રન પાર કરતા કરતા વાસિમ જાફર, વિરેન્દ્ર સહેવાગ, સચિન તેંદુલકર અને કેપ્ટન રાહુલ દ્રવીડ પેવેલિયન પરત ફરી ચુક્યા હતા. તે મુશ્કેલ વિકેટ પર ગાંગુલી ત્રણ કલાક થી વધુ સમય સુધી બેટીંગ કરી હતી. તેણે પ્રથમ પારીમાં નોટ આઉટ 51 રન બનાવ્યા હતા. મેચમાં બાજી ત્યારે પલટી જ્યારે પ્રોટીયાઝ ટીમ (Proteas Team) પ્રથમ પારીમાં ફક્ત 84 રનમાં જ સમેટાઇ ગઇ હતી. ત્યારબાદ બીજી પારીમાં ભારતે 236 રન બનાવ્યા હતા. આ લો સ્કોરીંગ મેચની બીજી ઇનીંગમાં પણ દાદાએ કિંમતી 25 રન બનાવ્યા હતા. પરંતુ 51 અને 25 રનની આ પારી દરમ્યાન સૌરવ ગાંગુલીને લગાતાર પોતાના શરીર પર ઝડપી બોલરોના હુમલાને સહવો પડ્યો હતો.

ટેસ્ટ મેચ હજુ ખતમ થઇ નહોતી. મેચના ત્રીજા દિવસની રમત બાદ સૌરવ ગાંગુલી પ્રેસ કોન્ફરન્સના માટે આવ્યા હતા. તેમને મેદાનમાં વાપસી થી લઇને ટેસ્ટ મેચના સંભવિત પરિણામ અંગે ના સવાલ થયા હત. આ દરમ્યાન દાદાને સવાલ પુછવામાં આવ્યો હતો કે આ ટેસ્ટ મેચમાં તેમની પારી ભલે સર્વશ્રેષ્ઠ પારીઓમાં ના હોય પરંતુ તેમના રન ખૂબ જ કિંમતી હતા. કારણ કે તેમણે લગાતાર ઇજાઓ ખાઇને રન બનાવ્યા હતા. આ સવાલના જવાબમાં સૌરવ ગાંગુલીએ કહ્યુ હતુ કે, ‘ઇટસ બેટર ગેટીંગ હર્ટ રેધર ધેન ગેટીંગ આઉટ’. એટલે કે આઉટ થઇ જવા કરતા ઇજાઓ સહન કરવી વધારે બહેતર હોય છે. સૌરવ ગાંગુલીનુ આ મનોબળ હતુ, જે 15 વર્ષ બાદ હવે બ્રિસબેનમાં ચેતેશ્વર પુજારાની બેટીંગમાં જોવા મળ્યુ હતુ.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">