
કેપ ટાઉનમાં શરુ થયેલી ભારત-સાઉથ આફ્રીકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રીકાની ટીમ 55 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ. ભારતીય ટીમની ઓપનિંગ જોડીએ શાનદાર શરુ કરાવી, પણ બીજી ઈનિંગમાં પણ બોલર્સને તરખાટ જોવા મળતા ભારતીય ક્રિકેટ ટીમ 153 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી. અંતિમ 6 વિકેટ 153 રનના સ્કોર પર પડી હતી. ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચમાં 98 રનની લીડ મેળવી છે. આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં 35મી વાર 0 રન પર એક સાથે 6 વિકેટ પડી છે.
કેપટાઉનમાં ન્યુલેન્ડ્સની પીચ બોલિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે.આ પીચ પર ઝડપી અને સ્પિન બંને બોલરોને મદદ મળે છે.ન્યૂલેન્ડ્સની ગણતરી દક્ષિણ આફ્રિકાના એવા મેદાનોમાં થાય છે જે સ્પિન બોલરોને મદદ કરે છે, એટલે કે અહીંની પિચમાંથી સ્પિન બોલરને ઘણી મદદ મળે છે.આવી સ્થિતિમાં સ્પિન બોલરો અહીં સારી ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે.ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડનું આઉટફિલ્ડ પણ ઝડપી છે જે બેટ્સમેનોને મદદ કરે છે.અને બેટ્સમેનોને પણ તેમના શોટ્સનું પૂરેપૂરું મૂલ્ય મળે છે.આ માટે બોલરોએ સાવધાનીથી રમવું પડશે.
ભારતનો પ્રથમ દાવ 153 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતે કોઈ રન બનાવ્યા વિના છેલ્લી છ વિકેટ ગુમાવી દીધી છે. એક સમયે ભારતનો સ્કોર 153/4 હતો. વિરાટ કોહલી અને લોકેશ રાહુલ બેટિંગ કરી રહ્યા હતા. આ વખતે રાહુલ આઉટ થયો હતો અને ટીમ ઈન્ડિયા વધુ રન બનાવી શકી નહોતી. માત્ર ત્રણ ભારતીય બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. કેપ્ટન રોહિતે 39 રનની ઇનિંગ રમી હતી. શુભમન ગિલે 36 રન અને વિરાટ કોહલીએ સૌથી વધુ 46 રનનું યોગદાન આપ્યું હતું. આ ત્રણ સિવાય માત્ર લોકેશ રાહુલ પોતાનું ખાતું ખોલાવી શક્યો હતો. તેણે આઠ રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ અને મુકેશ કુમાર ખાતું ખોલાવી શક્યા ન હતા. જોકે, મુકેશે કોઈ બોલનો સામનો કર્યો ન હતો.
દક્ષિણ આફ્રિકા તરફથી કાગીસો રબાડા, લુંગી એનગિડી અને નાન્દ્રે બર્જરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. એક ભારતીય બેટ્સમેન રન આઉટ થયો હતો. જોકે, પ્રથમ દાવના આધારે ભારત પાસે 98 રનની મહત્વની લીડ છે. પિચની પ્રકૃતિને જોતા ભારતીય ટીમ મેચમાં આગળ છે. હવે ભારત આ સિઝનમાં દક્ષિણ આફ્રિકાના ટોપ ઓર્ડરને પેવેલિયનમાં મોકલવાનો પ્રયાસ કરશે. ભારતીય બોલરો આ મેચને ઇનિંગ્સના માર્જિનથી જીતવાનો પ્રયાસ કરશે. પીચને ધ્યાનમાં લેતાં ભારત માટે 50થી વધુ રનનો ટાર્ગેટ મુશ્કેલ હોઈ શકે છે.
જસપ્રીત બુમરાહે 8 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજે 9 ઓવરમાં 15 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેણે 3 ઓવર મેડન ફેંકી હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4 ઓવરમાં 10 રન આપ્યા હતા. જ્યારે મુકેશ કુમારે 2.2 ઓવરમાં 2 ઓવર મેડન ફેંકીને 2 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવા મામલે આ ખેલાડી છે નંબર-1, ટોપ-5માં એક ગુજ્જુ પણ સામેલ
Published On - 7:33 pm, Wed, 3 January 24