આ તારીખે બુમરાહ અને સંજના ના યોજાઇ શકે છે લગ્ન, જાણો લગ્નની તારીખ અને સ્થળનુ આયોજન

ટીમ ઇન્ડીયાના સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) જલદી થી લગ્નના બંધને બંધાવા જઇ રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ, બુમરાહ સ્પોર્ટસ એંકર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે લગ્ન કરનારો છે. બુમરાહ સંજના સાથે આગામી 14 અથવા 15 માર્ચે ગોવામાં લગ્ન કરનાર છે.

  • Publish Date - 4:11 pm, Tue, 9 March 21 Edited By: Bipin Prajapati
આ તારીખે બુમરાહ અને સંજના ના યોજાઇ શકે છે લગ્ન, જાણો લગ્નની તારીખ અને સ્થળનુ આયોજન
બોલર બુમરાહ સંજના ગણેશન સાથે લગ્ન કરનાર છે, જે એક સ્પોર્ટસ એંકર છે.

ટીમ ઇન્ડીયાના સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) જલદી થી લગ્નના બંધને બંધાવા જઇ રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ, બુમરાહ સ્પોર્ટસ એંકર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે લગ્ન કરનારો છે. બુમરાહ સંજના સાથે આગામી 14 અથવા 15 માર્ચે ગોવામાં લગ્ન કરનાર છે. બુમરાહ એ ઇંગ્લેંડ સામેની ટેસ્ટ મેચની શ્રેણીમાં અંતિમ મેચમાંથી BCCI પાસે થી રજાઓ મેળવી હતી. આ માટે તેણે વ્યક્તિગત કારણ આગળ ધર્યુ હતુ. જોકે ત્યાર બાદ તેના લગ્નના આયોજનને લઇને ખૂબ ચર્ચાઓ ચાલવા લાગી રહી છે.

બોલર બુમરાહ સંજના ગણેશન સાથે લગ્ન કરનાર છે, જે એક સ્પોર્ટસ એંકર છે. સંજના ગણેશન પુણેમાં જન્મી હતી અને તે મોડલ પણ રહી ચુકી છે. 2014માં તે મિસ ઇન્ડીયાની ફાઇનલ સુધી પહોચી શકી હતી. સંજનાએ સ્પોર્ટસ એંકરના રુપમાં બુમરાહનુ એક ઇન્ટરવ્યુ પણ લીધુ હતુ. જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થવા લાગ્યુ છે. જાણકારી મુજબ બુમરાહ ગોવામાં લગ્નનુ આયોજન કરી રહ્યો છે. તેના લગ્નનુ સ્થળ ભારતમાં હોવા છતાં ભારતીય ટીમના તેના સાથી હાલમાં બાયો-બબલમાં હોવાને લઇને તેના લગ્ન સમારંભમાં સામેલ થઇ શકશે નહી.

જસપ્રિત બુમરાહનુ પ્રદર્શન પાછલા કેટલાક વર્ષમાં ખૂબ જ શાનદાર રહ્યુ છે. બુમરાહએ ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર શાનદાર બોલીંગ પ્રદર્શન કર્યુ હતુ. તો ઇંગ્લેંડ સામે મળેલી જીતમાં પણ બુમરાહનુ મહત્વનુ યોગદાન રહ્યુ હતુ. ભારત અને ઇંગ્લેંડ વચ્ચે 12 મી માર્ચ થી 5 T20 મેચની શ્રેણી રમાનારી છે. જોકે બુમરાહ તે શ્રેણીમાં પણ ટીમમાં સામેલ નહી રહે. આ વર્ષે યોજાનારા T20 વિશ્વકપમાં ભારતીય ટીમનુ મુખ્ય હથિયાર બુમરાહને માનવામાં આવનાર છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati