AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ખેલાડીના શરીર પર ફર્યું પિચ રોલર, પ્રેક્ટિસ દરમિયાન ભયાનક અકસ્માત, જુઓ Video

મેદાન પર એક એવો અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. જે તમે પહેલા ક્યારેય જોયો નહી હોય. જ્યારે ખેલાડીની ઉપર પિચ રોલર ચઢી જાય છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

Breaking News : ખેલાડીના શરીર પર ફર્યું પિચ રોલર, પ્રેક્ટિસ દરમિયાન ભયાનક અકસ્માત, જુઓ Video
| Updated on: Sep 20, 2026 | 9:01 AM
Share

રમતના મેદાનમાં અકસ્માત તો થતાં રહે છે. પરંતુ જરા વિચાર કરો જો કોઈ ખેલાડી ઉપર પિચ રોલર ચઢી જાય તો શું થાય? આવું જ કાંઈ એન્ડ્રોસ ટાઉનસેન્ડ સાથે પ્રેક્ટિસ દરમિયાન બન્યું હતુ. પ્રીમિયર લીગ અને ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ વિંગર એન્ડ્રોસ ટાઉનસેન્ડ પ્રેક્ટિસ દરમિયાન પિચ રોલરથી અથડાઈ ગયા હતા, જેના કારણે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. સદનસીબે, ટાઉનસેન્ડ સુરક્ષિત બચી ગયો. આ ઘટના થાઈ લીગમાં બની હતી, જ્યાં ટાઉનસેન્ડ પીટી પ્રાચુઆપ ટીમનો ભાગ હતો.

ખેલાડી પર કેવી રીતે ચઢ્યું પિચ રોલર?

35 વર્ષના ટાઉનસેન્ડ પાસિંગ ડ્રિલમાં વ્યસ્ત હતો. ત્યારે અચાનક તે મદાન પર ચાલી રહેલી પિચ રોલરની અડફેટમાં આવી જાય છે. ટકકર લાગવાથી તે મેદાન પર નીચે પડી જાય છે. તેનો પગ પણ પિચ રોલરની નીચે આવી જાય છે. આવું જોયા પછી ત્યાં રહેલા તમામ લોકોના શ્વાસ અધ્ધર થઈ જાય છે. ડ્રાઈવરે અકસ્માતને ગંભીરતાથી લઈ પિચ રોલરને તરત રોકી દે છે. તેમજ એન્ડ્રોસ ટાઉનસેડની મદદ માટે દોડે છે.પિચ રોલર ચઢ્યું અને કાંઈ ના થયું

View this post on Instagram

હવે પિચ રોલ પર પગ ચઢી જાય તો કાંઈ નો થાય તેવું બને નહી. પરંતુ તમે વિશ્વાસ કરશો નહી. ટાઉન્સેન્ડને કાંઈ પણ થયું નથી. તેમજ ગંભીર ઈજા પણ થઈ નથી. આ એક ચમત્કાર થયો હોય તેવું લોકો કહી રહ્યા છે. ટાઉનસેન્ડની ટીમ પીટી પ્રચુઆપે પટ્ટાની એફસી વિરુદ્ધ રમાયેલી મેચને 3-0થી જીતી હતી.

થાઈલેન્ડ લીગમાં ટાઉનસેડની બીજી સીઝન

અન્ડ્રોસ ટાઉન્સેન્ડ થાઈલેન્ડ લીગમાં પોતાની બીજી સીઝન રમી રહ્યો છે. આ પહેલા તેમણે આ લીગમાં 2025-26 સીઝન કંચનબુરી પાવરની સાથે પસાર કરી હતી. તે ટોટનહમ,ન્યુકૈસલ ક્રિસ્ટલ પેલેસ અને એવરટન જેવી ક્લબોમાં પણ રમી ચૂક્યો છે.

થાઈ લીગમાં જે એન્ડ્રોસ ટાઉનસેડની સાથે થયું તે ખુબ ખતરનાક અને ડરામણો અકસ્માત ફુટબોલની પિચ પર કદાચ પહેલી વખત જોવા મળ્યો હતો. પરંતુ સારી વાત એ હતી. કે, આ સમગ્ર અકસ્માતમાં કોઈ ગંભીર રુપ લીધું ન હતુ.

ફૂટબોલ સામાન્ય રીતે લંબચોરસ ઘાસ અથવા કૃત્રિમ મેદાન પર દરેક છેડે એક ગોલપોસ્ટ સાથે રમાય છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">