
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 મેચની વનડે સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝની ચોથી મેચ માઉન્ટ માઉગાનુઈના ઓવલ મેદાન પર રમાઈ રહી છે. અહી ભારતની નજર સીરિઝ પર કબ્જો કરવા પર છે. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી છે. આ સીરિઝની શરુઆતની 2 મેચ ભારતના નામે રહી હતી. તેમજ ત્રીજી મેચ વરસાદના કારણે ધોવાય હતી. ત્યારે ટીમ ઈન્ડિયા આ સીરિઝમાં આગળ છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ODI સીરિઝની ચોથી મેચ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ ખાતે રમાશે. ભારત હાલમાં સીરિઝમાં 2-0થી આગળ છે.આજે હવામાન સારું છે. આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ છે. સરસ પવન ફૂંકાઈ રહ્યો છે. પિચ સારી દેખાય છે. હાલમાં, વરસાદ કે ખરાબ હવામાનના કોઈ સંકેતો નથી. આનો અર્થ એ છે કે આખી મેચ જોવાની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, 19 નવેમ્બરથી શરૂ થનારી બે ટેસ્ટ મેચની સીરિઝની તૈયારી માટે ગિલને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે અને તેની જગ્યાએ ઐયરને ભારતીય ટીમનો કેપ્ટન છે.જેણે પહેલી બે મેચમાં સારું પ્રદર્શન કર્યું ન હતુ. શોર્ટ-પિચ બોલ સામે તેની નબળાઈ છતી થઈ ગઈ છે.
છેલ્લી 2 વનડે માટે ભારતીય સ્કવોડ શ્રેયસ અય્યર, રોહિત શર્મા, વિરાટ કોહલી ,ઋતુરાજ ગાયકવાડ, નમન ધીર,તિલક વર્મા, અક્ષર પટેલ , ઈશાન કિશન, કુમાર કુશાગ્ર, આકિબ નબી, ગુરનુર બ્રાર, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, યશ ઠાકુર, કુલદીપ યાદવ
Published On - 7:21 am, Fri, 13 November 26