વિશ્વના સૌથી ધનાધ્ય ક્રિકેટ બોર્ડમાં ગણાતા, BCCIને કોરોનાકાળની અસર, નેશનલ ક્રિકેટ એકેડમીના 11 કોચને છુટ્ટા કરી દિધા

દેશમાં એવુ એક પણ ક્ષેત્ર નથી કે જયા કોરોના વાયરસની અસર ના થઈ હોય. કોરોના વાયરસને પગલે લાદી દેવાયેલા, લોકડાઉનની વરવી અસર દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. અનેક ક્ષેત્રમાંથી નોકરીયાતોને છુટ્ટા કરી દેવાયા છે. વિશ્વના સૌથી ઘનાધ્ય ક્રિકેટ બોર્ડમાં ગણાતા બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) પણ કોરોના મહામારીની વરવી અસરથી મુક્ત […]

વિશ્વના સૌથી ધનાધ્ય ક્રિકેટ બોર્ડમાં ગણાતા, BCCIને કોરોનાકાળની અસર, નેશનલ ક્રિકેટ એકેડમીના 11 કોચને છુટ્ટા કરી દિધા
Follow Us:
| Updated on: Sep 23, 2020 | 1:19 PM

દેશમાં એવુ એક પણ ક્ષેત્ર નથી કે જયા કોરોના વાયરસની અસર ના થઈ હોય. કોરોના વાયરસને પગલે લાદી દેવાયેલા, લોકડાઉનની વરવી અસર દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. અનેક ક્ષેત્રમાંથી નોકરીયાતોને છુટ્ટા કરી દેવાયા છે. વિશ્વના સૌથી ઘનાધ્ય ક્રિકેટ બોર્ડમાં ગણાતા બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) પણ કોરોના મહામારીની વરવી અસરથી મુક્ત નથી રહ્યું. ફેબ્રુઆરીથી દેશમાં કોઈ મેચ નથી રમાઈ કે નથી કોઈ ક્રિકેટ સિરીઝ. જેના પગલે, બીસીસીઆઈએ 11 કોચને છુટા કરી દિધા છે.

કોરોના મહામારીને પગલે ઊભી થયેલી સ્થિતિને લઈને, નેશનલ ક્રિક્રેટ એકેડમીના 11 કોચને ફરજમાંથી મુક્ત કર્યા છે. બીસીસીઆઈએ આ 11 કોચના વાર્ષિક કોન્ટ્રાક્ટ રિન્યુ નથી કર્યાં. ફરજમાંથી મુક્ત કરેલા 11 કોચમાં ભારતના પૂર્વ ખેલાડી રમેશ પોવાર, હ્રુષિકેશ કાનીટકર, સુબ્રતો બેનર્જી, સુજીત સોમસુંદર, સીતાશુ કોટક અને એસ એસ દાસનો સમાવેશ થાય છે.

મિડીયા રિપોર્ટ મુજબ નેશનલ ક્રિકેટ એકેડમીના પ્રમુખ અને ભારતના પૂર્વ કેપ્ટન અને ધ વોલના નામે જાણીતા રાહુલ દ્રવિડે, ગત સપ્તાહે જ અગીયારે અગીયાર કોચને તેમના કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં નહી આવે તેની જાણકારી આપી હતી. રાહુલ દ્રવિડે જ ક્રિકેટ કોચની પસંદગી કરીને તેમની સાથે વાર્ષિક કોન્ટ્રાક્ટ કર્યા છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

અગિયાર કોચના વાર્ષિક કોન્ટ્રાક્ટ આ મહિને પૂરા થાય છે. તમામ ક્રિકેટ કોચનુ વેતન 35 લાખની આસપાસ હોવાનું કહેવાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">