ઋષભ પંતના વખાણ કરવા લાગ્યા BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી, કહ્યું પૂર્ણ મેચ વિનર છે

ટીમ ઈન્ડીયા (Team India)ના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) 2021ની શરુઆતથી જ ક્રિકેટના ચાહકો અને દિગ્ગજોની પસંદ બની રહ્યો છે.

  • Avnish Goswami
  • Published On - 21:05 PM, 3 Apr 2021
ઋષભ પંતના વખાણ કરવા લાગ્યા BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી, કહ્યું પૂર્ણ મેચ વિનર છે
Sourav Ganguly-Rishabh Pant

ટીમ ઈન્ડીયા (Team India)ના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) 2021ની શરુઆતથી જ ક્રિકેટના ચાહકો અને દિગ્ગજોની પસંદ બની રહ્યો છે. તેની બેટીંગ પર ચાહકો અને દુનિયાભરના દિગ્ગજો ફિદા થવા લાગ્યા છે. આ યાદીમાં હવે એક નામ ઉમેરાયુ છે, BCCIના અધ્યક્ષ અને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલી (Sourav Ganguly)નું. ઋષભ પંતની રમતને લઈને હવે તેઓ વખાણ કરવા લાગી ગયા છે. હાલમાં જ્યારે ગાંગુલીને એમ પૂછવામાં આવ્યુ કે તમારા પસંદગીના ક્રિકેટર કોણ છે? જેના જવાબમાં તેમણે સ્પષ્ટ તો કોઈનું નામ નહોતુ લીધુ પરંતુ ઋષભ પંતના ખૂબ વખાણ કરી લીધા હતા.

 

સૌરવ ગાંગુલીએ કહ્યુ હતુ કે, ભારતમાં ક્રિકેટમાં અપાર ક્ષમતા છે, જ્યારે ગાવાસ્કર હતા, ત્યારે લોકો વિચારતા હતા કે તેમના પછી શું થશે. ત્યારે સચિન તેંડુલકર, રાહુલ દ્રાવિડ, અનિલ કુંબલે આવ્યા હતા. જ્યારે તેંડુલકર અને દ્રવિડે રમતને અલવિદા કહી તો વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઋષભ પંત જેવા ખેલાડીઓએ ટીમને સંભાળી છે.

 

ઋષભ પંતથી પ્રભાવિત છે ગાંગુલી
સૌરવ ગાંગુલીને જ્યારે પૂછવામાં આવ્યુ હતુ કે તેમનો પસંદગીનો ક્રિકેટર કોણ છે? જેનો જવાબ આપતા ગાંગુલીએ કહ્યુ હતુ કે, તમામ વર્તમાન ક્રિકેટરો શાનાદર છે. બીસીસીઆઈ અધ્યક્ષ તરીકે હું કોઈ એકનું નામ નહીં લઉ. હું વિરાટ કોહલી અને રોહિત શર્માની બેટીંગનો આનંદ લઉ છું. હું ઋષભ પંતથી પ્રભાવિત છુ. કારણ કે મને લાગે છે કે, તે એક પૂર્ણ મેચ વિનર છે. હું જસપ્રિત બુમરાહ અને મહંમદ શામીને પણ પસંદ કરુ છુ. હું શાર્દુલ ઠાકુરને પણ પસંદ કરુ છુ. કારણ કે તેનામાં હિંમત અને સંઘર્ષપણું છે.

 

એન્જીયોપ્લાસ્ટી બાદ ગાંગુલી હવે ફીટ છે

ગાંગુલીને આ વર્ષની શરુઆતમાં જ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. તેમણે એન્જીયોપ્લાસ્ટી સારવારથી પસાર થવુ પડ્યુ હતુ. જોકે તેમણે કહ્યુ હતુ કે તેઓ હવે ફિટ છે અને સ્વસ્થ પણ છે. હવે તેઓ પોતાના કામ પર પણ પરત ફર્યા છે. હું પહેલા જે કામ કરતો હતો એ તમામ કામ કરી રહ્યો છુ. આઈપીએલ 2021ના દશ દિવસ અગાઉ જ ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સનો નવો કેપ્ટન પસંદ કરવામા આવ્યો હતો. 23 વર્ષની ઓછી વયે તે હવે આઈપીએલની ટીમની કેપ્ટનશીપ સંભાળશે. આ દરમ્યાન ઋષભ પંત હવે પાંચ યુવા કેપ્ટનોમાં સામેલ થઈ ગયો છે.

 

આ પણ વાંચો: IPL 2021: મુંબઈમાં વકરતા જતા કોરોનાને લઈ BCCIએ તૈયાર કર્યો પ્લાન-B, આ શહેર હોઈ શકે નવુ યજમાન