BCCI Halal Food Controversy: ટીમ ઈન્ડિયાના ફૂડ પર વિવાદ, હલાલ મીટને ફરજિયાત બનાવવા પર હંગામો, ટ્રોલ થયું BCCI

BCCIએ ભારતીય ક્રિકેટ ટીમ માટે નવો ડાયટ પ્લાન તૈયાર કર્યો છે. હલાલ માંસ ખાવાનું કહેવામાં આવ્યું છે.

BCCI Halal Food Controversy: ટીમ ઈન્ડિયાના ફૂડ પર વિવાદ, હલાલ મીટને ફરજિયાત બનાવવા પર હંગામો,  ટ્રોલ થયું BCCI
Indian team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 4:29 PM

BCCI : ભારતીય ક્રિકેટ ટીમના નવા ડાયટ પ્લાન (Diet plan)ને લઈને હોબાળો થયો છે. ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો માટે માત્ર હલાલ પ્રમાણિત માંસ ખાવાનું ફરજિયાત બનાવવા બદલ સોશિયલ મીડિયા પર BCCIની ટીકા થઈ રહી છે. ટ્વિટર પર #BCCI_Promotes_Halalના નામે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (Indian Cricket Board)ની ટીકા કરવામાં આવી રહી છે.

બે દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે, BCCIએ ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) માટે નવો ડાયટ પ્લાન તૈયાર કર્યો છે. ક્રિકેટરોએ આ યોજનાને ચુસ્તપણે અનુસરવી પડશે. જેમાં હલાલ માંસ ખાવાનું કહેવામાં આવ્યું છે.સ્પોર્ટ્સ વેબસાઈટ (Sports website) અનુસાર, ખેલાડીઓને કોઈપણ રીતે પોર્ક અને બીફ ખાવાની મંજૂરી નથી. તેની ફિટનેસ (Fitness)અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ માંસ ખાવા માંગે છે, તો તે ફક્ત હલાલ પ્રમાણિત માંસ જ ખાઈ શકે છે. આ સિવાય તમે અન્ય કોઈપણ પ્રકારનું માંસ ખાઈ શકતા નથી.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

આગામી ક્રિકેટ કેલેન્ડર અને તેમાં યોજાનારી મોટી સિરીઝ અને આઈસીસી ઈવેન્ટ (ICC event)દરમિયાન ખેલાડીઓને ફિટ રાખવા માટે આ ડાયટ પ્લાનનો ખેલાડીઓ પર કડક અમલ કરવામાં આવશે. ખેલાડીઓનું વજન ન વધે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક ખેલાડીઓ બાયો બબલ (Bio Bubble)માં હોવાને કારણે સતત ક્રિકેટ રમવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. તે તમામ ફોર્મેટમાં પોતાની ઉર્જા જાળવી શક્યો નહોતો. આવી સ્થિતિમાં, ખેલાડીઓને તેમના આહારમાં સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. જે ખેલાડીઓ માંસ ખાવાના શોખીન હોય અને રોજ ખાતા હોય તેમને ખાસ ધ્યાન રાખવા જણાવાયું છે.

આ પછી બીસીસીઆઈ પર સોશિયલ મીડિયા પર હલાલ સર્ટિફાઈડ ફૂડનો પ્રચાર કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ભાજપ અને હિંદુત્વ સંગઠનો સાથે જોડાયેલા ટ્વિટર એકાઉન્ટ્સ પરથી આ અંગે સતત ટ્વિટ કરવામાં આવી રહી છે. આમાં બીસીસીઆઈને આમ ન કરવા કહેવામાં આવી રહ્યું છે. એ પણ પૂછવામાં આવી રહ્યું છે કે, હિંદુ અને શીખ ક્રિકેટરોને હલાલ માંસ ખાવા માટે મજબૂર કેમ કરવામાં આવે છે.

#BCCI_Promotes_Halal ટ્રેન્ડિંગ

વાસ્તવમાં હિન્દુ સંગઠનો હલાલ મીટનો વિરોધ કરે છે. તેમનું કહેવું છે કે, હલાલ પ્રમાણિત ખોરાક દ્વારા ઇસ્લામિક કાયદાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ સાથે હિન્દુ અને શીખ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ઘણા હિંદુઓ અને શીખો હલાલ માંસ ખાતા નથી. ઇસ્લામમાં, હલાલ સિવાય અન્ય કોઈપણ રીતે તૈયાર માંસ ખાવા પર પ્રતિબંધ છે. જેના કારણે અનેક વિવાદો થયા છે.

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમતા મેદાનમાં ઈજા પામનાર 3 ખેલાડીઓ મોતને ભેટી ચૂક્યા છે, જાણો કયા કયા છે આ ખેલાડીઓ ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">