BCCI: રણજી ટ્રોફીના આયોજનથી લઇને અનેક મુદ્દાઓ પર એપેક્સ કાઉન્સીલમાં 17 જાન્યુઆરીએ થશે નિર્ણય

ભારતીય ક્રિકેટ બોર્ડની એપેક્સ કાઉન્સીલ (Apex Council) ની 17 જાન્યુઆરીએ બેઠક થનારી છે. આ બેઠક વર્ચ્યુઅલ (Virtual Meeting) થશે. જેમાં ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલ કેટલીક બાબતો પર ચર્ચા કરવામાં આવનાર છે. જેમાં ખાસ કરીને રણજી ટ્રોફી 2021 નુ આયોજન, મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ, T20 વિશ્વકપ અને બિહાર ક્રિકેટની બાબતોનો પણ સમાવેશ હશે.

BCCI: રણજી ટ્રોફીના આયોજનથી લઇને અનેક મુદ્દાઓ પર એપેક્સ કાઉન્સીલમાં 17 જાન્યુઆરીએ થશે નિર્ણય
વરચ્યુઅલ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા, લેવાશે નિર્ણયો.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 15, 2021 | 3:12 PM

ભારતીય ક્રિકેટ બોર્ડની એપેક્સ કાઉન્સીલ (Apex Council) ની 17 જાન્યુઆરીએ બેઠક થનારી છે. આ બેઠક વર્ચ્યુઅલ (Virtual Meeting) થશે. જેમાં ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલ કેટલીક બાબતો પર ચર્ચા કરવામાં આવનાર છે. જેમાં ખાસ કરીને રણજી ટ્રોફી 2021 નુ આયોજન, મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ, T20 વિશ્વકપ અને બિહાર ક્રિકેટની બાબતોનો પણ સમાવેશ હશે. બતાવવામા આવી રહ્યુ છે કે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) માટે તૈયાર કરવામાં આવેલા બાયો-બબલ ને લઇ, આગળના મહિને રણજી ટ્રોફીના આયોજન પર નિર્ણય કરવામાં આવશે. બેઠકના એજન્ડામાં સાત વિષય સામેલ છે. જેમાં ટોચમાં ઘરેલુ ક્રિકેટ આયોજનો છે. આ ચર્ચામાં જૂનિયર અને મહિલા ક્રિકેટ પણ સામેલ છે. બીસીસીઆઇના સુત્રોએ ગોપનીયતાની શર્તે PTI ને બતાવ્યુ હતુ કે, હજુ 90 ટકા સંભાવના છે કે, રણજી ટ્રોફી (Ranji Trophy) ફેબ્રુઆરીમાં શરુ થનારી છે. અમારી પાસે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે તૈયાર કરવામાં આવેલા છ બાયો-બબલ હશે. જેના માટે પાંચ ગૃપમાં છ-છ ટીમો જ્યારે એક ગૃપમાં આઠ ટીમ હશે.

એમ પણ થઇ શકે છે કે, રણજી ટ્રોફીની લીગ સ્ટેજને આઇપીએલના પહેલા અને નોકઆઉટના બાદમાં આયોજીત કરવામાં આવશે. જેથી શ્રેષ્ઠ ખેલાડીઓની કમી રમતમાં ના વર્તાય, તેની પણ ચર્ચા થઇ શકે છે. મહિલાઓને રાષ્ટ્રીય ટુર્નામેન્ટ અને અન્ય વય વર્ગના ટુર્નામેન્ટ પણ યોજાશે. બેઠકમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના 2023 થી 2031 સુધીના ભવિષ્યના પ્રવાસ કાર્યક્રમ પર પણ ચર્ચા કરવામાં આવશે. આવતા વર્ષ થી આઇપીએલ 10 ટીમો સાથે રમાનારી છે અને બીસીસીઆઇ તેના માટે વધારે સમયની માંગ કરી શકે છે.

આઇસીસીના કરના સંબંધીત મામલાઓ પર પણ બેઠકમાં ચર્ચા થઇ શકે છે. આ પહેલા જ નક્કિ કરવામાં આવી ચુક્યુ છે કે, જો કેન્દ્ર સરકાર છુટ નથી આપતી તો ભારત વિશ્વ સંસ્થાને કહી શકે છે, તેમને મળનારી વાર્ષિક આવકમાંથી તેટલી રકમને કાપી લેવામાં આવે. કાઉન્સીલ ને સરકારના રુખને પણ દર્શાવવામાં આવી શકે છે. બેઠકમાં બેંગ્લોરમાં નિર્માણ આધિન રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી પર પણ ચર્ચા થઇ શકે છે. તેની સાથે જ એનસીએ અને બીસીસીઆઇ મુખ્યાલયમાં ભરતીઓ પર પણ વિચાર કરાવામાં આવી શકે છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

બિહાર ક્રિકેટ સાથએ જોડાયેલી બાબતો પર પણ ચર્ચા કરવામાં આવશે. બિહાર ક્રિકેટમાં હાલમાં ખૂબ વિવાદ વર્તાઇ રહ્યો છે. અહી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના માટે બે ટીમોને મોકલવામાં આવી હતી. આવામાં વિવાદને સુલઝાવવા માટે એક સ્પેશિયલ કમિટી રચાઇ શકે છે, જે રાજ્યોની પસંદગી નુ કામ જોશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">