IND vs SA: સ્ટેડિયમમાં દર્શકોના પ્રવેશને લઈને BCCIએ લીધો મોટો નિર્ણય, દક્ષિણ આફ્રિકાની સીરિઝમાં જોવા મળશે અસર, જાણો શું છે મામલો

કોવિડના કારણે દર્શકોએ સ્ટેડિયમમાં આવવાનું બંધ કરી દીધું હતું, પરંતુ પછી ધીરે ધીરે દર્શકોની એન્ટ્રી શરૂ થઈ ગઈ અને હવે BCCIએ આ અંગે એક મોટું પગલું ભર્યું છે જે IND vs SA ( India vs South Africa)સીરિઝમાં જોવા મળશે.

IND vs SA: સ્ટેડિયમમાં દર્શકોના પ્રવેશને લઈને BCCIએ લીધો મોટો નિર્ણય, દક્ષિણ આફ્રિકાની સીરિઝમાં જોવા મળશે અસર, જાણો શું છે મામલો
ફાઈલ ફોટોImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 5:02 PM

IND vs SA: ભારતીય ખેલાડીઓ હાલમાં IPL રમી રહ્યા છે અને ત્યારબાદ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વ્યસ્ત થઈ જશે. IPL પછી દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત આવશે ( India vs South Africa) અને પાંચ મેચની T20 સીરિઝ રમશે. આ સીરિઝ પહેલા ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ સીરિઝ માટે દર્શકોને પ્રવેશ આપવા માટે તૈયાર છે, તે પણ કોઈપણ deduction વિના. સમાચાર એજન્સી ANIએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે BCCIએ T20 સીરિઝ દરમિયાન સ્ટેડિયમની સંખ્યા અનુસાર 100 ટકા દર્શકોને આવવાની મંજૂરી આપી છે. એટલે કે ભારત અને સાઉથ આફ્રિકા સિરીઝ દરમિયાન સ્ટેડિયમ ફરી એકવાર ખીચોખીચ ભરેલું જોવા મળશે.

આ પાંચ મેચોની T20 સીરિઝની પ્રથમ મેચ 9 જૂને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. બીજી મેચ 12 જૂને ઓડિશાના કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાશે. ત્રીજી મેચ વિશાખાપટ્ટનમના ACA-VCA સ્ટેડિયમમાં રમાશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ઓફ રાજકોટ સ્ટેડિયમમાં ચોથી મેચનું આયોજન કરશે. પાંચમી મેચ 19 જૂને બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

સ્ટેડિયમમાં દર્શકો જોવા મળશે

100 ટકા મંજૂરી ન હતી

કોવિડના કારણે સ્ટેડિયમમાં દર્શકોના આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ રાઉન્ડની મેચો પણ ખાલી સ્ટેડિયમોમાં રમાઈ હતી. કોવિડ કેસ ઓછા થઈ ગયા છે, જોકે સ્ટેડિયમમાં ધીમે-ધીમે દર્શકોની એન્ટ્રી શરૂ થઈ ગઈ હતી, પરંતુ તેમ છતાં સ્ટેડિયમની સંપૂર્ણ સંખ્યા અનુસાર એન્ટ્રી આપવામાં આવી ન હતી. સ્ટેડિયમમાં ક્યારેક 50 ટકા તો ક્યારેક 70 ટકા દર્શકો જોવા મળ્યા હતા. ભારત અને શ્રીલંકા સિવાય ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી સીરિઝમાં પણ આ જોવા મળ્યું હતું. આ સમયે દર્શકોને IPLમાં જોઈ શકાશે. પરંતુ અહીં પણ 100% મંજૂરી નથી. કોવિડ પછી આ પ્રથમ વખત છે, જ્યારે બીસીસીઆઈએ સીરિઝ માટે 100 ટકા દર્શકોને મંજૂરી આપી છે.

દક્ષિણ આફ્રિકાની પ્રથમ સીરિઝ

ગયા વર્ષે રમાયેલા T20 વર્લ્ડકપ બાદ દક્ષિણ આફ્રિકાની આ પ્રથમ ટી20 સીરિઝ છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ સીરિઝ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ,આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં અન્ય T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે અને આ બંને ટીમો આ વર્લ્ડ કપમાં એક જ ગ્રુપમાં છે. આ બંને સાથે પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો છે. આવી સ્થિતિમાં આ વર્લ્ડકપની તૈયારીની દૃષ્ટિએ આ સીરિઝ મહત્વપૂર્ણ છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">