BCA: કૃણાલ પંડ્યા સાથે ઘર્ષણમાં ઉતરનારા ખેલાડી દિપક હુડ્ડા સસ્પેન્ડ, ડોમેસ્ટીક સ્પર્ધામાં ભાગ નહી લઈ શકે

બરોડા (Vadodara) ના ક્રિકેટર દિપક હુડ્ડા (Deepak Hooda) ને ઘરેલુ સિઝનમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. બરોડા ક્રિકેટ એસોશિએશન (Baroda Cricket Association) દ્રારા આ પગલુ ભરવામાં આવ્યુ છે. કેટલાક સદસ્યો દ્રારા વિરોધ વચ્ચે પણ દિપક હુડ્ડાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

BCA: કૃણાલ પંડ્યા સાથે ઘર્ષણમાં ઉતરનારા ખેલાડી દિપક હુડ્ડા સસ્પેન્ડ, ડોમેસ્ટીક સ્પર્ધામાં ભાગ નહી લઈ શકે
Deepak-Hooda-Krunal-Pandya
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 23, 2021 | 7:31 AM

બરોડા (Vadodara) ના ક્રિકેટર દિપક હુડ્ડા (Deepak Hooda) ને ઘરેલુ સિઝનમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. બરોડા ક્રિકેટ એસોશિએશન (Baroda Cricket Association) દ્રારા આ પગલુ ભરવામાં આવ્યુ છે. કેટલાક સદસ્યો દ્રારા વિરોધ વચ્ચે પણ દિપક હુડ્ડાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. હુડ્ડાને કેપ્ટન કૃણાલ પંડ્યા (Krunal Pandya) સાથે વિવાદ સર્જાયો હતો, ત્યાર બાદ સૈયદ મુશ્તાક અલી (Syed Mushtaq Ali Trophy) T20 ટુર્નામેન્ટ ની શરુઆત પહેલા જ બહાર નિકળી જઇને BCA ના નારાજ કર્યુ હતુ.

BCA ના પ્રેસ અને પબ્લિસીટી સમિતીના ચેરમેન સત્યજીત ગાયકવાડ (Satyajit Gaekwad) એ એક અંગ્રેજી અખબારને આ અંગે બતાવ્યુ હતુ, તેમણે કહ્યુ હતુ કે, ટોચની સમિતિએ નિર્ણય કર્યો છે કે, દિપક હુડ્ડાને વર્તમાન ઘરેલુ સત્ર માટે બરોડા ટીમનુ પ્રતિનિધિત્વ કરવા માટે અનુમતિ નથી. ટીમ મેનેજર અને કોચ પંડ્યા-હુડ્ડા વિવાદ અંગે રિપોર્ટ અને હુડ્ડા સાથે વાત કર્યા બાદ આ વિચારને આધિન આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

દિપક હુડ્ડા વર્તમાન સૈયદ મુશ્તાક અલી T20 ટુર્નામેન્ટની સાથે સાથે સિઝનમાં કોઇ પણ આગામી ઘરેલુ પ્રતિયોગીતામાં ભાગ નહી લઇ શકે. ગાયકવાડે બતાવ્યુ હતુ કે હુડ્ડા 2021-22 ની સિઝન મા બરોડા માટે રમી શકે છે. બીસીએના સંયુક્ત સચિવ પરાગ પટેલે કહ્યુ હતુ કે, હુડ્ડા એ પ્રબંધનની સાથે ચર્ચા કર્યા વિના જ ટીમની બહાર નિકળી જઇને અયોગ્ય કર્યુ હતુ. જોકે પુરા સત્ર માટે તેની પર પ્રતિબંધ લગાવવો અનાવશ્યક છે. તેને તેના કૃત્ય માટે ફટકાર લગાવાઇ શકતી હતી અને બાદમાં તેને રમતની પરવાનગી આપવી જોઇતી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">