BBL: વિકેટકીપરે ભૂલ સાથે એવા અંદાજમાં રન આઉટ કર્યો કે, લોકો જોઇને લોટપોટ થયા, જુઓ વિડીયો

ઓસ્ટ્રેલીયામાં બીગ બેશ લીગ (Big Bash League) રમાઇ રહી છે. 9 જાન્યુઆરીએ પર્થ સ્કોચર્સ (Perth Scorchers) અને સિડની થંડર (Sydney Thunder) વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં એક રન આઉટ અજીબો ગરીબ રીતનો જોવા મળ્યો હતો. આ રન આઉટ ગજબ તો હતો સાથે જ કિપરનુ કિસ્મત પણ બતાવી રહ્યો છે.

Avnish Goswami
| Edited By: | Updated on: Jan 10, 2021 | 9:44 AM

ઓસ્ટ્રેલીયામાં બીગ બેશ લીગ (Big Bash League) રમાઇ રહી છે. 9 જાન્યુઆરીએ પર્થ સ્કોચર્સ (Perth Scorchers) અને સિડની થંડર (Sydney Thunder) વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં એક રન આઉટ અજીબો ગરીબ રીતનો જોવા મળ્યો હતો. આ રન આઉટ ગજબ તો હતો સાથે જ કિપરનુ કિસ્મત પણ બતાવી રહ્યો છે. આ ઘટનામાં પર્થના વિકેટકીપર જોશ ઇંગ્લીશ, બોલર જેશન બેહરનડોર્ફ અને સિડની ના બેટસમેન એલેક્સ રોઝ સામેલ રહ્યા હતા. જેમાં બેહરનડોફને થ્રો ફેંક્યો પરંતુ કીપર થી ગફલત થઇ ગઇ હતી, પરતં આમ છતાં પણ રન આઉટ થઇ શક્યો હતો. જે અંદાજમાં તે વિકેટ રન આઉટ દ્રારા પડી હતી, જોઇને તેમના સાથીયો પણ હંસી હંસીને લોટપોટ થયા હતા.

આ ઘટના સિડની થંડરની પારીની છઠ્ઠી ઓવર દરમ્યાન થઇ હતી. જેસન બેહરનડોર્ફએ બોલ નાંખ્યો, જેને સેમ બિલિંગ્સે સ્કેવર લેગ પર પુશ કર્યો હતો અને રન લેવા દોડી પડ્યો, ત્યાં કોઇ ફીલ્ડર નહોતો. જેને લઇને બેહરનડોર્ફ પોતે જ બોલને રોકવા અને થ્રો કરવા માટે દોડી ગયો હતો. આ દરમ્યાન બિલિંગ્સે પહેલા બીજા રન માટે હા કહી અને બાદમાં ના ભણી હતી. એવામાં રોઝે અડધી પીચે પાછા વળવુ પડ્યુ હતુ. ત્યાં સુધી બેહરનડોર્ફ એ ઇંગ્લીશ તરફ થ્રો ફેંકી દીધો હતો. જોકે તે બોલ થોડો દુર પડ્યો હતો. ઇંગ્લીશ પણ તે બોલ ને પકડવામાં ચુક કરી બેઠો હતો.

આવામાં બોલ હાથમાં થી છટકી ગઇ હતી, પરંતુ બોલને હેંડ બોલ સ્ટાઇલમાં સ્ટમ્પ પર મારી હતી. પરંતુ બોલ ટપ્પો ખાઇને જેમ તેમ રીતે જઇને સ્ટંપને જઇને ટકરાયો અને બેલ્સ ઉડી ગઇ. આ સાથે જ રોઝ આઉટ થઇ ગયો હતો. આ જોઇને ઇંગ્લીશ પાસે ઉભેલા જેસન રોય પણ પોતાની હંસીને રોકી ના શક્યો. સાથે જ ટીમના બાકીના સભ્યો મિશેલ માર્શ, એન્ડ્ર્યુ ટાઇ, ઝાઇ રિચર્ડસન પણ હંસી પડ્યા હતા. ખુદ ઇંગ્લીશ પણ પોતાની હરકત પર શરમાયા બાદ હંસી પડ્યો હતો. તો વળી કોમેન્ટેટર પણ આ જોઇને હેરાન રહી ગયા હતા. તેમણે કહ્યુ હતુ કે, ખરાબ થ્રો અને ખરાબ કીપીંગ, આખરે કેવી રીતે સ્ટંપ વિખરાઇ ગયા.

https://twitter.com/cricketcomau/status/1347860411127746562?s=20

આ મેચમાં પર્થને 17 રને જીત મળી હતી. તેણે પ્રથમ બેટીંગ કરતા કોલિન મનરોએ અર્ધશતક ના બળ પર 185 રન બનાવ્યા હતા. સિડની માટે બ્રેડન ડોગેટને 22 રન આપીને 4 વિકેટ હાંસલ કરી હતી. લક્ષ્યનો પિછો કરતા સિડની એ 46 રન પર જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે સેમ બિલિંગ્સ એક છેડો જાળવી રાખવા સફળ રહ્યો હતો. તેણે 48 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદ થી 83 રન બનાવ્યા હતા. જોકે તે 19 ઓવરમાં આઉટ થઇ ગયો હતો. અંતમાં સિડની ની ટીમ 168 રન પર સમેટાઇ હતી. પર્થ ની જીતનો હિરો રિચર્ડસન રહ્યો હતો. તેણે 24 રન આપીને 4 મહત્વની વિકેટ ઝડપી હતી.

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">