બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ કોરોના પોઝિટીવ, થાઈલેન્ડમાં થઈ ક્વોરન્ટાઈન

બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ કોરોના પોઝિટીવ, થાઈલેન્ડમાં થઈ ક્વોરન્ટાઈન
Saina Nehwal (File Pic)

બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ (Saina Nehwal) કોરોના વાઈરસ પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. સાયના બેડમિન્ટન ટુર્નામેન્ટ રમવા માટે થાઈલેન્ડમાં છે, જ્યાં તેને હવે હોસ્પિટલમાં ક્વોરન્ટાઈ કરવામાં આવી છે.

Hardik Bhatt

| Edited By: Kunjan Shukal

Jan 12, 2021 | 6:10 PM

બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ (Saina Nehwal) કોરોના વાઈરસ પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. સાયના બેડમિન્ટન ટુર્નામેન્ટ રમવા માટે થાઈલેન્ડમાં છે, જ્યાં તેને હવે હોસ્પિટલમાં ક્વોરન્ટાઈ કરવામાં આવી છે. કોરોના પોઝિટીવ આવ્યા પછી સાયના નેહવાલ માટે મોટો આંચકો સાબિત થયો છે, કેમ કે યોનેક્સ થાઈલેન્ડ ઓપન 12થી 17 જાન્યુઆરી દરમિયાન રમાશે. આ પછી 19થી 24 જાન્યુઆરી સુધી ટોયોટા થાઈલેન્ડ ઓપન અને બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂર ફાઈનલ્સ 27થી 31 જાન્યુઆરી સુધી રમાશે.

સાયના નેહવાલે કહ્યું કે, ‘મને હજી ગઈકાલથી કોરોના ટેસ્ટ રિપોર્ટ મળ્યો નથી, તે ખૂબ જ ભ્રામક છે અને આજે મેચ માટે પ્રેક્ટિસ પૂર્વે તેઓએ મને બેંગકોકની હોસ્પિટલમાં દાખલ થવા માટે કહ્યું છે. એમ કહીને કે હું કોરોના પોઝિટિવ છું. ભારતીય બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ મંગળવારે થાઈલેન્ડ ઓપન સુપર 1000 ટૂર્નામેન્ટથી કોરોના વાઈરસના રોગચાળાને કારણે આંતરરાષ્ટ્રીય કેલેન્ડરને લગભગ 10 મહિના અસરગ્રસ્ત થયા બાદ શરૂ થનારી એક સ્પર્ધાત્મક મેચમાં વાપસી કરવાની હતી. જેની ઓક્ટોબરથી ઈંગ્લેન્ડમાં તાલીમ ચાલી રહી હતી.

સાયનાએ કહ્યું- રિપોર્ટ હજી મળ્યો નથી

બીજી તરફ સાયના નેહવાલે કહ્યું કે, ‘મને હજી સુધી કોવિડ પરીક્ષણનો રિપોર્ટ મળ્યો નથી. આ ખૂબ જ મૂંઝવણભર્યું છે અને આજે મેચ માટે વોર્મ-અપ કરતા પહેલા મને કહેવામાં આવ્યું કે હું કોરોના પોઝિટીવ છું એમ કહીને બેંગકોકની હોસ્પિટલમાં પહોંચવાનું કહ્યું. નિયમ મુજબ રિપોર્ટ 5 કલાકમાં આવવો જોઈએ’ અગાઉ બેડમિંટન સ્ટાર સાયના નેહવાલ બેંગકોકમાં આ ટુર્નામેન્ટો પહેલા યોજવામાં આવતા પ્રતિબંધોથી ખુશ નહોતી.

સાયનાએ કોવિડ -19 પ્રોટોકોલ અંતર્ગત લાદવામાં આવેલા પ્રતિબંધો અંગે નારાજગી વ્યક્ત કરતાં ઘણા ટ્વીટ કર્યા હતા. 30 વર્ષીય શટલર કોરોના પોઝિટીવ થયા બાદ હવે તે આ ટૂર્નામેન્ટોમાં ભાગ લઈ શકશે કે કેમ તે અંગે સવાલ છે. સાયનાએ વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન (બીડબ્લ્યુએફ)ની ટ્રેનર અને ફિઝિયોને મળવા ન દેવા બદલ ટીકા કરી હતી. સાયનાએ એમ પણ કહ્યું હતું કે ખેલાડીઓને અગાઉથી જાગૃત કરી દેવા જોઈએ કે તેમને થાઈલેન્ડમાં તેમના સ્પોર્ટસ સ્ટાફને મળવા દેવામાં આવશે નહીં.

આ પણ વાંચો: ગુજરાત ભાજપ સંગઠનના પ્રદેશ હોદ્દેદારોના નામની જાહેરાત, જાણો કોનો કોનો થયો સમાવેશ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati