37 બોલમાં સદી ફટકારનારા અઝહરને હવે IPL અને વિશ્વકપ રમવાનુ સપનુ, સિનીયર અઝહર પરથી નામ રાખ્યુ હતુ

કેરળ (Kerala) ના ઓપરન બેટ્સમેન મહંમદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin) એ સૈયદ મુશ્તાકઅલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) 2021માં તોફાની શતક લગાવીને ધમાલ મચાવી દીધી હતી. તેણે માત્ર 37 બોલમાં જ શતક લગાવી દીધુ હતુ. જે ભારતીય ખેલાડીઓ દ્રારા ફટકારવામાં આવેલી ત્રીજુ સૌથી ઝડપી શતક હતુ.

37 બોલમાં સદી ફટકારનારા અઝહરને હવે IPL અને વિશ્વકપ રમવાનુ સપનુ, સિનીયર અઝહર પરથી નામ રાખ્યુ હતુ
Mohammad Azharuddin
Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Jan 16, 2021 | 9:07 AM

કેરળ (Kerala) ના ઓપરન બેટ્સમેન મહંમદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin) એ સૈયદ મુશ્તાકઅલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) 2021માં તોફાની શતક લગાવીને ધમાલ મચાવી દીધી હતી. તેણે માત્ર 37 બોલમાં જ શતક લગાવી દીધુ હતુ. જે ભારતીય ખેલાડીઓ દ્રારા ફટકારવામાં આવેલી ત્રીજુ સૌથી ઝડપી શતક હતુ. મહમંદ અઝહરુદ્દીન એ મુંબઇ (Mumbai) સામે આ કમાલ કર્યો હતો. તેણે 54 બોલમાં જ નવ ચોગ્ગા અને 11 છગ્ગાની મદદ થી અણનમ 137 રન ફટકાર્યા હતા. તે કેરળ તરફથી T20 ક્રિકેટમાં સદી ફટકારનારો પ્રથમ ખેલાડી છે. જે ઇનીંગ રમ્યા બાદ તે ખૂબ જ ચર્ચામા રહ્યો હતો. કહેવામાં આવી રહ્યુ છે કે, IPL 2021ના ઓક્શન દરમ્યાન તેને લઇને ટીમોને વચ્ચે ખૂબ સ્પર્ધા જોવા મળી શકે છે.

તો વળી શતકીય પારી રમનારા મહંમદ અઝહરુદ્દીનને લઇને ખૂબ દિલચસ્પી પણ જોવા મળી રહી છે. કેરળની એક ચેનલના રીપોર્ટ મુજબ અઝહરુદ્દીન પણ આઇપીએલ રમવા ઇચ્છી રહ્યો છે. તે તેની બકેટ લીસ્ટનો હિસ્સો છે. મનોરમા ન્યૂઝ મુજબ મહંમદ અઝહરુદ્દીન ભારત માટે 2023નો વિશ્વકપ રમવાનુ પણ સપનુ જોઇ રહ્યો છે. કેરળના કાસરગોડમાં જન્મેલો આ ક્રિકેટર ઇચ્છે છે કે, તે ભારતમાં જ્યારે વન ડે વિશ્વકપ રમાય ત્યારે તે ટીમ ઇન્ડીયાનો હિસ્સો હોય.

આ ઉપરાંત તે આઇપીએલમાં પણ તે માત્ર રમવા જ નહી પરંતુ માર્કી પ્લેયર પણ બનવા ઇચ્છે છે. માર્કી પ્લેયરનો મતલબ છે કેસ કોઇ ટીમની ઓળખ અથવા તેનો સૌથી મોટો ખેલાડી. જેમ કે અત્યારે મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઇ સુપર કિંગ્સ, રોહિત શર્મા મુંબઇ ઇન્ડીયન્સ અને વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના માર્કી પ્લેયર છે.

26 વર્ષનો અઝહરુદ્દીન રણજી ટ્રોફીમાં પણ ઓછામાં ઓછી ચાર સદી લગાવવા માંગે છે. આ ઇચ્છાને પણ તેણે પોતાની બકેટ લીસ્ટમાં સામેલ કરી છે. સાથે જ તે પોતાનુ ઘર પણ બનાવવા માંગે છે. અને એક મર્સિડીઝ બેંઝ કાર પણ ખરીદવા ઇચ્છે છે. અઝહરના નામે એક દિલચસ્પ સ્ટોરી છે. વર્ષ 1994માં અઝહરના જન્મ થવા પર તેના માતા પિતા અનેક નામ વિચારી રહ્યા હતા. અઝહરના મોટાભાઇ કમરુદ્દીન પૂર્વ ભારતીય કેપ્ટન મહંમદ અઝહરુદ્દીનનો મોટો ફેન હતો. તેણે નક્કિ કર્યુ હતુ કે તેના નાના ભાઇનુ નામ તેના જ નામ પર રાખવામા આવે.

મહંમદ અઝહરુદ્દીન કેરળની તરફ થી અંડર-19 અને અંડર-23 રમી ચુક્યો છે. તેના બાદ હવે તે સિનીયર ટીમમાં સામેલ થયો છે. હાલમાં તે ટીમના મહત્વના ખેલાડીઓમાંથી એક છે. તેનુ કહેવુ છે કે, તે જ્યારે નાનો હતો ત્યારે તે ભારતના પૂર્વ કેપ્ટન અહહરુદ્દીનના વિડીયોને જોયા કરતો હતો. જોકે તેણે તેમના જેવા બનવા માટે કોશિષ કરી નહોતી. જોકે તે આમ પણ સારા ફ્લિક શોટ રમી લે છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati