IndVsAus: ઓસ્ટ્રેલિયન નાગરિકે લગાવ્યા “ભારત માતા કી જય- વંદે માતરમ”ના નારા, જુઓ વીડિયો

ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની સાતમી ટેસ્ટ મેચમાં ભારતે જબરદસ્ત જીત હાંસલ કરી છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 19, 2021 | 9:17 PM

ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની સાતમી ટેસ્ટ મેચમાં ભારતે જબરદસ્ત જીત હાંસલ કરી છે. ભારતે ઓસ્ટ્રેલિયા માટે ગઢ સમાન ગણાતા બ્રિસબેન (Brisbane Test)ના ગાબા મેદાન (Gabba Ground) પર જબરદસ્ત જીત મેળવી છે. ભારતે પાંચમાં દિવસે 328 રનનો લક્ષ્ય પાર કરીને ટેસ્ટ મેચ જીતી. આ સાથે જ ભારતે બીજીવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સીરીઝમાં જીત મેળવી છે. ભારતીય ટીમે પહેલી વખત બ્રિસબેન પર જીત મેળવીને ઓસ્ટ્રેલિયાને મ્હાત આપી છે.

 

 

ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન (Brisbane Test)ના ગાબા મેદાનમાં રમાયેલી Ind vs Aus Testની 7મી મેચ ભારત માટે અનેક રીતે મહત્વપૂર્ણ રહી. ભારતની ઐતિહાસિક જીતથી ત્યાં હાજર ભારતીયો તો ઉત્સાહીત હતા જ પણ આ બધાની વચ્ચે એક ઓસ્ટ્રેલિયન નાગરિકે લોકોનું ધ્યાન ખેંચ્યું. આ ઓસ્ટ્રેલિયન નાગરિકે ભારતની જીતના આનંદમાં “ભારત માતા કી જય – વંદે માતરમ”ના નારા લગાવ્યા. વિદેશની ધરતી પર વિદેશી નાગરિકના મુખેથી “ભારત માતા કી જય – વંદે માતરમ”ના નારા સાંભળીને દરેક ભારતીયને ગર્વ થાય એ સ્વાભાવિક છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. જો કે Tv9 આ વાયરલ વીડિયોની સત્યતા અંગે કોઈ પુષ્ટિ કરતું નથી.

 

આ પણ વાંચો: INDvsENG: ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટેની ટીમ ઈન્ડીયાની જાહેરાત, આ બે ગુજરાતી ખેલાડીઓને સ્થાન

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">