Australia Tour: નટરાજન પેડ અને બેટ વિના જ પહોંચ્યો હતો ઓસ્ટ્રેલિયા, જાણો ટુર સાથેની કેટલીક રોચક વાત

ભારતે ઓસ્ટ્રેલીયા (Australia) સામેની ટેસ્ટ સિરીઝ લગાતાર બીજી વાર તેના જ ઘરમાં જીતીને ઇતિહાસ રચી દીધો છે. ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતને 2-1 થી મોટી જીત મળી છે. ઓસ્ટ્રેલીયામાં ભારતીય ઝંડો ફરકાવીને ભારતીય ટીમ (Team India) હવે સ્વદેશ પરત ફરી છે. આ સાથે જ પ્રવાસ દરમ્યાન ના કેટલાક મજેદાર ખુલાસાઓ પણ સામે આવવા લાગ્યા છે.

Australia Tour: નટરાજન પેડ અને બેટ વિના જ પહોંચ્યો હતો ઓસ્ટ્રેલિયા, જાણો ટુર સાથેની કેટલીક રોચક વાત
રવિ શાસ્ત્રીએ મંત્ર આપ્યો હતો, સુંદર અને નટરાજ સાથે હોય તો કોઇના થી કમ નથી

ભારતે ઓસ્ટ્રેલીયા (Australia) સામેની ટેસ્ટ સિરીઝ લગાતાર બીજી વાર તેના જ ઘરમાં જીતીને ઇતિહાસ રચી દીધો છે. ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતને 2-1 થી મોટી જીત મળી છે. ઓસ્ટ્રેલીયામાં ભારતીય ઝંડો ફરકાવીને ભારતીય ટીમ (Team India) હવે સ્વદેશ પરત ફરી છે.

આ સાથે જ પ્રવાસ દરમ્યાન ના કેટલાક મજેદાર ખુલાસાઓ પણ સામે આવવા લાગ્યા છે. ટીમ ઇન્ડીયાના ફિલ્ડીંગ કોચ (Fielding Coach) આર શ્રીધરે (R Sridhar) આવાજ કેટલાક કિસ્સાઓ દર્શાવ્યા છે. તેમણે ભારતીય ટીમના ડ્રેસિંગ રુમ સાથે જોડાયેલા રાઝ ખોલ્યા હતા. સમાચાર એજન્સી PTI સાથે વાતચીત દરમ્યાન શ્રીધરે કહ્યુ કે, ટી નટરાજન (T Natarajan) અને વોશિંગ્ટન સુંદરે (Washington Sundar) કમાલ કર્યો છે. તેમને ટીમ સાથે રાખવાના કારણ પણ બતાવ્યા.

ટી નટરાજન અને વોશિંગ્ટન સુંદર બંને T20 સિરીઝ માટે ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે ગયા હતા. પરંતુ બાદમાં તેમને ટેસ્ટ સિરીઝ દરમ્યાન નેટ બોલરના રુપમાં ટીમ ઇન્ડીયા સાથે રોકાઇ જવા માટે કહેવાયુ હતુ. બંનેને રોકી લેવાનો નિર્ણય પણ યોગ્ય સાબિત થયો. કારણ કે ટેસ્ટ સિરીઝ દરમ્યાન ભારતના ખેલાડીઓ ઇજા પામ્યા હતા. આમ બ્રિસબેનમાં રમાયેલી અંતિમ ટેસ્ટ મેચમાં બંને ને ડેબ્યુ કરવાનો મોકો મળ્યો હતો. બંને પોતાની પ્રથમ મેચમાં જ કમાલ કરી દીધો હતો. બંનેને પ્રથમ પારીમાં ત્રણ ત્રણ વિકેટ મળી હતી. સુંદરે તો બેટીંગ કરવા દરમ્યાન પણ રંગ જમાવતા પ્રથમ પારીમાં અર્ધશતક લગાવી દીઘુ હતુ.

શ્રીધરે નટરાજન બાબતે વાત કરતા કહ્યુ હતુ કે, તે આ પ્રવાસ દરમ્યાન પોતાનુ બેટ અને પેડ પણ નહોતો લાવ્યો. તેની પાસે તેના બોલીંગ સ્પાઇક્સ અને ટ્રેનર્સ હતા, કારણ કે તે નેટ બોલરના રુપમાં આવ્યો હતો. તેણે માત્ર બોલીંગ જ કરવાની હતી. જ્યારે તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો, તો તેણે તે વાશી (સુંદર) અને અશ્વિન પાસે થી એ લેવા પડ્યા હતા. જોકે આ જ ખૂબસુરતી છે. તે કોઇ સામાન્ય નેટ બોલર નહોતો. સ્ટ્રેંન્થ અને અનુકૂળ કોચ નિક વેબ અને ટ્રેનર સોહમ દેસાઇએ બધા જ નેટ બોલરો માટે યોજનાઓ બનાવી હતી. તે ડ્રેસિંગ રુમના મહત્વનો હિસ્સો હતા.

વોશિંગ્ટન સુંદર વિશે પણ વાત કરતા કહ્યુ હતુ કે, અમે તેને સફેદ બોલની રમત બાદ પણ પોતાની સાથે રાખ્યો હતો. નાથન લાયન ઓસ્ટ્રેલીયન લાઇન અપનો મહત્વનો હિસ્સો હતો. આમ અમારા બેટ્સમેનોને પણ નેટ સત્ર આપવાની પણ જરુરીયાત હતી. અમે વાશી (વોશિંગ્ટન) ને બોલીંગ માટે ઉપયોગ કર્યો હતો, જે અમારા ટોચના ક્રમમાં બોલીંગ કરતો હતો. ત્યારે હું તેને કહેતો હતો કે વાશી બોલને ઓવર સ્પિન કરાવો, કારણ કે ઓસ્ટ્રેલીયાની પિચ પર આ જ સમયની જરુરિયાત છે. અમે તેને કહેતા હતા કે તુ ભલે મુખ્ય સ્પિનર નથી, પરંતુ 2025માં ભારત ફરી થી અહી આવશે ત્યારે કોણ જાણે છે કે, તુ કુલદિપ સાથે સ્પિન આગેવાની કરીશ. તે ટીમનો હિસ્સો નહોતો ત્યારે પણ તે પ્રત્યેક દિવસે 30 મીનીટ બેટીંગ કરતો હતો.

શ્રીધરે કહ્યુ, બ્રિસબેન ટેસ્ટ શરુ થવાની પહેલા રવિ ભાઇનો એક જ મંત્ર હતો, નટ્ટુ જસપ્રિત બુમરાહથી કમ નથી, વાશી અશ્વિન થી કમ નથી. જો તમે બંને ટીમ ઇન્ડીયાની કેપ પહેરીને મેદાનમાં જાઓ છો તો, તમે કોઇનાથી પણ કમ નથી.

Click on your DTH Provider to Add TV9 Gujarati