ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ મેચના 5 દિવસ પાર્કમાં રાતવાસો કર્યો, જાણો ફિલ્મી કહાની જેવુ જીવન અને ગજબ રેકોર્ડ ધરાવતા ખેલાડીને

એક જમાનામાં એક એવો વિકેટકીપર ટીમ ઈન્ડિયામાં આવ્યો હતો. જેણે ભારતીય ક્રિકેટને મહત્વનું યોગદાન આપ્યુ હતુ. તે ખેલાડીનું નામ છે બુધી કુંદરન. ફક્ત વીસ વર્ષની ઉંમરમાં જ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી લેનારા બુધીની શરુઆતની કેરીયર એક ફિલ્મી કહાની જેવી રહી હતી. તે વર્ષ 1960થી 1967 સુધી ભારતીય ટીમ માટે વિકેટ પાછળ ઉભો રહ્યો હતો. તેણે ટીમ […]

ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ મેચના 5 દિવસ પાર્કમાં રાતવાસો કર્યો, જાણો ફિલ્મી કહાની જેવુ જીવન અને ગજબ રેકોર્ડ ધરાવતા ખેલાડીને
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 28, 2020 | 7:25 PM

એક જમાનામાં એક એવો વિકેટકીપર ટીમ ઈન્ડિયામાં આવ્યો હતો. જેણે ભારતીય ક્રિકેટને મહત્વનું યોગદાન આપ્યુ હતુ. તે ખેલાડીનું નામ છે બુધી કુંદરન. ફક્ત વીસ વર્ષની ઉંમરમાં જ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી લેનારા બુધીની શરુઆતની કેરીયર એક ફિલ્મી કહાની જેવી રહી હતી. તે વર્ષ 1960થી 1967 સુધી ભારતીય ટીમ માટે વિકેટ પાછળ ઉભો રહ્યો હતો. તેણે ટીમ ઈન્ડીયા માટે 18 ટેસ્ટ રમી હતી. જેમાં તેણે 981 રન બનાવ્યા હતા અને 30 શિકાર કર્યા હતા. બુધી કુંદરન એક ગરીબ પરીવારમાંથી આવતો હતો. તેના પિતાને ક્રિકેટ એક બકવાસ રમત લાગતી હતી, તેને તે રમતા પણ રોકતા હતા. પરંતુ તેની શાનદાર રમતને લઈને સ્કૂલ ટીમમાં પસંદ કર્યો હતો. જે માટે તેની માતાએ તેના પિતાના કપડાને બુધીની સાઈઝમાં તૈયાર કરીને મેચ માટે તૈયાર કરીને મોકલ્યો હતો. બુધીએ તેણે તે પહેલીવાર સફેદ કપડા પહેરીને ઈન્ટર સ્કૂલ મેચમાં ધુંઆધાર કરી દીધા હતા. બીજા દિવસે સમાચાર પત્રમાં તેનો ફોટો છપાતા જ તેના પિતા એ જોઈને ગર્વ અનુભવવા લાગ્યા હતા. બસ ત્યારબાદ તેને કોઈ અડચણ ના આવી.

   Australia same debut match na 5 divas park ma ratvaso karya jano filmi kahani jevu jivan ane gajab record dharavta kheladi ne

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બુધીએ શરુઆતી ક્રિકેટ મુંબઈમાં રમી હતી, પરંતુ તે વખતે મુંબઈની રણજી ટીમમાં નરેન્દ્ર તમ્હાણે વિકેટકીપર બેટ્સમેન હતા. જે ઈન્ડીયન ટીમમાં પણ હતા. જેથી તે રેલ્વેની ટીમમાં ટ્રાયલ કરવા માટે ગયા હતા. જ્યાં લાલા અમરનાથ ટીમ મેન્ટોર હતા અને સાથે જ તે ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકાર પણ હતા. તેમને બુધીની રમત પસંદ આવી હતી અને તેને સીધો જ ભારતીય ટીમમાં સમાવતી ઓફર આપી દીધી હતી. તે વખતે તેની પાસે ગલવ્સ કે પેડ પણ નહોતા. તે વખતે ટીમ ઈન્ડીયાના વિકેટકીપર નરેન્દ્ર તમ્હાણેએ તેને પોતાની કિટ બેગ આપી હતી.

Australia same debut match na 5 divas park ma ratvaso karya jano filmi kahani jevu jivan ane gajab record dharavta kheladi ne

બુધીનો ડેબ્યુ ઓસ્ટ્રેલીયા સામે મુંબઈમાં બ્રેબોન ક્રિકેટ સ્ટેડીયમમાં થયો હતો. ઈન્ડિયન ક્રિકેટનો એ સમય હતો કે ત્યારે સ્થાનિક ખેલાડીઓને ઈન્ડિયન ટીમ સાથે હોટલમાં નહોતુ રોકાવા મળતુ. મેચની આગળની રાત્રીએ તે ઘરે જ હતા, તેમનું તે ઘર બઝાર ગેટ વિસ્તારની એક ચાલીમાં હતુ. મેચની આગળની રાત્રીએ ઉંઘ નહીં આવતા તે વિક્ટોરીયા પાર્કમાં જઈને સુઈ ગયા હતા. જ્યાં રાતભર મચ્છરોએ પરેશાન કરી મુક્યો હતો. સવાર પડતા જ તે મેચ રમવા માટે મેદાન પર પહોંચી ગયા હતા. તેણે પોતાની પહેલી મેચમાં જ લગભગ 150 ઓવર સુધી વિકેટકીપીંગ કરી હતી. પરંતુ કોઈને પણ એ અંદાજ નહોતો કે મેચના પાંચેય દિવસે તે પાર્કમાં સુઈ રહ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કુંદરન એવો પહેલો ભારતીય ખેલાડી બન્યો હતો કે જે પહેલા ટેસ્ટ મેચ અને બાદમાં રણજી ટ્રોફી મેચ રમ્યા હતા. રણજી મેચમાં પણ તે પહેલા ખેલાડી બન્યા કે જેણે બેવડી સદી લગાવી હતી. ભારતીય ક્રિકેટમાં કુંદરન એવો પહેલો બેટ્સમેન હતો કે જેણે આક્રમક વિકેટકીપરનું ચલણ શરુ કર્યુ હતુ. 1963-64માં ઈંગ્લેન્ડના પેસ એટેક સામે 192 રનની ઈનીંગ રમી હતી. લગભગ 50 વર્ષ સુધી કોઈ પણ ભારતીય વિકેટકીપરનો આ સૌથી મોટો સ્કોર રહ્યો હતો. જેને ધોનીએ ચેન્નાઈમાં 224 રન બનાવીને તોડ્યો હતો. જેમાં તેણે 31 બાઉન્ડ્રી લગાવી હતી તે રેકોર્ડ પણ 38 વર્ષ પછી વીવીએસ લક્ષ્મણે ઓસ્ટ્રેલીયા સામે તોડ્યો હતો. બુધી એવો પહેલો વિકેટકીપર બન્યો હતો કે જે ક્રિકેટ ઈતીહાસમાં એક સીરીઝમાં 500 રન બનાવ્યા હતા.

Australia same debut match na 5 divas park ma ratvaso karya jano filmi kahani jevu jivan ane gajab record dharavta kheladi ne

1967માં ટીમથી તેમની છુટ્ટી થઈ ગઈ હતી, ફારુક એન્જીનીયરની ટીમમાં એન્ટ્રી થઈ હતી. ત્યારબાદ બોર્ડથી તકરાર થઈ હતી અને બાદમાં તે સ્કોટલેન્ડ ચાલી ગયા હતા. તે ગ્લાસ્ગોમાં સ્થાયી થયા હતા. 1970માં સ્કોટલેન્ડ લીગ ડ્રમ્પેલિયર સાથે કોન્ટ્રાક કર્યો હતો. 80ના દશકમાં સ્કોટલેન્ડ ક્રિકેટ ટીમના માટે બેન્સન એન્ડ હેઝીસ કપમાં પણ રમ્યા હતા. ત્યારબાદ તે સ્કોટલેન્ડમાં ડ્રમ્પેલિયરની સાથે 1995 સુધી એટલે કે 56 વર્ષ સુધી ક્રિકેટ રમ્યા હતા. જે સ્કોટલેન્ડ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ રહ્યા હતા. વર્ષ 2006માં લંગ્સ કેન્સરને લઈને બુધીનું ગ્લાસગોમાં અવસાન થયુ હતુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">